Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝમનોવિજ્ઞાન ભવને સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

મનોવિજ્ઞાન ભવને સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Saurashtra University
Share Now

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો રેકોર્ડ 

Saurashtra University

જુઓ આ વિડીયો : રાજકોટની ‘ ચાણક્ય ‘ ધીમહિ !

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન કોરોનાકાળ દરમિયાન ન માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્રમાં, સમગ્ર ભારતવાસીઓના ધ્યાને આવ્યું છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો દ્વારા કોરોનામાં માનસિક રીતે પડી ભાંગેલા લોકોને જે સધિયારો આપ્યો છે તેનાથી અનેક લોકોને નવી જિંદગી મળી છે. મનોવૈજ્ઞાનિક ભવને કોરોનાકાળ દરમિયાન 81 હજાર લોકોનું કાઉન્સેલિંગ કર્યું. ઉપરાંત, 126થી વધુ સર્વે અને આર્ટિકલ કરી રેકોર્ડ સર્જ્યો છે. મનોવિજ્ઞાન ભવનને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.

ફેબ્રુઆરી-2020માં થયું હતું રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન 

Saurashtra University

મનોવૈજ્ઞાનિક ભવનની આ સિદ્ધિ અંગે વાત કરતા મનોવિજ્ઞાન ભવનમાં અધ્યક્ષ ડૉ.યોગેશ જોગસણે જણાવ્યું હતું કે, “મનોવિજ્ઞાન ભવન દ્વારા ફેબ્રુઆરી-2020માં બે દિવસીય રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની 97 કોલેજના 1 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મેળામાં 54 મંડપમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ, આપઘાત નિવારણ, ડિપ્રેશન, ચિંતા, અગ્રેશન સહિતનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દેશભરમાં મનોવિજ્ઞાનને લગતા આવા એક જ મેળાનું અત્યાર સુધીમાં આયોજન થયું હતું.” તો ફેબ્રુઆરી-2020માં બે દિવસીય રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવા બદલ પણ મનોવિજ્ઞાન ભવનને રેકોર્ડ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે.

લોકોને માનસિક સધિયારો આપવા શરુ કરાયું કાઉન્સેલિંગ સેન્ટર 

Saurashtra University

કોરોનાકાળ દરમિયાન લોકોને માનસિક સધિયારો આપવા માટે કાઉન્સેલિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. જે કામગીરી બદલ પણ ભવનને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા સર્ટિફિકેટ મળ્યું છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને એકસાથે બે રેકોર્ડ સર્જ્યા છે. જે પ્રમાણપત્ર મનોવિજ્ઞાન ભવનને આજે એટલે કે, 7 ઓગસ્ટના દિવસે આ વિશેષ સિદ્ધિ બદલ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું છે.

મનોવૈજ્ઞાનિક ભવને 81 હજાર લોકોનું કર્યું કાઉન્સેલિંગ

Saurashtra University

ફેબ્રુઆરી-2020માં યોજાયેલા માત્ર બે દિવસના મેળામાં 9 હજાર લોકો મુલાકાતે આવ્યા હતા. જેમાં લોકોનું સાયકોલોજીકલ, પર્સનાલિટી, એન્ગઝાઈટી, ડિપ્રેશન મેઝરમેન્ટ કરવામાં આવ્યું હતું. નિષ્ણાંતો ડૉ. દર્શન ચોથાણી, ડૉ‌.દિપક તૈરયા (સાયકોલોજીસ્ટ), મેઘના જોશી, પ્રતિક્ષા રાજાણી, રાજેશ પરમાર (માઉન્ટ ટ્રેનર), ડૉ.કમલેશ ચંદ્રાણી (સાઈકીયાટ્રીસ્ટ), ડૉ.કુમુદ શ્રીવાસ્તવ સહિતના નિષ્ણાંતો દ્વારા જુદા જુદા લેકચર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ કોરોનાકાળ શરુ થતા 22 માર્ચથી મનોવિજ્ઞાન ભવન દ્વારા કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 81 હજાર લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે.

યુનિવર્સીટીમાં કાયમી સુસાઇડ પ્રિવેન્શન સેન્ટર શરુ કરવા રજૂઆત 

Saurashtra University

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ.યોગેશ જોગસણે વધુમાં જણાવ્યું હતું કે, મનોવૈજ્ઞાનિક ભવન દ્વારા કાયમી સુસાઈડ પ્રિવેન્શન સેન્ટર શરૂ કરવા વિચારણા કરવામાં આવી રહી છે. જો કે, તેના માટે હજુ બે સ્ટાફની જરૂર છે અને આ માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment