હિન્દીમાં એક કહેવત છે કે શોખ બડી ચીઝ હે. લોકોને અલગ અલગ પ્રકારના શોખ હોય છે. કેટલાક લોકો ફરવાના શોખીન હોય છે, કેટલાક કપડાના શોખીન હોય છે, કેટલાક ખાવાના શોખીન હોય છે તો કેટલાક પૈસા કમાવવાના શોખીન હોય છે, પરંતુ આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેમના શોખ ખૂબ જ વિચિત્ર પ્રકારના હોય છે અને જો તમે તેમના વિશે જાણશો તો તમને આશ્ચર્ય થશે. આવાજ એક વિચિત્ર શોખના કારણે આજકાલ પંજાબનું એક ગામ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. જે જોયા બાદ તમે પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ જશો અને હિન્દી કહેવત ‘શોખ બડી ચીઝ હે એવું કહેવાથી તમારી જાતને રોકી નહીં શકો.
ઘરોની અલગ સજાવટને કારણે ચર્ચામાં છે ઉપ્પલ ભૂપા વિસ્તાર
વાસ્તવમાં, પંજાબના જલંધર જિલ્લાનો ઉપ્પલ ભૂપા વિસ્તાર ઘરોની અલગ સજાવટને કારણે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. જો કે ઘર બનાવતી વખતે દરેક વ્યક્તિ એ વાતનું ધ્યાન રાખે છે કે તેનું ઘર ખૂબ જ સરસ અને સુંદર હોય, પરંતુ પંજાબના ઉપ્પલ ભૂપાસમાં લોકોએ પોતાના ઘરોમાં વિમાન, કમળના ફૂલ અને વોટર શિપનો આકાર આપીને પાણીની ટાંકી બનાવી છે. જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે.
Punjab | Most villagers stay abroad. Ppl here are fond of building such structures atop their houses: Mukhtiar Singh, Uppal Bhupa
"Many things are built like plane, ship &many others. Ppl from other areas also come here to see them especially the plane," says another villager pic.twitter.com/xFTGQMLyU1
— ANI (@ANI) October 30, 2021
આ પણ વાંચો:દુનિયાના એ મહાન ચિત્રકાર જેણે સળગાવી દીધી પોતાની પેઇન્ટીંગ્સ
ઉપ્પલ ભૂપા ગામમાં કોઈએ પોતાના ઘરો પર વિમાનો બનાવ્યા છે. તો કોઈએ પાણીના જહાજો જેવી ઈમારતો બનાવી છે તો કોઈએ તેની છત પર સિંહની પ્રતિમા લગાવી છે, પરંતુ વાસ્તવમાં આ બધું પાણીની ટાંકી છે. આ જોવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે. આ ઘરો વિદેશમાં રહેતા લોકોએ પોતાના શોખના કારણે બનાવ્યા છે. એક જાણીતી ન્યૂઝ એજન્સી અનુસાર, આ વિસ્તારના મોટાભાગના લોકો વિદેશમાં રહે છે અને તેઓ પોતાના ઘર પર આ પ્રકારની આકૃતિઓ બનાવવાના શોખીન છે.
ઘરની બનાવટ જોવા દૂર દૂરથી લોકો આવે છે
એક જાણીતી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જલંધરના ઉપ્પલ ભૂપાસ ગામના રહેવાસી એક વ્યક્તિએ કહ્યું કે અહીંના લોકોને આવો શોખ છે તેથી જ તેઓ આવી પાણીની ટાંકી બનાવી રહ્યા છે. અહીંના મોટાભાગના લોકો દેશની બહાર રહે છે. તેમણે કહ્યું, ‘વિમાન, બોટ અને સિંહ જેવી બીજી ઘણી પ્રકારની પાણીની ટાંકી બનાવવામાં આવે છે. વિમાનને જોવા માટે અન્ય પ્રદેશોના લોકો અહીં ખાસ આવે છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4