પંજાબ સરકારે રવિવારે રાજ્યના લોકોને મોટી રાહત આપી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 10 રૂપિયા પ્રતિ લિટર અને 5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારનો નિર્ણય આજે મધરાતથી લાગુ થશે. આ બાબતની જાણકારી પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આપી છે.
હરિયાણા કરતાં ડીઝલ સસ્તું
પંજાબમાં 7 નવેમ્બરે પેટ્રોલ 105.02 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલ 88.76 રૂપિયા પ્રતિ લીટર છે. હવે જ્યારે રવિવાર મધ્યરાત્રિથી સરકારે આપેલ રાહત લાગુ થશે ત્યારે પંજાબમાં પેટ્રોલની કિંમત 95 રૂપિયા પ્રતિ લિટરની નજીક હશે. ડીઝલની કિંમત 83.76 રૂપિયાની આસપાસ રહેશે. રવિવારે ચંદીગઢમાં ડીઝલની કિંમત 80.90 રૂપિયા અને પેટ્રોલની કિંમત 94.23 રૂપિયા પ્રતિ લીટર છે. પાડોશી રાજ્ય હરિયાણામાં પેટ્રોલની કિંમત 95.30 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.53 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે પંજાબ સરકારનો નિર્ણય લાગુ થશે ત્યારે રાજ્યમાં ડીઝલ હરિયાણા કરતા સસ્તું થશે. જોકે આ કિંમતો ચંદીગઢ કરતા વધારે હશે.
We have decided to decrease petrol and diesel prices by Rs 10 per litre and Rs 5 per litre, respectively, to be effective from midnight today: Punjab CM Charanjit Singh Channi pic.twitter.com/Q3PP1scPeo
— ANI (@ANI) November 7, 2021
આ પણ વાંચો:રાહુલ ગાંધીને પૂછ્યું કે જો તેઓ વડાપ્રધાન બનશે તો શું કરશે, સાંભળો શું હતો જવાબ
ભાજપ શાસિત રાજ્યોએ પહેલેથી જ વેટમાં ઘટાડો કર્યો
દિવાળીના એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી. આ પછી રાજ્યોને પણ વેટ ઘટાડવાની અપીલ કરવામાં આવી હતી. ભાજપ શાસિત ઘણા રાજ્યોએ તે જ રાત્રે વેટ ઘટાડ્યો હતો પરંતુ કોંગ્રેસ શાસિત રાજ્યોએ વેટ ઘટાડ્યો ન હતો.
પંજાબ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને રાજ્યમાં વેટ ઘટાડવાની માંગ કરી હતી. માંગ નહીં સ્વીકારાય તો હડતાળની ચેતવણી આપવામાં આવી હતી. તે જ સમયે, વિધાનસભા ચૂંટણીના દબાણમાં, આખરે ચન્ની સરકારે પણ વેટ ઘટાડવાનો નિર્ણય લીધો. આ પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પેટ્રોલ અને ડીઝલ પર રાહત આપવાની વાત કરી હતી.
પડોશી રાજ્યો કરતાં ભાવ મોંઘા હતા
પંજાબમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ કરતા ઘણા વધારે હતા. 10 રૂપિયાથી વધુનો તફાવત હતો. આ જ કારણ છે કે પંજાબના સરહદી જિલ્લાઓમાંથી લોકો બળતણ મેળવવા માટે પડોશી રાજ્યોમાં જઈ રહ્યા છે. પંજાબમાં પેટ્રોલ પંપ પર ઈંધણનું વેચાણ 25 ટકા સુધી ઘટી ગયું છે. હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે. પંજાબ સરકારે રવિવારે રાજ્યના લોકોને મોટી રાહત આપી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 10 રૂપિયા પ્રતિ લિટર અને 5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારનો નિર્ણય આજે મધરાતથી લાગુ થશે. આ બાબતની જાણકારી પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આપી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4