જૂનાગઢના માળિયા હાટિના જલંધર ગામમાં પોતાના ખેતરમાં જિલ્લા પંચાયતના સદસ્યનો 10 વર્ષનો દીકરો ખેતરમાં રમતો હતો. રમતની ધૂનમાં બાળકને જરાય ખ્યાલ રહ્યો નહીં કે અજગરે (Python) તેનો પગ પકડી લીધો છે. બાળકને જ્યારે આ વાતનું ભાન થયુ તેણે હિંમત દેખાડતા અજગરના મોઢા પર પંચ અને પથ્થર માર્યા. સાહસ દેખાડતા બાળકે ગમે તેમ કરીને અજગરના મોઢામાંથી પોતાનો પગ છોડાવ્યો આથી તેનો જીવ બચી ગયો. ત્યારબાદ બાળકને થોડી ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાની જાણકારી મળતા વનવિભાગ ઘટનાસ્થળ પર પહોંચીને અજગરનું રેસ્ક્યુ કર્યુ હતુ.
બાળક પર 14 ફૂટના Python એ કર્યો હુમલો
આ ઘટનાની મળેલી જાણકારી અનુસાર, માળિયા હાટીના તાલુકાના જલંધર ગામમાં રહેતા જિલ્લા પંચાયત સભ્ય મધુબેન વરજાંગભાઈ કરમટાનો 10 વર્ષનો દીકરો આશિષ તેના ખેતર પાસેના ઘરમા રમી રહ્યો હતો. તે સમય દરમિયાન 14 ફૂટના અજગરને તેનો શિકાર મળી ગયો હતો. રમતા આશિષને જોઈને અજગર તેના પગમાં ચોંટી ગયો અને તેને જકડી લીધો ત્યારબાદ શિકાર કરવાનો પ્રયત્ન કર્યો.
આશિષે અજગર (Python) પર વળતો પ્રહાર કર્યો
10 વર્ષના આ બાળકે સખત સાહસભર્યુ કામ કર્યુ. આશિષ અજગરને જોઈને જરાય પણ ગભરાયો નહીં અને હિંમત દાખવી હતી. અજગરના મોંઢામાંથી પગ કાઢવા માટે આશિષે તેને પંચ અને પથ્થર માર્યા હતા. આ રીતે અજગરના મોંઢામાંથી આશિષે પગ કાઢી લીધો. ત્યારબાદ આખી હકિકત આશિષે પરિવારના સભ્યોને જણાવી. પિતાએ આખી વાત જાણી અને તાબડતોબ વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વનકર્મીઓ સ્થળ પર પહોંચીને અજગરનું રેસ્ક્યૂ કર્યુ હતુ. ત્યારબાદ આશિષને થોડી ઈજા થઈ હતી જેના કારણે તેને મેંદરડા ખાતે લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટર્સે જણાવ્યુ હતુ કે, અજગરે (Python) 20 દાંત આશિષના પગમાં બેસાડી દીધા હતા.
આ પણ વાંચોઃ- જમ્મુ-કાશ્મીરમાં નાગરિકોની હત્યા વચ્ચે સરકાર એક્શનમાં, ગૃહમંત્રીએ બેઠક બોલાવી
પિતાએ આપ્યુ હતુ સાહસભર્યુ પ્રશિક્ષણ
ગીરમાં વન્યજીવન ઘણુ સમૃદ્ધ છે. આથી ત્યાંના લોકો પણ ખૂબ જ સાહસી હોય છે. બાળકો, સ્ત્રીઓ, યુવાનો કે વૃદ્ધો ગીરમાં તમામ લોકો ખૂબ જ સાહસી હોય છે. તેમના સાહસના કિસ્સા અવાર નવાર જોવા મળતા હોય છે. આશિષના પિતા માલધારી છે. તેમણે ઘણા એવા સાહસી કિસ્સાઓ આશિષને જણાવ્યા હતા. આથી આશિષ પોતે એટલો સાહસી છે.
પિતાએ જણાવ્યુ હતુ કે, પ્રાણી સાથે કેવુ વર્તન કરવુ, હુમલો કરે તો શું કરવુ, પોતાનો બચાવ કેવી રીતે કરવો વગેરે… આ તમામ વાતો આશિષને તેના પિતાએ કહી હતી આથી આશિષને ખ્યાલ છે કે આવી પરિસ્થિતિમાં શું કરવુ અને કેવા પગલા ભરવા. આથી અજગરના હુમલા બાદ આશિષને પિતાની વાત યાદ આવી કે, મગર કે અજગર હુમલો કરે ત્યારે તરત જ તેમના માથાના ભાગ પર વાર કરવાથી પોતાનો જીવ બચાવી શકાય છે.
આ વાતને ધ્યાનમાં રાખીને તેણે પહેલા અજગર(Python)ને પહેલા પંચ માર્યો ત્યારબાદ બાજુમાં પડેલા પથ્થર માર્યા એટલે અજગરે તરત જ મોંઢુ ખોલી દીધુ અને આશિષે તેનો પગ કાઢી લીધો. આશિષ જેવી જ હિંમત રાખવાથી ગમે તે પરિસ્થિતિમાં આપણે આપણો જીવ બચાવી શકાય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4