Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / August 9.
Homeભક્તિPushya Nakshatra નું આ વર્ષનું મહૂર્ત ખૂબ જ શુભ છે 60 વર્ષ પહેલા આવું મહૂર્ત જોવા મળ્યુ હતુ

Pushya Nakshatra નું આ વર્ષનું મહૂર્ત ખૂબ જ શુભ છે 60 વર્ષ પહેલા આવું મહૂર્ત જોવા મળ્યુ હતુ

pushya nakshatra
Share Now

ભારતમાં દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર ખરીદીની જુની પરંપરા છે. આ વર્ષે દિવાળી અને ધનતેરસ પહેલા શોપિંગનું ઘણુ શુભ મહૂર્ત બનવા જઈ રહ્યું છે. દિવાળી પહેલા શોપિંગ માટે મહામહૂર્ત ગુરુ પુષ્ય નક્ષત્ર (Pushya Nakshatra) 60 વર્ષ બાદ શનિ-ગુરુના ચક્રમાં આવી રહ્યું છે. 28 ઓક્ટોબરે મકર રાશિમાં શનિ-ગુરુનું ચલણ રહેશે અને પુષ્ય નક્ષત્રની શુભતાને બળ મળશે. આ દિવસે સવારે 6:33 થી 9:42 સુધી સર્વાર્થસિદ્ધિ યોગ પણ બનશે. તે દરમિયાન નવી વસ્તુઓનું શોપિંગ કરવુ ખૂબ જ શુભ રહેશે.

કેમ ખાસ છે Pushya Nakshatra ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પુષ્યને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. આ નક્ષત્ર પર શનિ અને ગુરુની વિશેષ કૃપા હોય છે. શનિ શક્તિ અને ઊર્જાના સ્વામી માનવામાં આવે છે, જ્યારે ગુરુ જ્ઞાન અને ધનનું કારક હોય છે. આ વર્ષે ગુરુવારે 28 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્રના દિવસે શનિ અને ગુરુ બંને એકસાથે મકર રાશિમાં બિરાજમાન રહેશે. તે દરમિયાન નવી વસ્તુઓની શોપિંગ કરવાથી ઘરમાં દરેક કાર્ય શુભ થાય છે.

કયા ક્ષેત્રોમાં નિવશે કરવાથી થશે લાભ?

શનિ-ગુરુના જોડાણથી વેપાર, ઉદ્યોગ અને કાર્યક્ષેત્રમાં સારી અસર જોઈ શકાય છે. એવામાં વીમા પોલિસી, વાહન, વિભિન્ન પ્રકારની યોજનાઓમાં રોકાણ, લોખંડ, સિમેન્ટ, ઓઈલ કંપની, કપડા, લાકડી અને ઈલેક્ટ્રોનિક્સ સાથે સંકળાયેલા ક્ષેત્રમાં રોકાણ કે ખર્ચ કરવાથી લાભ મળશે.

આ વસ્તુઓ ખરીદવાથી થશે ફાયદા

શનિ-ગુરુના જોડાણથી બનેલા ગુરુ પુષ્ય નક્ષત્રમાં ઘર, જમીન, સોના- ચાંદીના ઘરેણા કે સિક્કા, ટૂ વ્હીલર કે ફોર વ્હીલર, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ, લાકડા કે લોખંડનું ફર્નિચર, કૃષિ સાથે સંકળાયેલો સામાન, પાણી કે બોરિંગની મોટર, વિમો, મ્યૂચલ ફંડ કે શેર માર્કેટમાં રોકાણ કરવાથી પણ લાભની પ્રાપ્તિ થઈ શકે છે.

60 વર્ષ પહેલા પણ આવો હતો યોગ

ગ્રહ ગોચરમાં પુષ્ય નક્ષત્રના સ્વામી અને ઉપસ્વામીનુ જોડાણ લગભગ 60 વર્ષ બાદ થઈ રહ્યું છે. તે પહેલા 1961માં આ દુર્લભ સંયોગ બન્યુ હતુ. આથી આ યોગ ખૂબ જ શુભ સાબિત થશે.

આ પણ વાંચોઃ- Kamnath Mahadev મંદિર અમરેલીમાં સ્થિત છે જે લગભગ 700 વર્ષ જૂનું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment