Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝPulwama Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, મોસ્ટ વોન્ટેડ આતંકી ઉમરને સેનાએ ઘેરી લીધો

Pulwama Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, મોસ્ટ વોન્ટેડ આતંકી ઉમરને સેનાએ ઘેરી લીધો

pulwama encounter
Share Now

જમ્મુ -કાશ્મીરમાં પુલવામાના પંપોર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર ઉમર મુશ્તાક ખાંડેને ઘેરી લીધો છે. આ વર્ષે ઓગસ્ટમાં પોલીસે આતંકવાદીઓનું એક હિટલિસ્ટ જારી કર્યું હતું. મુશતક ખાંડેનું નામ પણ પોલીસની હિટ લિસ્ટમાં હતું. 

ખાંડે બે પોલીસકર્મીઓની હત્યામાં શામેલ 

પોલીસ મહાનિરીક્ષક (કાશ્મીર) વિજય કુમારે ટ્વીટ કર્યું હતું કે, ખાંડે આ વર્ષની શરૂઆતમાં શ્રીનગર જિલ્લાના બઘાટ ખાતે બે પોલીસકર્મીઓની હત્યામાં કથિત રીતે શામેલ હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે, શ્રીનગરના બઘાટમાં બે પોલીસ કર્મીઓની હત્યા અને આતંકવાદ સંબંધિત અન્ય ગુનાઓમાં ટોચના 10 આતંકવાદીઓમાં શામેલ એવા લશ્કરે કમાન્ડર ઉમર મુસ્તાક ખાંડે પંપોરમાં ફસાયો છે.

pulwama encounter

આ પણ વાંચો:ખેડૂત આંદોલન સ્થળના મંચ પાસે યુવકની હત્યા, જુઓ કોના પર લાગ્યો આરોપ

આતંકવાદીઓ વિરુદ્ધ સૌથી મોટું અભિયાન શરૂ 

તમને જણાવી દઈએ કે જમ્મુ -કાશ્મીરમાં સેનાએ આતંકીઓ વિરુદ્ધ સૌથી મોટું અભિયાન શરૂ કર્યું છે. એક તરફ પૂંછના જંગલોમાં છુપાયેલા સેનાના જવાનો આતંકવાદીઓનો સામનો કરી રહ્યા છે, અને બીજી બાજુ સેના સામાન્ય લોકોને નિશાન બનાવી રહેલા આતંકવાદીઓને મારી રહ્યા છે. ગઈ કાલે બે જવાનોની શહાદત બાદ સુરક્ષા દળોએ અલગ અલગ સ્થળોએ 2 આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે આતંક સામે લડવાની સેનાની મજબૂત તૈયારી છે. જોકે, પૂંછમાં છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 7 સૈનિકો શહીદ થયા છે.

પૂંછ અને રાજૌરી વચ્ચે ડેરા કી ગલીની ટેકરીઓ 

 પૂંછ અને રાજૌરી વચ્ચે ડેરાની ગલીની ટેકરીઓ છે. જ્યાં આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.  પૂંછ પછી POK શરૂ થાય છે જ્યાં પાકિસ્તાને બાલાકોટ વિસ્તારમાં આતંકવાદીઓએ લોન્ચ પેડ બનાવ્યા છે. આતંકવાદીઓ આ લોન્ચ પેડ્સમાંથી પૂંછમાં પ્રવેશ કરે છે અને પછી ડેરા ગલીની ટેકરીઓમાં છુપાઇ જાય છે. ત્યારબાદ તેઓ સરળતાથી રાજૌરી અથવા શ્રીનગરમાં પ્રવેશ કરી શકે છે. આતંકવાદીઓ રાજૌરી કે શ્રીનગર સુધી ના પહોંચે, તેથી સેના તેમને ડેરાની ગલીની ટેકરીઓમાં રોકવાનો પ્રયત્ન કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ -કાશ્મીરમાં પુલવામાના પંપોર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર ઉમર મુશ્તાક ખાંડેને ઘેરી લીધો છે. આ વર્ષે ઓગસ્ટમાં પોલીસે આતંકવાદીઓનું એક હિટલિસ્ટ જારી કર્યું હતું. મુશતક ખાંડેનું નામ પણ પોલીસની હિટ લિસ્ટમાં હતું. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjT&k news

No comments

leave a comment