Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝચરણજીત ચન્ની આજે પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે લેશે શપથ

ચરણજીત ચન્ની આજે પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે લેશે શપથ

chanjit channi, punja cm
Share Now

કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબને આગામી મુખ્યમંત્રીનો ચહેરો મળી ગયો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે કેબિનેટ મંત્રી અને ત્રણ વખતના ધારાસભ્ય ચરણજીત સિંહ ચન્નીને જવાબદારી આપવાનો નિર્ણય કર્યો છે. આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા દલિત શીખ ચહેરાને પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે પંજાબના નવા સીએમ ચરણજીત ચન્ની સોમવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ચન્નીને અભિનંદન આપ્યા અને કહ્યું કે આપણે પંજાબના લોકોને આપેલા વચનો પૂરા કરતા રહેવું પડશે. 

આજે સવારે 11 વાગ્યે શપથ લેશે

નામની જાહેરાત થતાં જ ચરણજીત સિંહ ચન્ની ચંદીગઢના રાજભવન ગયા અને રાજ્યપાલને મળ્યા હતા. ચન્ની સાથે પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુ અને પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ હાજર રહ્યા હતા. રાજ્યપાલને મળ્યા બાદ ચરણજીત સિંહે રાજભવનની બહાર મીડિયા સાથે વાત કરી અને સોમવારે સવારે શપથ ગ્રહણ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેઓ સવારે 11 વાગ્યે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

charanjit channi

આ પણ વાંચો:યુપી વિધાનસભા અધ્યક્ષે મહાત્મા ગાંધીની સરખામણી રાખી સાવંત સાથે કરી

ચન્નીએ ઘણાને પાછળ છોડી દીધા

શનિવારે પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું ત્યારથી નવા મુખ્યમંત્રીના નામ અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી. સૂત્રો પાસેથી ઘણા નામો બહાર આવ્યા હતા. જેમાંથી પ્રથમ નામ રાહુલ ગાંધીના નજીકના ગણાતા સુનીલ જાખરનું નામ હતું. આ પછી કોંગ્રેસ હાઈકમાન્ડે અંબિકા સોનીને પંજાબની જવાબદારી આપવાનો નિર્ણય કર્યો, પરંતુ તેણે ના પાડી. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સોનીએ કહ્યું કે તે પંજાબમાં શીખ ચહેરો મુખ્યમંત્રી બનવા માંગે છે, તેથી તે પંજાબના મુખ્યમંત્રી બનવા માંગતી નથી.

ચૂંટાયેલા ધારાસભ્ય પક્ષના નેતા

કેપ્ટન અમરિન્દરસિંહે સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદથી ઘણા નામો ચર્ચામાં ચાલી રહ્યા હતા. ગઈ કાલ  બપોરના અંત સુધીમાં સુખજિંદર સિંહ રંધાવાનું નામ સામે આવ્યું અને ઉજવણીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. તેમના સમર્થકો મીઠાઈ વહેંચતા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે રંધાવાનું નામ કોંગ્રેસ હાઇકમાન્ડને મોકલવામાં આવ્યું છે અને કોઈપણ સમયે નામની જાહેરાત કરવામાં આવશે. જોકે સાંજે  જે નેતાનું નામ સામે આવ્યું ત્યારે તે બીજું કોઈ નહીં પણ ચરણજીત સિંહ ચન્નીનું નામ હતું. ચન્ની પંજાબની અમરિંદર સરકારમાં મંત્રી હતા અને તેઓ ત્રણ વખત ધારાસભ્ય બની ચૂક્યા છે.

કેપ્ટને ચન્નીને આપ્યા અભિનંદન

પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે અપમાનનો આરોપ લગાવતા શનિવારે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી, તેમણે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ પર ઘણી વખત પ્રહાર કર્યા હતા. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે જો પાર્ટી સિદ્ધુને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવે છે તો તે તેનો વિરોધ કરશે. જોકે, ચન્ની પંજાબના ‘કેપ્ટન’ બન્યા કે તરત જ અમરિંદર સિંહે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. કેપ્ટન અમરિંદર સિંહે ટ્વિટ કર્યું, “ચરણજીત સિંહ ચન્નીને મારી શુભેચ્છાઓ. મને આશા છે કે તે સરહદી રાજ્ય પંજાબને સુરક્ષિત રાખી શકશે અને સરહદ પારથી વધતા સુરક્ષા ખતરાથી આપણા લોકોને બચાવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment