Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝશું નવજોત સિંહ સિદ્ધુને મળી શકે છે મોટી જવાબદારી ?

શું નવજોત સિંહ સિદ્ધુને મળી શકે છે મોટી જવાબદારી ?

siddhu is new face of panjab ?
Share Now

રાજનીતિના બે મોટા નેતાઓની લડાઈ પંજાબમાં ચાલી રહી છે…એક તરફ દિલ્હીમાં સિદ્ધુ હાઈ કમાન સાથે બેઠક કરી તો બીજી તરફ કેપ્ટ્નએ લંચ પાર્ટી કરી…જો કે કોંગ્રેસના મોટા નેતા અમરિન્દર છે પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર કેપ્ટ્નની માંગ એવી છે કે સિદ્ધુ અને નીચે કામ કરે…મિટિંગ બાદ ઘણા નેતાઓએ કહ્યું કે મિટિંગ વિકાસના કામો માટે હતી પરંતુ ઘણા નેતાઓએ કીધું કે મિટિંગમાં સીધું સાથે સમાધાન થયું…કહી રહ્યા છે કે મતભેદ અને મનભેદ ખતમ થઇ ગયા…એ પણ સાફ દેખાઈ રહ્યું છે કે ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં એ પોતાના ચહેરે જ લાડવા માંગે છે… પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને ખતમ કરવા માટે પાર્ટી હાઈકમાન તરફથી જલદી મોટો નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હાઈકમાન નવજોત સિંહ સિદ્ધુ પર મહેરબાન જોવા મળી રહી છે. તેમને જલદી કોઈ મોટી જવાબદારી મળી શકે છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે પણ મુલાકાત

પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સહિત તમામ ધારાસભ્ય અને મંત્રી દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડના દરબારમાં હાજરી આપી ચૂક્યા છે. પૂર્વ મંત્રી અને ફાયર બ્રાન્ડ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પણ દિલ્હી જઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે પણ મુલાકાત કરી છે. ત્યાર બાદ તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ મળ્યાં હતા.

કેપ્ટન મંત્રીમંડળમાં પણ ફેરબદલ શક્ય

આગામી વર્ષે થનારી પંજાબ વિધાનસભા ચૂંટણીને જોતા પાર્ટી હાઈકમાન પંજાબમાં એન્ટી ઈન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર)ને દૂર કરવાની કોશિશમાં છે. આ માટે કેપ્ટન અમરિન્દર સિંહ મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે. કોઓર્ડિનેશન કમિટીએ પણ તેની ભલામણ કરી છે.

હાઈકમાનની ઓફરથી ખુશ નથી સિદ્ધુ

સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ હાઈકમાન નવજોત સિંહ સિદ્ધુને પંજાબમાં કેમ્પેઈનિંગ કમિટીના ચીફનું પદ આપવા માંગે છે. પરંતુ સિદ્ધુ હાઈકમાનની આ ઓફરથી ખુશ નથી. સૂત્રોના જણાવ્યાનુસાર આ મુલાકાતમાં કોંગ્રેસના બીજા નેતાઓની તુલનામાં સિદ્ધુની વીઆઈપી ટ્રીટમેન્ટ મળવાને કારણે પંજાબના કોંગ્રેસ નેતા અંદરખાને નારાજ છે તો સિદ્ધુને હવે કોંગ્રેસ હાઈકમાન્ડ મોટી જવાબદારી સોંપી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસ સિદ્ધુને પ્રચાર કમિટીના ચેરમેન પણ બનાવી શકે છે.

આ પણ જુઓ : ‘આપ’ ના રાત ઉજાગરા ફળશે ?

હિન્દુ નેતા સિદ્ધુને નથી બનાવવા માંગતા PPCC ચીફ

lunch party of captaoin

ndtv

મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ગુરુવારે કોંગ્રેસના હિન્દુ ભાઈચારાના નેતાઓ સાથે 4 કલાક ચંડીગઢમાં બેઠક કરી. આ દરમિયાન હિન્દુ ભાઈચારાના નેતાઓએ સિદ્ધુ અંગે સીએમ સામે પોતાની વાત રજુ કરી. જેમાં ત્રણ મુખ્ય વાતો હતી. 1. પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટી (PPCC) ચીફ હિન્દુ ભાઈચારાના નેતા હોવા જોઈએ. 2 સિદ્ધુને PPCC ના ચીફ તરીકે સ્વીકારવામાં નહીં આવે. 3. હાઈકમાને પંજાબના શહેરી વોટરને ધ્યાનમાં રાખવા જોઈએ.

પાર્ટી હાઈકમાન સાથે મુલાકાત કરી શકે છે અમરિન્દર સિંહ

હાઈકમાને સીએમ કેપ્ટન અમરિન્દર સિંહને પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું, પરંતુ હજુ સુધી સીએમએ પીસી કરી નથી. આ બધા વચ્ચે એવી અટકળો થઈ રહી છે કે અમરિન્દર સિંહ એકવાર ફરીથી દિલ્હી આવી શકે છે અને કોંગ્રેસ હાઈકમાન સાથે તેમની મુલાકાત થઈ શકે છે.

સિદ્ધુ જેવો કોઈ આદમી ન હોવો જોઈએ દેશનો નેતા-અકાલી દળ

અકાલી દળના નેતા મહેશ ઈન્દર સિંહ ગ્રેવાલે નવજોત સિંહ સિદ્ધુ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પંજાબ બરબાદ થઈ રહ્યું છે અને કોંગ્રેસ પોતાની સીટ બચાવવામાં લાગી છે. કોંગ્રેસની સરકાર નિર્ણય નથી લઈ શકતી. તેઓ સિદ્ધુને ચમકાવી રહ્યા છે. પરંતુ તે કોંગ્રેસ માટે જોખમ બનશે. નવજોત સિંહ સિદ્ધુ જેવો માણસ દેશનો નેતા ન હોવો જોઈએ. કારણ કે તેની મિત્રતા ઈમરાન ખાન સાથે છે જે આપણા દેશ માટે જોખમી બની શકે છે. કોંગ્રેસે તે સમજવું જરૂરી છે.

સિદ્ધુને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાતા નારાજ થયેલા કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે સિદ્ધુ ધારાસભ્ય છે પરંતુ બીજા ધારાસભ્યોની ઉપેક્ષા કરીને તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવી સારી વાત નથી. પંજાબ કોંગ્રેસ અધ્ય સુનિલ જાખડે જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓમાં અરસપરસનો મતભેદ ખતમ થવો જોઈએ. તેમણે કહ્યું કે મને કોંગ્રેસ હાઈકમાન્ડે બોલાવ્યો નથી. આશા છે કે 2022 ની ચૂંટણી પહેલા કોંગ્રેસનો આંતરિક વિખવાદ શમી જશે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment