Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝભારતીયોનો દબદબો: ચીનની પોલ ખોલનાર આ અમેરિકન પત્રકારોને મળ્યો પુલિત્ઝર એવોર્ડ

ભારતીયોનો દબદબો: ચીનની પોલ ખોલનાર આ અમેરિકન પત્રકારોને મળ્યો પુલિત્ઝર એવોર્ડ

Pulitzer Prize
Share Now

પત્રકારિતા ક્ષેત્રમાં પુલિત્ઝર ( Pulitzer Prize ) ને પુરસ્કારને સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે. આ એવોર્ડ મળવો તે પણ પત્રકારિતા ક્ષેત્રમાં સમ્માનની વાત છે.  અશાંત શિંજિયાંગ પ્રાંતમાં લાખો મુસલમાનોને હિરાસતમાં રાખવાના લક્ષ્ય સાથે ચીન દ્વારા ગોપનીય રીતે બનાવવામાં આવેલા જેલ અને અન્ય ભવનો વિશે જાણકારી સાર્વજનિક કરનારી ભારતીય મુળની પત્રકાર રાજારામગોપાલનને અને અન્ય પત્રકારોને ઇનોવેટિવ ઇન્વેસ્ટીગેટિવ પત્રકારિતા માટે પુલિત્ઝર એવોર્ડ ( Pulitzer Prize ) થી સમ્માનિત કરવામાં આવ્યા છે.

વિદેશમાં રહીને ભારતનું નામ રોશન કરતાં હોય અને ભારતનો દબદબો વિદેશમાં પણ કાયમ રાખનારા ઘણા પ્રતિભાશાળી લોકોને આપણ મળ્યા છીએ, 

OTTIndia આજે તમને બે ભારતીય મુળના પત્રકારોને મળાવશે જેમણે વિદેશમાં રહીને ભારતનું નામ રોશન કર્યું હોય.

megha-rajgopalan

PC: mage courtesy: pulitzercentre.org

અમેરિકન ઓનલાઈન પોર્ટલ બઝ ન્યૂઝ( Buzz Feed News) માં કાર્યરત ત્રણ પત્રકારોને આ એવોર્ડ સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો. જેમાં ભારતની ભારતીય મૂળની અમેરિકન મહિલા પત્રકાર મેઘા રાજગોપાલન (Megha Rajagopalan) નો પણ સમાવેશ થાય છે. જેમને આંતરરાષ્ટ્રીય રીપોર્ટિંગની કેટેગરીનો પુલિત્ઝર એવોર્ડ મળ્યો છે. આ ત્રણેય પત્રકારોએ ચીનના ડિટેન્શન કેમ્પનો પર્દાફાશ કર્યો હતો.

 

મેઘા ગોપાલન (Megha Rajagopalan) અમેરિકન ઓનલાઈન મીડિયા બઝન્યૂઝમાં આંતરરાષ્ટ્રીય રીપોર્ટિંગ કરે છે. ચીનમાં ઉઈઘુર મુસ્લિમો માટે બનાવાયેલા ડિટેન્શન કેમ્પ અંગે સેટેલાઈટ ઈમેજ આધારે બઝન્યૂઝમાં મેઘા ગોપાલન, એલિસન કિલિંગ અને ક્રિસ્ટો બુશેકે લેખ લખ્યા હતા જે બાદ આ મેટર ચર્ચામાં આવી હતી. અને ચીનની પોલ ખોલી હતી.

ટમ્પા બે ટાઇમ્સના નીલ બેદીને સ્થાનિય રિપોર્ટીંગ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મેઘા રાજગોપાલનની સાથે સાથે ઇન્ટરનેટ મીડિયા બજફીડ ન્યુઝના બે બીજા મોટા પત્રકારોને પણ પુલિત્ઝર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતીય મુળના પત્રકાર નીલ બેદીને સ્થાનિય રિપોર્ટીંગ કેટેગરી માટે પણ પુલિત્ઝર એવોર્ડથી નવાજવામા આવ્યા હતા.

ઇન્વેસ્ટીગેશન સ્ટોરી

પત્રકાર નીલ બેદીને (Neil Bedi) ફ્લોરિડામાં સરકારી અધિકારીઓના બાળકોની તસ્કરીને લઇને ટેપા બે ટાઇમ્સ માટે એક ઇન્વેસ્ટીગેશન સ્ટોરી કરી હતી. જે સ્ટોરી દ્વારા નીલ બેદીએ મહત્વના ખુલાસા પણ કર્યાં હતા.

Pulitzer Prize

PC: Google Image

વર્ષ 1917માં પહેલીવાર આપવામા આવ્યો હતો આ પુરસ્કાર

પત્રકારિતા ક્ષેત્રમાં પુલિત્ઝરને પુરસ્કારને સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે. સૌથી પહેલાં આ એવોર્ડ વર્ષ 1917માં આપવામાં આવ્યો હતો. જેમા અમેરિકામાં પત્રકારિતા ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પણ માનવમાં આવે છે. કોરોનાના કારણે આ એવોર્ડનું આયોજન 19 એપ્રિલ 2021 ના બદલે જુન સુધી સ્થગિત કરવામાં આવ્યો હતો. વર્ષ 2020 માં વિજેતાઓની લિસ્ટ બહાર પડી હતી.

મેઘા રાજગોપાલએ શેર કર્યું ટ્વીટ

 

મેઘા રાજગોપાલને ટ્વીટર પર પોતાની ચેટ શેર કરી હતી, જેમા તે લખે છે, મમ્મીને હાલ મને આ મેસેજ ફોરવ્રડ કર્યો છે, પુલિત્ઝર એવોર્ડ ખુબ સરસ!!! જેમાં મેઘા રિપ્લાઇ આપે છે થેંક્યુ, પિતાનો આ સુંદર મેસેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ રહ્યો છે. મેઘા રાજગોપાલલના પિતા અમેરિકામાં જ વસ્યા છે.

Pulitzer Prize

PC: Reuters

અમેરિકામાં અશ્વેત નાગરિક જયોર્જ ફ્લોઇડની હત્યા પોલીસ અધિકારીઓ કરી હતી, તેના પર વિડિયો રેકોર્ડિંગ કરનારી યુવતી ડેનિએલા ફ્રેઝિયરને પણ વિશેષ કેટેગરીનો પુલિત્ઝર એવોર્ડ આપવામાં આવ્યો હતો.  

 

આ પણ વાંચો:  ચીની વૈજ્ઞાનિકોને ચામાચિડિયામાં કોરોનાવાયરસના નવા નમુના મળ્યા: રિપોર્ટ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment