પંજાબમાં એક તરફ રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે.પહેલા કેપ્ટનએ રાજીનામુ આપ્યું ત્યારબાદ પંજાબમાં નવી સરકાર બની અને ત્યારબાદ નવા મુખ્યમંત્રી ચરંજીતસિંહ ચાંની સાથે મતભેદને કારણે અને પાર્ટીની નારાજગીથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામુ આપ્યું જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો. તો બીજી તરફ કેપ્ટન અમરિંદરની દિલ્હી શાહ સાથેની મુલાકાતને લઇ ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આજે સવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી. આ અગાઉ બુધવારે મોડી સાંજે ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. કેપ્ટન અમરિન્દર સિંહ અને અમિત શાહની આ મુલાકાત લગભગ 50 મિનિટ ચાલી હતી. અમરિન્દર સિંહ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે.
કોંગ્રેસથી નારાજ રાજકારણના આ દિગ્ગજ નેતા હવે પોતાનો નવો દાવ ખેલી શકે
Delhi: Former Punjab CM Captain Amarinder Singh leaves from the residence of NSA Ajit Doval pic.twitter.com/1pusKM9HhO
— ANI (@ANI) September 30, 2021
ગઈ કાલે સાંજે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ કેપ્ટને જણાવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ સાથે ખેડૂતોના મુદ્દે ચર્ચા થઈ હતી. એવી અટકળો થઈ રહી છે કે કોંગ્રેસથી નારાજ રાજકારણના આ દિગ્ગજ નેતા હવે પોતાનો નવો દાવ ખેલી શકે છે. છેલ્લા ત્રણ દિવસથી તેઓ દિલ્હીમાં છે. આજે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળવા તેમના ઘરે પહોંચ્યા. હજુ જો કે એ ખબર નથી પડી કે કેપ્ટન અને ડોભાલ વચ્ચે શું ચર્ચા થઈ. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પંજાબને જોડાયેલી પાકિસ્તાન બોર્ડર અંગે ચર્ચા થઈ હોઈ શકે. કેપ્ટન અગાઉ પણ રાષ્ટ્રીય સુરક્ષાની વાતો કરતા રહ્યા છે.
આ પણ વાંચો : સાંસદ મનસુખ વસાવાનું “વન સંપત્તિ બચાવો”અનોખું અભિયાન
ગઈ કાલે કેપ્ટનના નીકટના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રીએ ગૃહમંત્રી સાથે પંજાબની આંતરિક સુરક્ષાની સ્થિતિ ઉપર પણ ચર્ચા કરી છે. આવામાં ડોભાલ સાથે મુલાકાત પણ તેને જોડવામાં આવી રહી છે.
શાહને મળ્યા બાદ અમરિન્દર સિંહે ટ્વીટ કરી આપી જાણકારી
Met Union Home Minister @AmitShah ji in Delhi. Discussed the prolonged farmers agitation against #FarmLaws & urged him to resolve the crisis urgently with repeal of the laws & guarantee MSP, besides supporting Punjab in crop diversification. #NoFarmersNoFood
— Capt.Amarinder Singh (@capt_amarinder) September 29, 2021
શાહને મળ્યા બાદ અમરિન્દર સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યો. કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન અંગે ચર્ચા કરી અને તેમને આગ્રહ કર્યો કે કાયદાને રદ કરી, MSP ની ગેરંટી આપે તથા પંજાબમાં પાક વિવિધિકરણને સહયોગ આપીને આ સંકટનું તત્કાળ સમાધાન કરવામાં આવે.
તો ભાજપ માટે કેપ્ટનના આવવાથી તેમના બંને હાથમાં લાડુ આવી જશે. એક તરફ, કેપ્ટનની મદદથી ખેડૂત આંદોલનનો ઉકેલ કાઢવામાં આવશે. તો બીજી બાજુ, પંજાબમાં ભાજપને એક મોટો શીખ ચહેરો મળી જશે. કેપ્ટન અને શાહ વચ્ચે બેઠક થઈ છે એ વાતની જાણ થતાં પંજાબનું રાજકારણ વધુ ગરમાયું છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt