Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝરાજકોટ કલેકટરશ્રીએ જારી કરેલા પ્રતિબંધાત્મક હુકમ

રાજકોટ કલેકટરશ્રીએ જારી કરેલા પ્રતિબંધાત્મક હુકમ

Rajkot Collector
Share Now

કોવીડ-૧૯ અંતર્ગત તા. ૧ ઓગષ્ટ સુધી રાજકોટ કલેકટરશ્રીએ જારી કરેલા પ્રતિબંધાત્મક હુકમ

કોરોના મહામારીને અટકાવવા માટે તા.૧ ઓગષ્ટ સવારના ૬-૦૦ કલાક સુધી રાજકોટ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અરૂણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં નીચે મુજબના હુકમો જારી કર્યા છે. રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં સત્તાધિકારીની પૂર્વ પરવનાગી સવાય ચાર કે તેથી વધુ લોકોએ અનધિકૃત/ગેરકાયદે કોઇપણ જગ્યાએ એકત્ર થવું નહીં તેમજ જાહેર સ્થળોએ પુર્વ પરવાનગી વગર સભા, સરઘસ, સંમેલન કે કોઇપણ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તેવા આયોજનો કરવા નહીં કે આવા આયોજનોમાં વીશાળ સંખ્યામાં લોકોએ એકત્ર થવું નહીં. સરકારી કચેરી, જેલો કે તેની આસપાસના વિસ્તારમાં કે અન્ય જાહેર માર્ગ, રાજ માર્ગો, શેરીઓ ગલીઓમાં આંદોલનો કે ધરણા કરવા નહીં. કન્ટેન્મેનટ ઝોન જાહેર કરેલ વિસતાર કે ભવિષ્યમાં કન્ટેન્મેન્ટ જોન જાહેર થનાર વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે બાકીની પ્રવૃતિ બંધ રહેશે.

RMC

તમામ દુકાનો, વ્યાપારીક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ, અઠવાડીક ગુજરી/બજાર, હાટ તેમજ વ્યાપારીક ગતીવીધીઓ ચાલુ રાખી શકાશે. પરંતુ તમામ માલીકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા. ૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં વકેસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાજ્ઞિઝયીક એકમો ચાલુ રાખી શકાશે નહી. જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે તથા માલીકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા. ૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં વકેસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા જીમ ચાલુ રાખી શકાશે નહીં. લગ્‍ન સમારંભમાં બંધ કે ખુલ્‍લી જગ્‍યામાં ૧૫૦ વ્‍યક્તિઓની મંજુરી રહેશે. લગ્‍ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહતમ ૪૦ વ્‍યક્તિઓની મંજુરી રહેશે. જાહેર બાગ બગીચાઓ રાત્રીના ૯-૦૦ કલાક સુધી કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે.

તમામ પ્રકારના રાજકિય, સામાજિક, ધાર્મિક, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો મેળાવડાઓ માં ખુલ્લામાં મહતમ ૨૦૦ વ્યકતિઓ પરંતુ બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (૨૦૦ થી વધુ નહી) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. ૬૦% ક્ષમતા સાથે

આ પણ જુઓ : યુવાનેતાનું સ્વાગત છે – હાર્દિક

જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્‍થિતિ વગર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ/ સ્‍પોર્ટસ સ્‍ટેડીયમ/ સંકુલમાં રમત ગમત ચાલુ રાખી શકાશે. વાંચનાલયો વોટરપાર્ક, સ્વિમંગ પુલ ૬૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે તથા માલીકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા. ૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં વકેસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. સ્પા સેન્ટરો બંધ રહેશે.

પબ્‍લિક તથા પ્રાઇવેટ નોન એસી બસ ટ્રાન્‍સપોર્ટ મહતમ ૧૦૦ ટકા પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. મુસાફરો ઉભા રહી બસ પ્રવાસ કરી શકશે નહીં. નોન એસી બસ ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. બસ સેવાઓને કર્ફયુમાંથી મુકિત અપાઇ છે. તા. ૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં વકેસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. તમામ ડ્રઇવર કંડકટરોએ અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને સબંધમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ પડશે.

Rajkot market

ઔદ્યોગીક અને વાણિજય એકમો, કાર્યસ્થળો, કચેરીઓએ કામ/વયવસાયના કલાકો અલગ અલગ રાખવાના રહેશે. શકય હોયતો વર્ક ફ્રામે ઓમનો સિધ્ધાંત અનુસરવો, જાહેર સ્થળો એ પાન, ગુટખા, તમાકુનું સેવન કરી શકાશે નહીં. તથા જાહેર સ્થળોએ કે દુકાને કમ સે કમ ૬ ફુટનું અંતર જાળવવાનું રહેશે.

ધો. ૯ થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ ટયુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો ૫૦ ટકા ક્ષમતા સાથે બેચવાઇઝ ચાલુ રાખી શકાશે તેઓએ તા. ૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં વકેસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. તમામે ફેસ કવર, માસ્‍ક અને સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું ચુસ્‍તપણે પાલન કરવું. ઉપરાંત કોવિડ-૧૯ અન્‍વયે કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય / રાજય સરકારશ્રીના ગૃહ વિભાગના વખતો વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે તેનો તમામે ચુસ્‍ત રીતે અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

No comments

leave a comment