Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝપંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહ આજે પીએમ મોદી સાથે કરી શકે મુલાકાત

પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહ આજે પીએમ મોદી સાથે કરી શકે મુલાકાત

PUNJAB POLITICS
Share Now

પંજાબમાં રાજકીય ખેંચતાણ સતત કેપ્ટન અને સિદ્ધુને લઇ થતી રહે છે. એવામાં ગઈ કાલે મુખ્યમન્ત્રી અમરિન્દર ગૃહ મનત્રી અમિત શાહને મળ્યા અને રાજનીતિ ગરમાઈ. પંજાબમાં રાજકીય હલચલ વચ્ચે દિલ્હી પહોંચેલા મુખ્યમંત્રી અમરિંદર સિંહ (CM Amrindar singh) બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) સાથે મુલાકાત કરી શકે છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ માહિતી આપી છે. આ સમાચાર સામે આવ્યા બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ થઈ ચુક્યું છે. તે વાત તો જગજાહેર છે કે પંજાબમાં પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની રાજકીટ બેટિંગ ‘કેપ્ટન’ને પસંદ આવી રહી નથી. તેને લઈને અમરિંદર સિંહ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી ચુક્યા છે. ત્યાં તેમને હદમાં રહીને કામ કરવાની ચેતવણી પણ મળી ચુકી છે.

સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે વધતો આંતરિક વિખવાદ

આપને જણાવી દઈએ કે પંજાબમાં અમરિંદર સિંહની સ્થિતિ સતત નબળી પડી રહી છે. કહેવા માટે તો તે મુખ્યમંત્રી છે પરંતુ નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે કમાન સંભાળ્યા બાદ કેપ્ટનનું કંઈ ચાલી રહ્યું નથી. સિદ્ધુ સતત સરકાર પર હુમલા કરતા રહે છે.હાલમાં સિદ્ધુએ ફરીથી ટ્વિટર પર અમરિંદર સિંહ સરકાર પર હુમલો કર્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ પોતાના ટ્વીટમાં લખ્યુ- ડ્રગના કારોબારના દોષીતોને સજા આપવા માટે 18 પોઈન્ટના એજન્ડા હેઠળ કોંગ્રેસની પ્રાથમિકતા રહી છે. મજીઠિયા પર શું કાર્યવાહી કરવામાં આવી. જો વધુ વિલંબ થયો તો રિપોર્ટ જાહેર કરવા માટે પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ લાવીશું.

આ પણ વાંચો : Covaxin અને Covishield વેક્સિનના મિક્સિંગ પર સ્ટડીની મંજૂરી

શું રંગ લાવશે મુલાકાત, અમિત શાહ સાથે પણ કરી હતી વાત

મંગળવારે અમરિંદર સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે કિસાનોના લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનના સામાજિક, આર્થિક અને સુરક્ષા પ્રભાવોનો હવાલો આપતા ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી હતી. આ દરમિયાન તેઓએ પંજાબમાં ડ્રોનના ખતરો, ખેડૂત આંદોલન અને ખેડૂતો નેતાઓની સુરક્ષાના મુદ્દે વાત કરી. તેઓએ શાહ સમક્ષ સેન્ટ્રલ ફોર્સની 25 કંપનીઓ આપવામાં આવે તેવી પણ માગ કરી. કેપ્ટનની પ્રધાનમંત્રી સાથે મુલાકાત શું રંગ લાવશે તે આવનારો સમય જણાવશે.

સરહદ પારથી ખેડૂતોને સરકાર વિરૂદ્ધ ભડકાવવામાં આવી રહ્યાં

કેપ્ટને જણાવ્યું કે પ્રદેશના 5 ખેડૂત નેતાઓના જીવને ખતરો છે. આ નેતા પંજાબ અને હરિયાણા પોલીસની સિક્યોરિટી લેવાનો ઈનકાર કરી ચુક્યા છે. તેથી કેન્દ્ર આ નેતાઓની સુરક્ષાની વ્યવસ્થા કરે. તેઓએ કહ્યું કે ખેડૂત આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યું છે. હવે સરહદ પારથી ખેડૂતોને સરકાર વિરૂદ્ધ ભડકાવવામાં આવી રહ્યાં છે. કેપ્ટને પાકિસ્તાન સરહદ પર તહેનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ને એન્ટી ડ્રોન ટેક્નોલોજી આપવાની પણ માગ કરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment