પંજાબ સરકારે જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીમાં ધરપકડ કરાયેલા પ્રદશનકારીઓને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. પંજા સરકાર દ્વારા આ વર્ષે પ્રજાસત્તાક દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા બાદ દિલ્હીમાં ધરપકડ કરાયેલા 83 લોકોને નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું છે કે ધરપકડ કરાયેલા 83 પ્રદર્શનકારીઓને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. જો કે પંજાબ સરકારના આ પગલાથી વિવાદ ઉભો થાય તેવી શક્યતા છે.
83 લોકોને વળતર આપવાનું કર્યું નક્કી
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ એક ટ્વિટમાં પુષ્ટિ કરી છે કે તેમની સરકાર દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ લોકોને વળતર ચૂકવશે. તેમણે કહ્યું, “ત્રણ કાળા કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂતોના વિરોધને સમર્થન આપવા માટે મારી સરકારના વલણને પુનરાવર્તિત કરીને, અમે 26 જાન્યુઆરી 2021 ના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રેક્ટર રેલી યોજવા બદલ દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 83 લોકોને 2 લાખનું વળતર આપવાનું નક્કી કર્યું છે.
Reiterating My Govt’s stand to support the ongoing #FarmersProtest against three black farm laws, We have decided to give Rs 2 lakh compensation to 83 people arrested by Delhi Police for carrying out a tractor rally in the national capital on 26th January, 2021.
— Charanjit S Channi (@CHARANJITCHANNI) November 12, 2021
આ પણ વાંચો:કોરોનાકાળ પહેલાંની જેમ સામાન્ય રીતે દોડશે તમામ સ્પેશિયલ ટ્રેન
ટ્રેક્ટર રેલી દરમિયાન થઈ હતી હિંસા
આ વર્ષે 26 જાન્યુઆરીએ દિલ્હી પોલીસ અને ખેડૂત નેતાઓ વચ્ચેની વાતચીત બાદ કેટલાક માર્ગો પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી માટે પરવાનગી આપવામાં આવી હતી. જો કે, કેટલાક લોકો લાલ કિલ્લા પર પહોંચ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. અને પછી ટૂંક સમયમાં પરિસ્થિતિઅરાજકતામાં ફેરવાઈ ગઈ હતી. પોલીસે કહ્યું હતું કે પ્રદર્શનકારીઓએ પૂર્વ નિર્ધારિત માર્ગનું પાલન કર્યું ન હતું અને દિલ્હીમાં પ્રવેશવા માટે બેરિકેડ તોડી નાખ્યા હતા. ખેડૂતો મંજૂરી વગર લાલ કિલ્લામાં પ્રવેશ્યા અને ત્યાં ધ્વજ ફરકાવ્યો હતો.
ખેડૂતો હજુ પણ મક્કમ
તમને જણાવી દઈએ કે ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં એક વર્ષથી દિલ્હીની આસપાસ ધામા નાખ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે સરકાર આ કાયદા દ્વારા ખેતીને ખાનગી હાથમાં આપવા માંગે છે. જો કે કેન્દ્રએ આ આરોપને નકારી કાઢ્યો છે. હાલમાં ખેડૂતો કાયદો પાછો ખેંચવાની તેમની માંગ પર અડગ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4