Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝજતીન સોની સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગ

જતીન સોની સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગ

NSUI PROTEST
Share Now

સતત વિવાદોના વંટોળમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટી કૌભાંડને લઇ ટોક ઓફ ધ ટાઉન બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત માટી કૌભાંડ મામલે રાજકોટ જિલ્લા NSUI દ્વારા આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિ અને ઉપકુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જેમાં NSUI દ્વારા સૂત્રોચ્ચાર કરી જતીન સોની સામે ફોજદારી ગુનો દાખલ કરવા માગ કરી છે અને યુનિવર્સિટીના તમામ હોદા પરથી તેમને દૂર કરવા માગ કરવામાં આવી છે. આજે તપાસ કમિટીની છેલ્લી બેઠક મળી હતી.

જતીન સોનીએ રજિસ્ટ્રાર પદ પરથી રાજીનામું આપ્યું

NSUI DEMAND સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડ મામલે યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી રચવામાં આવી છે. આ કમિટીની આજે આખરી બેઠક મળનાર છે. જે બાદ આવતીકાલે આ કમિટી દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવશે. આ પહેલા જ રજિસ્ટ્રાર જતીન સોની દ્વારા ચાર્જ સંભાળી કુલપતિ સમક્ષ રજિસ્ટ્રાર પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું હતું. આ સમયે રાજકોટ જિલ્લા NSUI દ્વારા કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી અને જતીન સોની તમામ હોદ્દા પરથી દૂર કરી ફોજદારી ગુનો દાખલ કરવા માગ કરી હતી. આ સાથે જતીન સોનીને તપાસ કમિટી છાવરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, હરિભક્તો થયાં શોકમગ્ન

આવતીકાલે તપાસ કમિટી રિપોર્ટ આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, તપાસ સમિતિ દ્વારા મિટિંગ ચાલુ છે. આવતીકાલે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જતીન સોનીએ તેમના ઉપર રહેલા વધારાના રજિસ્ટ્રારના હોદા પરથી જ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોની યુનિવર્સીટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ચર્ચાસ્પદ બનેલા માટી કૌભાંડમાં એક પછી એક ખુલાસો થઇ રહ્યાં છે. સૌપ્રથમ ટ્રેક્ટર નંબર GJ03HK 7271ની તપાસ કરતા આ નંબર અલ્ટો કારનો નીકળ્યા બાદ બીજા દિવસે વધુ એક ટ્રેક્ટરનો નંબર GJ03ER 6176 પણ કારનો નીકળતા વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 5 સભ્યની કમિટી બનાવી હતી.

બિલની ચૂકવણી કરવાની નોંધ મૂકી કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દીધા

SAURASTRA UNIVERISTYઆ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓડિટર દ્વારા બાંધકામ વિભાગના નાયબ કુલસચિવને લેખિતમાં આ બિલમાં દર્શાવેલા વાહનના નંબર કારના હોવાનું વાંધો લીધો હતો. પરંતુ છતાં રજિસ્ટ્રાર દ્વારા તમામ કામગીરી સંતોષકારક હોવાનું અને બિલની ચૂકવણી કરવાની નોંધ મૂકી કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દીધા હતા. આ સમગ્ર માટી કૌભાંડમાં રજિસ્ટ્રાર સહિતનાઓ સામે તપાસ સમિતિ નીમવા અને તટસ્થ તપાસ કરવા કુલપતિએ જણાવ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment