Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeલાઇફ સ્ટાઇલપ્રોટિન પાવડરનું સેવન કરવુ હિતાવહ છે???

પ્રોટિન પાવડરનું સેવન કરવુ હિતાવહ છે???

Vegetarian
Share Now

જ્યારે તમે એક વ્યાયામનું રૂટીન બનાવો છો ત્યારે તમારી કસરતની સાથે સારી અને યોગ્ય ડાયટની પણ સલાહ આપવામાં આવે છે. ઘણીવાર તમે જે પ્રકારની ડાયટ લો છો, તેમાં કેટલાક પરિવર્તન પણ કરવામાં આવે છે, જેથી તમને તમારી મહેનતનું સચોટ ફળ મળે છે. જો તમે કોઈ ફિટનેસ ગ્રૂપનો ભાગ છો તો પ્રોટિન સપ્લીમેન્ટની વાત આવવી સામાન્ય છે. પ્રોટિન શેક (Protein Powder) વિશે દરેકના અલગ અલગ તથ્યો હોય છે. તમે પણ આ વિચે ચર્ચા-વિચારણા કરી જ હશે, ખાસ કરીને પ્રોટિન વિશે. આવો જાણીએ કે કેટલુ સ્વાસ્થ્યવર્ધક છે પ્રોટિન પાવડર તમારી તંદુરસ્તી માટે.

દિવસ દરમિયાન કેટલુ પ્રોટિન લેવું તેનું પ્રમાણ નક્કી કરેલુ છે, જે ફક્ત તમને તમારા ડાયટમાંથી મળતી નથી. જે માટે તમારે પ્રોટિન પાવડર (Protein Powder) જેવા સપ્લીમેન્ટ લેવા જ પડે છે. ભલે તેમને તાલીમની સાચી માહિતી ખબર હોય કે ના હોય તેઓ તમારા ડાયટમાં પ્રોટિનને જોડી જ દેશે. કંઈક એવી રીતે ડાયટ જોડશે કે તમારા આહારમાંથી મળવુ મુશ્કેલ છે. તો પણ, સામાન્ય રીતે માનવામાં આવતી મિથ્યાને લોકોને એ દૈનિક પ્રોટિન શેકથી દૂર રાખે છે. ઈયાન બાઈડ, એનપીડી ટેક્નોલોજિસ્ટ, માયપ્રોટિન દ્ધારા એવી છ મિથ્યાને નકારી રહ્યાં છે.

1)  પ્રોટિન પાવડર બનવાની પ્રક્રિયા કુદરતી નથી

કેસિઈન ઉપરાંત, મઠ્ઠો ગાયના દૂધના બે તત્વ પૈકી એક છે. જે પનીર બનાવ્યા બાદ તરલ પદાર્થમાં હોય છે, જેને પછીથી પ્રોટિન પાવડર બનાવવા માટે વાપરવામાં આવે છે. તેને પાવડર તરીકે લેવાથી પ્રત્યેક ગૂંટડામાં વધારે માત્રામાં પ્રોટિન મળે છે. જે તમારા શરીરની અંદર પ્રોટિનની બધી જ જરૂરતોને પૂરી કરશે અને શરીર પણ સરળતાથી પચાવી શકે છે.

2) એથ્લિટ્સને પ્રોટિન પાવડર (Protein Powder)ની જરૂર રહેતી નથી

દોડવુ, તરવુ અને સાઈકલ ચલાવવી જેવા બધી રમતમાં સામાન્ય વાત એ છે કે, માંસપેશિઓને ધીરે ધીરે નુકસાન પહોંચે છે. જોકે, લોકડાઉન દરમિયાન આ રમતો લોકપ્રિય થઈ ગઈ છે, આથી લોકોને એક કસરત સત્ર બાદ માંસપેશિઓનું પૂનઃનિર્માણ અને સરખી કરવામાં પ્રોટિનની ભૂમિકા વિશે જાગૃત થવાની જરૂર છે. હકીકતમાં એક મજબૂત એથલીટને શારીરિક રીતે, અને જે એથલીટ નથી બંને કક્ષની તુલનામાં પ્રત્યેક દિવસે વધારે માત્રામાં પ્રોટિન (Protein Powder) લેવાની જરૂર પડે છે.

protein powder

IMAGE CREDIT: BUILDING PERSONALITIES

3) મહિલાઓના વજનમાં વધારો થાય છે

આ એક સૌથી મોટી મિથ્યા છે અને મહિલાઓ પ્રોટિન સપ્લીમેન્ટ લે છે તો તે મસ્ક્યૂલર બની જાય છે. જો તમેા લાંબા સમય સુધી જીમમાં ટ્રેનિંગ કરો અને વર્ષોથી કરતા આવ્યા છો તો મસલ્સની સંભાવના બની શકે છે, પરંતુ દરરોજની હળવી ફિટનેસ રૂટીનથી મસલ્સ બનતા નથી. પ્રોટિન સપ્લીમેન્ટ તેના વિપરીત, તમારા મેટાબોલિઝ્મ, ભૂખ વધારવા અને હાડકાંને મજબૂત કરવા માટે મદદ કરે છે.

આ પણ વાંચોઃ- ઓનલાઈન રહેવાની ટેવથી ડીજીટલ જિંદગીનું જોખમ વધ્યુ…

4) તમારુ શરીર 30 ગ્રામથી વધારે પ્રોટિનનું સેવન કરી શકતુ નથી

એક રિસર્ચ અનુસાર, એકવારમાં 60 કે 90 ગ્રામ પ્રોટિન- ભારે ભોજનની તુલનામાં પ્રત્યેત દિવસે પ્રોટિનનું પ્રમાણ લેવુ વધારે ફાયદાકારક થઈ શકે છે. આ એક મિથ્યા છે કે, આપણુ શરીર પ્રત્યેક ભોજનની સાથે 30 ગ્રામ પ્રોટિનો ઉપયોગ કરી શકે છે. પ્રોટિનને પચાવવામાં વધારે સમય લાગે છે- જેના લીધે પેટ ભરેલુ લાગે છે અને તમારુ શરીર જાણે છે કે, તેના દ્વારા આપવામાં આવેલા પ્રોટિનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે.

5) પ્રોટિન પાવડર વર્કઆઉટ બાદ સેવન કરવુ જોઈએ.

મહત્તમ લોકો ભારે કસરત બાદ પ્રોટિન પાવડરનું સેવન કરવુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેને 30 મિનિટની એનાબોલિક વિન્ડો કહેવામાં આવે છે. જોકે, રિસર્ચથી જ્ઞાત થયુ છે કે, આ વિન્ડો ઘણી લાંબી છે અને કસરતના સુધી સીમિત રહેતી નથી. દિવસભરમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટિન પ્રાપ્ત કરવુ અને પ્રોટિન આરડીએ સુધી પહોંચવુ તે ખૂબ જ મહત્વનુ ગણાય છે. જે કેટલીક હદ સુધી માંસપેશિઓને સરખી કરે છે તે સાથે જ શક્તિ અને મજબૂતી અને વજન ઉતારવામાં પણ મદદ કરી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment