Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝગુગલ પર સર્ચ કરી રહ્યા છે લોકો “પીવી સિંધુ કાસ્ટ”

ગુગલ પર સર્ચ કરી રહ્યા છે લોકો “પીવી સિંધુ કાસ્ટ”

Share Now

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત તરફથી બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડી પીવી સિંધુ એટલે કે પુસરલા વેંકટ સિંધુ આજકાલ ગુગલ પર ટ્રેન્ડ કરી રહી છે. ગુગલ પર સૌથી વધારે પીવી સિંધુની જાતી જાણવા માટે લોકો સર્ચ કરી રહ્યા છે. ત્યારે ટ્વિટર પર લોકો આ પ્રકારનું ગૂગલ સર્ચ કરનારાઓ વિરુદ્ધ ટ્વિટ્સ કરી રહ્યા છે. 

“પીવી સિંધુ કાસ્ટ” (PV Sindhu caste) શબ્દ ગુગલ પર સૌથી વધારે સર્ચ

એક ઓગસ્ટના દિવસે પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એ દિવસે “પીવી સિંધુ કાસ્ટ” pv sindhu caste શબ્દ ગુગલ પર સૌથી વધારે સર્ચ કર્યો હતો. અને આ શબ્દ ગુગલ પર સૌથી વધુ સર્ચ થનારો કીવર્ડ બની ગયો હતો. 

જાતી ન પૂછો સાધુ કી, પૂછ લીજીયે જ્ઞાન,

મોલ કરો તરવાર કા, પડા રહન દો મ્યાન!

– કબીર 

ત્યારે આ સર્ચ થયેલા કી વર્ડ પર લોકો પોતા પોતાના મંતવ્યો રજુ કરી રહ્યા છે. સાથે જ સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા એવો આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે કે સિંધુએ મેડલ જીતવા કેટલી મહેનત કરી છે, તેણે કોને હરાવી છે…તેની જગ્યાએ લોકો તેની જાતી કઈ છે એ સર્ચ કરી રહ્યા છે.

PV Sindhu caste search list

IMAGE CREDITS- GOOGLE TRENDS.COM

જો નજર કરીએ ગુગલ ટ્રેન્ડસના ગ્રાફ પર, તો તમે જોઈ શકો છો કે, ગૂગલ પર પીવી સિંધુ કાસ્ટ કીવર્ડ સૌપ્રથમ વાર ઓગસ્ટ ૨૦૧૬માં સર્ચ કરવામાં આવ્યો હતો. ૨૦૧૬માં રિયો સમર ઓલિમ્પિક ચાલી રહ્યું હતું. જેમાં 20 ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે સિંધુએ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યાર પછીના પાંચ વર્ષ પણ સતત આ વિશે યુઝર્સ દ્વારા સર્ચ કરવામાં આવ્યું. પણ આ ઓગસ્ટ મહિના દરમિયાન આ કીવર્ડ સર્ચમાં ૯૦%નો વધારો થયો છે. 

આ પણ વાંચો: બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, દેશના નામે કર્યો વધુ એક મેડલ

વાત અહિયા પૂરી નથી થતી. ગુગલના ડેટા પ્રમાણે લોકો “પુસરલા કાસ્ટ”, “પુસરલા સરનેમ કાસ્ટ” આ શબ્દ વિશે સર્ચ કરવા પણ મહેનત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ અંગે ધમાસાન વાક્યયુદ્ધ 

જોકે ગૂગલ પર ખેલાડીઓની જાતિ શોધવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ લોકો આવું કરી ચૂક્યા છે. અમે અહીં આવા કેટલાક કિસ્સાઓ તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે.

જેના પર અનેક સામાજિક કાર્યકર્તાઓએ પણ સવાલ ઉઠાવ્યા છે. દિલીપ મંડળે લખ્યું હતું, “આજે આજે ગૂગલ પર જે લોકોએ આવું કર્યું છે તેઓ ગરીબ કે ગ્રામીણ લોકો નથી. જે લોકો આમ કરી રહ્યા છે તેઓ અંગ્રેજી, મોબાઇલ, લેપટોપ અથવા આવા કોઈપણ ડિવાઇસ અને ઇન્ટરનેટ ડેટામાં ટાઇપ કરવાનું જ્ઞાન ધરાવતા હશે, એટલે કે આજે પણ જાતિ, શહેરીકરણ જેવા મુદ્દાઓ ભારતમાંથી ગયા નથી અને લોકોને પોતાની જાતિ દ્વારા માન આપવામાં આવે છે, આ એક ગંભીર બાબત ગણી શકાય.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment