આપણા ભારતના કલ્ચરમાં પહેલાના સમયમાં એવું માનવામાં આવતુ હતુ કે, જમવાનું બનાવતા એટલુ સારી રીતે આવડવું જોઈએ કે મસાલા ચાખવાની જરૂર પણ પડે નહીં. એવું પણ માનવામાં આવતુ હતુ કે, ભોજન એઠુ થઈ જાય તે સારૂ નહીં કારણ કે, ભગવાન આપણે ત્યાં ગમે ત્યારે જમવા આવી શકે છે તેવી માન્યતા હતી. જૈનોની વાત કરીએ તો તેમના ત્યાં સાહેબજી ખોરાક ઓરવા આવતા હોય છે આથી તેઓ ક્યારે પણ જમવાનું બનાવતી વખતે ચાખતા નથી. વૈષ્ણવ પ્રાંતના લોકો કે પછી જેમના ઘરે લાલજી બિરાજમાન હોય છે તેઓ પણ જમવાનું બનાવતી વખતે ચાખતા નથી કારણકે, ભગવાનને ભોગ ધરાવવાનો હોય છે. આ જ બધી વાતોને ધ્યાનમાં રાખીને વડોદરામાં બેકયાર્ડ(Bake yard) સ્ટાર્ટઅપ (Startup)ની શરૂઆત ધારા વખારિયા દ્વારા કરવામાં આવી.
જે દેશમાં એક સમયે આવી માન્યતાઓ વસતી હોય ત્યાં શું તમને લાગે છે કે, બહાર બનાવવામાં આવતી મિઠાઈઓ શુદ્ધ હશે?
ચાખ્યા વગરની હશે? એઠી નહીં હોય…
શું એવી મિઠાઈ તમે જાણે-અજાણે ભગવાનના પ્રસાદમાં ધરાવો છો?
તો એકવાર નજર કરો આ આર્ટિકલ પર અને જાણો તમારા માટે બેકયાર્ડ (Bake yard) કેવી રીતે બનાવે છે શુદ્ધ મિઠાઈઓ
કોપરા પાક, બૂદીના લાડુ, મોહનથાળ
શુદ્ધ અને ચોખ્ખાઈ રીતે બનાવેલી મિઠાઈઓની વાતે આવે ત્યારે વડોદરાની માતા-દીકરીની યાદ આવે…
હિંદુ ધર્મ પ્રમાણે, ભગવાનને જે પણ ભોગ ધરાવીએ તે એઠો ના હોવો જોઈએ. માર્કેટમાં દરેક કંદોઈ મિઠાઈ ચાખીને જ બનાવતા હોય છે. તેવા સમયે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા માતા-દીકરીએ શુદ્ધ અને સહેજ પણ ચાખ્યા વગરની મિઠાઈ બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ. જેનું નામ છે બેકયાર્ડ(Bake yard) સ્ટાર્ટઅપ (Startup). તેમના આ સ્ટાર્ટઅપ(Startup) શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક નાગરિક ભાવભરી ભક્તિ સાથે ભાવભર્યું જમણ(મિઠાઈ) તે પણ એકદમ શુદ્ધ જમાડી શકે તેટલો જ છે.
બેકયાર્ડના સ્થાપક ધારા વખારિયા સાથે થયેલી વાતચીત…
ધારા વખારિયા તેમના મમ્મી કિરણ વખારિયા સાથે
ફૂડ સેક્ટરનો અભ્યાસ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે, આ તમામ વસ્તુ બનાવવા માટે માતા કે બા ને કોઈ અભ્યાસ કરવાની જરૂર પડી નહીં. દસ વર્ષ પ્રોડક્ટ ડીઝાઈન કર્યા બાદ વર્ષ 2018માં બેંગ્લોરની એકેડમી ઓફ પેસ્ટ્રી આર્ટ્સમાંથી(Academy Of Pastry Arts) બેકરી અને પેસ્ટ્રીમાં નિષ્ણાંત થઈ. ત્યારબાદ મુંબઈમાં કામ કર્યું અને વર્ષ 2019માં માતા કિરણ વખારિયા સાથે મળીને બેકયાર્ડ(bake yard) નામના સ્ટાર્ટઅપની શરૂઆત કરી. જેમાં સ્વીટ અને બેકરી પ્રોડક્ટ બનાવીએ છીએ. હું નાની હતી ત્યારે, મારી મમ્મીને ઠાકોરજી(Krishna) માટે પ્રસાદ ધરાવવા મીઠાઈ, ભોજન બનાવતા જોતી હતી. બસ ત્યારથી જ મને પ્રેરણા મળી કે મારે ફૂડ સેક્ટરમાં કંઈક નવું કરવું છે. મારા આ સ્ટાર્ટઅપમાં પરિવારના સભ્યોની મદદથી હું સફળ થઈ.
સ્ટાર્ટઅપની અવનવી વાતો જાણવા OTT India પર આ પણ વાંચો:
શું તમે સારી ગુણવત્તાવાળો ખોરાક લઈ રહ્યા છો???
ડ્રાય ફ્રૂટ લાડુ
શું તમને કોકો બટર અને વનસ્પતિ ફેટ વચ્ચેનો તફાવત ખબર છે?
બેકયાર્ડ(Bake yard)માં અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. જેવી કે, મોહનથાળ, કેસર બુંદી લાડુ, ખોપરાપાક, બેસનના લાડુ, કેસર ઈલાયચી અને ફ્રેશ ફ્રૂટ શ્રીખંડ. તે સાથે બ્રાઉની, ચોકલેટ, કેક અને વિશાળ રેન્જમાં યુવા વર્ગને ભાવે તેવી બ્રેડ બનાવવામાં આવે છે.
આ દરેક વસ્તુ બનાવવા માટે પ્યોર વસ્તુઓ લાવીએ છીએ. કારણ કે, આજે પણ લોકોને ચોકલેટ બનાવવામાં વપરાતા કોકો બટર અને વનસ્પતિ ફેટ વચ્ચેનું અંતર ખબર નથી જેના લીધે લોકો ડાયાબિટીસનો ભોગ બને છે. બેકયાર્ડ(Bake yard) સ્ટાર્ટઅપ (Start-up)દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા ભારતના અનેક રાજ્યોના પસંદ કરી રહ્યાં છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt