Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝપંજાબ કોંગ્રેસના કાર્યક્રમ દરમ્યાન સિદ્ધુ અને કેપ્ટન વચ્ચેની તિરાડ દેખાઈ

પંજાબ કોંગ્રેસના કાર્યક્રમ દરમ્યાન સિદ્ધુ અને કેપ્ટન વચ્ચેની તિરાડ દેખાઈ

punjab,congres, navjot singh sidhu, captain amrindar singh
Share Now

પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ વિવાદનો પાર્ટી હાઇકમાંડ દ્વારા અંત લાવવામાં આવ્યો છે. અને પાર્ટી દ્વારા એવું પણ કહવામાં આવે છે કે, પંજાબ કોંગ્રેસમાં કોઈ વિવાદ નથી અને બધુંજ બરાબર છે. પરંતુ પંજાબમાં એવું કહેવાય છે કે જ્યાં સુધી બે વ્યક્તિઓ એક બીજાને ભેટે નહીં અથવા નાની ઉંમરનો વ્યક્તિ તેના વડીલના પગને સ્પર્શ ન કરે ત્યાં સુધી માફી માનવામાં આવતી નથી. ત્યારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબ કોંગ્રેસના નવા પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ એકબીજાને ભેટયા પણ નથી. કે ના તો સિદ્ધુએ સીએમ અમરિંદર સિંહના પગ્ર સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા છે. ત્યારેગઈ કાલે શુક્રવારે ચંદીગઢમાં કોંગ્રેસ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના બંને મોટા નેતાઓ સાથે બેઠા જોવા મળ્યા હતા. જોકે, આ કાર્યક્રમમાં બંને વચ્ચેનો ચાલી રહેલ આંતરિક વિખવાદ જોઈ શકાતો હતો.  

કાર્યક્રમમાં બંને નેતાઓ વચ્ચે રહેલી તિરાડ દેખાઈ  

શુક્રવારે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓ વચ્ચેની તિરાડ સ્પષ્ટ દેખાઈ રહી હતી.  ચંદીગઢના કોંગ્રેસ ભવનમાં તમામ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓને ચા પીવા બોલાવ્યા હતા, પરંતુ આ કાર્યક્રમ દરમિયાન સિદ્ધુ ગુમ રહ્યા હતા. સિદ્ધુને આયોનજ સ્થળ પર પાછા બોલાવવા પડ્યા, હતા. જ્યાં તેમણે ટેબલની બીજી બાજુથી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું અને કહ્યું કે તે મુખ્યમંત્રીને જોઈને તેઓ ખુશ છે. આ પછી તેમણે મુખ્યમંત્રીને કહ્યું કે તેઓ અરદાસ માટે ગયા હતા. કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસના નેતાઓએ સિદ્ધુને મુખ્યમંત્રીની પાસે બેસવાનું કહ્યું અને બંનેના ફોટોગ્રાફ્સ લીધા હતા. સિદ્ધુ સાથેની વાતચીત દરમિયાન કેપ્ટન સતત ઘડિયાળ તરફ ધ્યાન આપીને પાર્ટીના નેતાઓને સંકેત આપી રહ્યા હતા મુખ્ય કાર્યક્રમ મોડો થઈ રહ્યો છે.

punjab,congres, navjot singh sidhu, captain amrindar singh

PC- TOI

આ પણ વાંચો:શ્યામાપ્રશાદ મુખર્જી પ્રોજેકટ

સિદ્ધુ જ્યારે જન્મ્યા તીરે હું સેનામાં ભરતી થયો હતો 

સિદ્ધુ કોંગ્રેસ ભવન પહોંચ્યા ત્યારે તેમને મુખ્યમંત્રીના પગે લાગ્યા હતા.અને પછી બંને નેતાઓ એકબીજા સાથે બેઠા હતા. જો કે, આ સમય દરમિયાન બંને વચ્ચે ભાગ્યે જ કોઈ વાત થઈ હતી. કોંગ્રેસ ભવનની દિવાલો સિદ્ધુના પોસ્ટરોથી ભરેલી હતી. કાર્યક્રમ દરમ્યાન પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ છોડનાર સુનિલ જાખડે ભાષણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં કેપ્ટને પોતાના ભાષણમાં  કહ્યું કે સિદ્ધુનો જન્મ થયો ત્યારબાદ તે સેનામાં જોડાયો હતો. તેમણે સિદ્ધુને નવી પોસ્ટ માટે અભિનંદન આપ્યા અને કહ્યું કે સિદ્ધુના પિતાએ જ તમને રાજકારણમાં પ્રવેશવાનો રસ્તો બતાવ્યો હતો. તેઓ અવારનવાર સિદ્ધુના ઘરે આવતા જતાં રહેતા હતા. તેમના ભાષણ દરમિયાન તેમણે સિદ્ધુ તરફ જોઈને તેમને સાંભળવાનું કહ્યું. જ્યારે સિદ્ધુનો વારો આવ્યો ત્યારે સિદ્ધુ મુખ્યમંત્રીની સામે જોયા વિના સ્ટેજ તરફ આગળ વધ્યા હતા. જો કે, તેમણે માઇક પકડતા પહેલા પૂર્વ સીએમ રજિન્દર કૌર ભટ્ટલ અને વરિષ્ઠ નેતા લાલસિંહને પેજ લાગ્યા હતા.  

સિદ્ધુએ ભાષણમાં કેપ્ટનનું એક જ વાર લીધું નામ 

કાર્યક્રમમાં સિદ્ધુના ભાષણથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેમનો ચૂંટણી પ્રચાર, વીજળીના ભાવ ઘટાડવા અને ખાનગી વીજ ખરીદીના કરારને ખતમ કરી નાખવા તેમજ 2015 ના ગોળીબાર મામલામાં ન્યાય જેવા મુદ્દાઓની આસપાસ રહેશે. તેમના ભાષણ દરમિયાન તેમણે ફક્ત એક જ વાર કેપ્ટનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘આ મુદ્દાઓ છે સીએમ સાહેબ છે અને આપડે તેનો હલ કરવો પડશે. મારા માટે પદ નહીં મુદ્દા મહત્વના છે. અત્યારસુધી મેં ઘણા પદ છોડી દીધા છે. અત્યારે હાલમાં સૌથી મહત્વનો મુદ્દો છે કે અપડા ખેડુતો જે હાલ વિરોધ કરવા માટે રસ્તાઓ પર બેઠા છે.

ટિકિટ વિતરણ સમયે થશે ખરી કસોટી 

પંજાબમાં સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે ચાલી રહેલ વિવાદનો પાર્ટી હાઇકમાંડ દ્વારા અંત લાવવામાં આવ્યો છે. અને આ મુદ્દે દિલ્હીમાં રાહુલ ગાંધીએ કયું છે કે પંજાબ કોંગ્રેસમાં બધુ બરાબર છે. પરંતુ પંજા કોંગ્રેસમાં કેટલું બરાબર છે તે તો આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વિતરણ સમયે જ ખબર પડશે. પંજાબમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસ વિજય નોંધાવે છે, તો પછીનો સીએમ કોણ હશે આ સવાલ હજી અટવાયો છે. હાલ તો કેપ્ટનની ઇચ્છા વિરુદ્ધ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવીને પાર્ટી હાઇકમાંડે મામલો ઠંડો પડ્યો છે. પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રી એજ બને છે જેની પાસે વધારે ધરસભ્યોનું સમર્થન હોય. ત્યારે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં સિદ્ધુ અને કેપ્ટન બંને પોતાના સમર્થકોને વધુમાં વધુ ટિકિટ મળે તેવો અગર રાખશે. અને તેના લીધે થઈને પંજાબ કોંગ્રસમાં ફરી એકવાર વિખવાદ થશે.  હાલ તો કેપ્ટનની મરજી વિરુદ્ધ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવા અને  ત્યારબાદ કેપ્ટનની જાહેરમાં માફી અને પછી સીએમને  સિદ્ધુને મળવાની ફરજ પાડવી આ બધુ જોતાં સિદ્ધુનું કદ કેપ્ટન કરતાં વધારે હોય તેવુંય લાગી રહ્યું છે. 

હાર નહીં માંઅને કેપ્ટન 

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં સિદ્ધુનું કદ દિવસેને દિવસે વધી રહ્યું છે. પરંતુ કેપ્ટન પણ એટલી જલ્દી હથિયાર નહીં મકે. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કેપ્ટન તેમના સાર્થકોને વધુમાં વધુ ટિકિટ મળે તેવા પૂરા પ્રયત્નો કરશે.  કેપ્ટનનો પંજાબમાં ઘણો દબદબો રહેલો છે. જેને લઈને વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પાર્ટી કેપ્ટનને અવગણી શકે તેમ પણ નથી . પ્રદેશ અધ્યક્ષ તરીકે ટિકિટ વિતરણ સમયે સિદ્ધુની વાત સાંભળવામાં આવશે. પરંતુ આ પ્રક્રિયામાં કેપ્ટનનો રોલ પણ મહત્વનો રહેશે. 

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે શુક્રવારના રોજ ચંદીગઢ ખાતે આવેલ કોંગ્રેસ ભવનમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પંજાબના મુખ્યમંત્રી, કોંગ્રેસના ધારાસભ્ય અને પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન સિદ્ધુ અને કેપ્ટન વચ્ચેની તિરાડ સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી.  

No comments

leave a comment