સુરત: વિદેશી યુવતીઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલતા નેટવર્કમાં (Prostitution Racket) સંડોવાયેલા નેપાળી એજન્ટને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી એજન્ટ પુણેમાં મકોકાના ગુનામાં છેલ્લા 4 વર્ષથી વોન્ટેડ હતો, જેને ક્રાઈમ બ્રાન્ચે સુરતના ભાટપોર ગામ કાસા રિવા હોટલ પાસેથી ઝડપી લીધો હતો.
વિદેશી યુવતીઓને સપ્લાય કરતો
સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વિદેશી યુવતીઓને સુરતમાં તેમજ દેશના અન્ય શહેરોમાં દેહવ્યાપારના ધંધામાં ધકેલવાનું નેટવર્ક (Prostitution Racket) ચાલી રહ્યું છે. જેનો એક એજન્ટ સુરતના ઇચ્છાપોર ભાટપોર ગામ ખાતે આવેલ કાસા રિવા હોટલ પાસે એજન્ટ આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ત્યાં તપાસ કરીને શિવા રામકુમાર ચૌધરી ( ઉ.વ.37, રહે.માનસરોવર, વિજય પથ રોડ, જયપુર,રાજસ્થાન મૂળ-.નેપાળ )ને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં તાલિબાનની વધતી તાકાત! ઈન્ડિયન ડિપ્લોમેટ્સ અને સ્ટાફે કૉન્સ્યુલેટ છોડી
કંઈ રીતે ચાલતું વિદેશી દેહવ્યાપારનું રેકેટ ?
પોલીસે શિવાની સઘન પૂછપરછ અને ગુનાહિત ઇતિહાસની માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે, 4 વર્ષ અગાઉ મહારાષ્ટ્રના પુણેના નગર રોડ સ્થિત હયાત હોટલમાં પોલીસે દરોડો પાડીને મોટું સેક્સ રેકેટ (Prostitution Racket) ઝડપી પાડયું હતું. જ્યાં રશિયા, ઉઝબેકિસ્તાન ,નેપાળ તેમજ ભારત દેશના અલગ-અલગ રાજ્યોમાંથી છોકરીઓને લાવી તેમને દેહવિક્રયના ધંધામાં ધકેલતો હતો. અલગ-અલગ વેબસાઈટ ઉપર લોભામણી જાહેરાતો મૂકી તે રૂપ લલનાઓને હોટલોમાં સપ્લાય કરતો હતો.
આ સમગ્ર નેટવર્કના સૂત્રધાર કૃષ્ણાસિંહ સુરેન્દ્રસિંહ અને તેના એજન્ટો મળી કુલ 24 વિરુદ્ધ પોલીસે મકોકા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. જેમાંનો એક એજન્ટ શિવા ચૌધરી છેલ્લા 4 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. શિવા છેલ્લા 10 દિવસથી સુરત છુપાયેલો હતો.આ નેપાળી એજન્ટે સ્થાનિક યુવાન સાથે મળી વેસુમાં રૂમ રાખી હતી અને નેપાળી યુવતીઓ પાસે દેહવિક્રય કરાવવાનું શરૂ કર્યું હતું.
સુરતમાં છૂપાવવા માટે આવ્યો અને પોલીસના હાથે ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલ આરોપી શિવા યુવતીઓને સપ્લાય કરવાના નેટવર્કમાં મુખ્ય એજન્ટ હતો. તે વિદેશોમાંથી યુવતીઓ લાવી આપતો હતો. જેથી તેની સામે મહારાષ્ટ્રમાં મકોકા હેઠળ ગુનો નોંધાતા તે પોતાના વતન નેપાળ ભાગી ગયો હતો. જ્યાં 2 વર્ષ ત્યાં રહી ફરી ભારત પરત ફર્યો હતો. ભારત આવી દિલ્હી અને જયપુરમાં રહ્યા બાદ માત્ર 10 દિવસ અગાઉ જ તે સુરતમાં છુપાવવા માટે આવ્યો હતો. અહીં તેણે સુરતના વેસુ વિસ્તારમાં એક સ્થાનિક સાથે મળી રૂમ રાખી, ત્યાં 5 થી 7 નેપાળી યુવતીઓ રાખી દેહવિક્રય કરાવવાનો ધંધો (Prostitution Racket) શરૂ કર્યો હતો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4