Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝProvident Fund: બીજી લહેરમાં 72 લાખ ખાતધારકોએ પૈસા ઉપાડ્યાં

Provident Fund: બીજી લહેરમાં 72 લાખ ખાતધારકોએ પૈસા ઉપાડ્યાં

Share Now

અમદાવાદ : કોરોના મહામારીએ સામાન્ય માનવીના જીવન જ નહિ તેની માનસિક સ્થિતિ અને બચત પર ખૂબ જ ખરાબ અસર કરી છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ દર મહિનાની સેલરીમાંથી બચત પેટે રિકરીંગ, થાપણ અને પ્રોવિડન્ડ ફંડ(Provident Fund)માં પૈસા રોકતો હોય છે. જોકે કોરોનાને કારણે કર્મચારીઓને આ બચત ભંડોળને પણ તોડવી પડી છે.

ઉલ્લેખનીય છે કે, આ ત્રણ મહિના દરમિયાન જ ભારતે કોરોનાની બીજી લહેરનો સામનો કર્યો હતો. જેમાં સંખ્યાબંધ લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા. ઉપરાંત લોકો પર સારવાર કરાવવા માટે પણ આર્થિક બોજો આવ્યો હતો.

Provident Fund

એક અહેવાલ અનુસાર દેશમાં કોરોના મહામારીની પ્રથમ લહેરમાં 1.25 કરોડ લોકો બેરોજગાર બન્યા હતા અને ગઈકાલે આવેલ આંકડા પણ ચોંકાવનારા છે. સરકારી આંકડા અનુસાર દેશના કર્મચારી વર્ગે પીએફમાંથી મસમોટી રકમ આ કોરોનાકાળમાં ઉપાડી છે.

Provident Fund Withdrawalનો ઉપાડ :

કોરોનાની બીજી લહેરમાં લાખો પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે ત્યારે પીએફ એકાઉન્ટ તેમના માટે સહારો બન્યુ છે. તાજેતરમાં સરકારે આપેલી જાણકારી પ્રમાણે કોરોનાના કારણે આ વર્ષે 72 લાખથી વધારે પીએફ ખાતાધારકોએ તેમના બચત ફંડમાંથી પૈસા ઉપાડ્યા છે.

આ પણ વાંચો : સ્વીટી પટેલ મીસીંગ કેસ: PI અજય દેસાઇ જ નીકળ્યો હત્યારો

સરકારના શ્રમ મંત્રાલયના આંકડા અનુસાર 1 એપ્રિલ 2021 થી 30 જુન 2021 સુધીમાં 72 લાખ ક્લેમ સેટલ કરવામાં આવ્યા છે. Provident Fundની બચત ઉપાડ યોજના અંતર્ગત કરવામાં આવેલ આ ક્લેયમમાં અંદાજે 24000 કરોડ રૂપિયા લોકોને ચૂકવાયા છે.

સરકારે આપ્યો હતો ઓપ્શન

મોદી સરકારે કોરોનાની પ્રથમ લહેરની સામે લડવા માટે અને અર્થતંત્રને ફરી પાટે ચઢાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાનું મહાકાય આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું હતુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર કરેલ સહાય અને સુવિધામાં સરકાર તરફથી કોરોના મહામારી દરમિયાન પીએફની રકમ ઉપાડવાનો ઓપ્શન પણ ખાતા ધારકોને અપાયો હતો.

PF Withdrawal : Govt Gave Options to EPF Subcribers

PF નીકાળવાની રીત

પીએફના પૈસા નીકાળવા માટે ખાતાધારક પાસે UAN નંબર હોવો જરૂરી છે. મેમ્બરની આધાર ડિટેલ્સ EPFOમાં અપડેટ હોવી જોઈએ. જેનું વૅરિફિકેશન OTP આધારિત થશે. યુઝરનું બૅન્ક અકાઉન્ટ IFSC કોડ સાથે EPFOના ડેટામાં હોવું જોઈએ. જો સર્વિસ 5 વર્ષથી ઓછી હોય તો EPFOમાં PAN નંબર અપડેટ હોવો જોઈએ. જો આમાંથી કોઈ પણ એક શરત ખાતાધારક પૂરી નથી કરતો તો તે PF ઑનલાઈન નહીં નીકાળી શકે.

Provident Fund Withdrawal

  1. EPFOની વેબસાઈટ પર જઈને Member Login પર પોતાનું લૉગ-ઈન કરો
  2. ત્યાર બાદ ઉપર દેખાતા Manage ટૅબ પર જઈને KYC પર ક્લિક કરો. અહીં તમારી Aadhar, PAN અને બૅન્ક અકાઉન્ટ્સ ડિટેલ્સ ચૅક કરી લો.
  3. જો તમામ માહિતી બરાબર છે તો ઉપર દેખાતા Online Service ટૅબ પર જઈને Claim ફૉર્મને સિલેક્ટ કરો.
  4. Claimમાં જ્યારે તમે જશો તો અહીં મેમ્બર ડિટેલ્સ, KYC ડિટેલ્સ અને સર્વિસ ડિટેલ્સ મળશે. દરેકની નીચે ઑનલાઈન ક્લૅમ કરવાનો (Proceed For Online Claim)નો વિકલ્પ આવશે. પોતાનું ફૉર્મ સબમિટ કરવા માટે તેના પર ક્લિક કરો.
  5. ફૉર્મમાં I Want to Apply Forમાં એ સિલેક્ટ કરવાનું રહેશે કે તમે કયા પૈસા ક્લૅમ કરવા માંગો છો. જેમ કે PF Withdrawal, PF Advance અને Pension Withdrawal. જો પીએફ વિડ્રોલ અને પૅન્શન વિડ્રોલનું ઑપ્શન નથી આવતું તો સમજવું કે તમે તેની માટે યોગ્ય નથી.
  6. જો ઑપ્શન આવે છે તો પૂરું ફૉર્મ ભર્યા બાદ, આધાર OTPથી તેનું વૅરિફિકેશન કરીને ફૉર્મ સબમીટ કરી દો. Claim Submit કર્યા બાદ તમે ઑનલાઈન સર્વિસમાં જઈને Track Claim Statusમાં તેનું સ્ટેટ્સ જોઈ શકો છો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment