Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeન્યૂઝPunjab: સિદ્ધુએ કોંગ્રેસ પાસે આ ત્રણ શરત મૂકી, હાઇકમાન્ડ સ્વીકારવા તૈયાર નથી

Punjab: સિદ્ધુએ કોંગ્રેસ પાસે આ ત્રણ શરત મૂકી, હાઇકમાન્ડ સ્વીકારવા તૈયાર નથી

Punjab
Share Now

કોંગ્રેસ માટે પંજાબ (Punjab)માં વિધાનસભાની ચૂંટણી (Assembly Election)પહેલા શરૂ થયેલી મુશ્કેલીઓનો અંત નથી આવતો. નવજોત સિંહ સિદ્ધુ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને નવા મુખ્યમંત્રીના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કોંગ્રેસ (Congress)હાઇકમાન્ડ પણ હવે ચરણજીત સિંહ ચન્ની સાથે ઉભા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ, મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખુદ કહ્યું છે કે, સિદ્ધુ સાથે વાત કરવામાં આવશે, પરંતુ તેઓ આરોપો ટાળી રહ્યા છે.

પંજાબ (Punjab)માં પ્રદેશ અધ્યક્ષ  પદેથી રાજીનામા બાદ સિદ્ધુએ કઈ શરતો મૂકી છે?

રાજીનામું (Resign)આપતી વખતે નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)એ કહ્યું હતું કે, તેઓ કોઈ પણ પ્રકારનું સમાધાન કરી શકતા નથી. બુધવારે પણ એક વીડિયો સંદેશમાં, તેમણે ભાર મૂક્યો હતો કે નવી સરકારમાં કલંકિતોને સ્થાન આપવામાં આવ્યું છે, પછી ભલે તે મંત્રી હોય કે એડવોકેટ જનરલ.

આ પણ વાંચો: Punjab: કોંગ્રેસ હાઇકમાન્ડ માટે હવે કપરા ચઢાણ ! નવા પ્રદેશ અધ્યક્ષની શોધમાં

કોંગ્રેસ હાઇકમાન્ડે હાથ ઉંચા કરી દીધા !

નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ (Congress High Command)પણ કડક મૂડમાં છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર બુધવારે હાઈકમાન્ડે પ્રભારી હરીશ રાવતની ચંડીગઢ મુલાકાત રદ કરી હતી. જ્યાં તેઓ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)ને મનાવવા જઈ રહ્યા હતા. હાલના સંજોગોમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સીએમ ચન્ની સાથે સંપૂર્ણપણે ઉભા છે અને હવે નવા પ્રદેશ અધ્યક્ષની શોધ શરૂ થઇ ગઇ છે. કુલદીપ નાગરા, રવનીત સિંહ બિટ્ટુ હાલમાં પંજાબ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ બનવાની રેસમાં છે.

પંજાબ (Punjab)ના સીએમએ સવાલને ટાળ્યા

રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આજે બુધવારે કેબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી હતી. તે દરમિયાન જ્યારે તેમને નવજોત સિંહ સિદ્ધુના આરોપો પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે, નવજોત સિંહ સિદ્ધુ સાથે વાતચીત ચાલી રહી છે. સરકાર પાર્ટીની વિચારધારા પર જ કામ કરી રહી છે. ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, તેમણે નવજોત સિંહ સિદ્ધુ સાથે ફોન પર વાત કરી છે, તેઓ જલ્દી જ તેમને મળશે અને જે પણ થશે તેની ચર્ચા થશે.

નોંધનીય છે કે, પંજાબ (Punjab)માં આગામી વર્ષે વિધાનસભા (Assembly)ની ચૂંટણી (Election)ઓ યોજાવાની છે, એક તરફ કોંગ્રેસમાં અંદરો અંદર ટક્કર ચાલી રહી છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટી અને અકાલી દળ સતત ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. કોંગ્રેસ નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા પર મંથન કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પંજાબમાં પ્રચાર કરી રહ્યા છે.

PM મોદીની જો બાયડન સાથે મુલાકાત જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment