Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝરેડક્લિફે પાકિસ્તાનને લાહોર કેમ સોંપી દીધુ?

રેડક્લિફે પાકિસ્તાનને લાહોર કેમ સોંપી દીધુ?

Share Now

આજે 17 ઓગષ્ટની તારીખનો સંબંધ છે ભારતના વિસ્તાર થવાનો. 15 ઓગષ્ટના રોજ ભારતમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ 15 ઓગષ્ટની તારીખ પાછળ કોઇ ખાસ કારણ નથી. આ માત્ર માઉન્ટ બેટનના વિષયની વાત હતી. હકીકતમાં જ્યારે પણ સત્તાના ટ્રાન્સફરની જવાબદારી માઉન્ટબેટન (Mountbatten)ને સોંપવામાં આવી, ત્યારે બ્રિટિશ (British) સરકારે 30 જૂન 1948 સુધીનો સમય આપ્યો હતો. આ તકે રાજગોપાલાચારીએ લખ્યુ છે કે, જો સત્તાના ટ્રાન્સફર માટે માઉન્ટબેટન જૂન 1948 સુધી રોકાયા હોત, તો કોઇ સત્તા જ ન બચી શકી હોત જેની ટ્રાન્સફર કરવામાં આવી શકે.

જાપાને 15 ઓગષ્ટના રોજ સરેન્ડર કર્યુ હતુ

તારીખ નક્કી કરવાના કારણે માઉન્ટબેટને (Mountbatten) બાદમાં જણાવ્યું કે, તે એ જોવા માગતા હતા કે સ્થિતિ તેના કન્ટ્રોલમાં છે. તેને એ એંદાજો લાગી ગયો હતો કે પાવર ટ્રાન્સફરમાં મોડુ ન કરી શકાય. પોતાની રીતે તેને ઓગષ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જવાનો નિર્ણય લઇ લીધો હતો. બાદમાં તેને ધ્યાને આવ્યુ કે વર્લ્ડ વોર-2 ના અંતમાં 15 ઓગષ્ટના રોજ જ જાપાને સરેન્ડર (Surrender)કરી દીધુ હતુ. તેથી માઉન્ટબેટને (Mountbatten) વિચાર્યુ કે આ દિવસ જ ભારતમાં પાવર ટ્રાન્સફર માટે બરોબર રહેશે.

બ્રિટિશ બેરિસ્ટરનું નામ નક્કી કરાયુ

જો કે મુદ્દો ફક્ત પાવર ટ્રાન્સફરનો હોત, તો તે એક વસ્તુ હોત. પાવર ટ્રાન્સફરની સાથે સાથે ભારત અને પાકિસ્તાનનું વિભાજન પણ થવાનું હતુ. રેખા કાગળ પર નહીં, પરંતુ જમીન પર કંડારવાની હતી. તે નક્કી કરવામાં આવ્યું હતું કે આ કાર્ય માટે એક વ્યક્તિ પસંદ કરવામાં આવશે જે સંપૂર્ણ જોઇ શકે અને અંતે એક બ્રિટિશ બેરિસ્ટર લોર્ડ સિરિલ રેડક્લિફનું નામ નક્કી કરવામાં આવ્યું.

બેરિસ્ટર ભારત પહોંચ્યા

રેડક્લિફ 8 જૂન 1947 ના રોજ ભારત પહોંચ્યા. બ્રિટિશ વકીલ (Advocate) મંડળમાં તેમની છાપ સ્થાયી અને તર્કસંગત વ્યક્તિ તરીકેની હતી. તેમની પાસે આ ખંડને વિભાજિત કરવા માટે માત્ર 36 દિવસ હતા. પરંતુ લંડનમાં પોતાનો કાયદો ચલાવનાર આ વકીલને ભારત વિશે ખબર નહોતી, ન તો તે હિન્દુ-મુસ્લિમ (Hindu-Muslim) મુદ્દાને સમજતા હતા. તેમને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે ભાગલા ધર્મના આધારે થવાના છે. પરંતુ આ માટે તેમને પૂરા પાડવામાં આવેલા વસ્તી ડેટા ખૂબ જૂના હતા. ન તો નકશા યોગ્ય રીતે બનાવવામાં આવ્યા હતા, ન તો કોઈ નિષ્ણાત હાજર હતા.

2013 માં શું થયુ હતુ?

ડિસેમ્બર 2013 માં, લંડન (London)ના હેમ્પસ્ટીડ થિયેટરમાં ‘ડ્રોઇંગ ધ લાઇન’ નામે એક નાટક ભજવવામાં આવ્યું હતું. જે હોવર્ડ બ્રેન્ટન દ્વારા લખવામાં આવ્યું હતું. જ્યારે તેઓ ભારતના પ્રવાસે હતા ત્યારે તેમને આ નાટક માટે પ્રેરણા મળી હતી. અહીં કેરળ પ્રવાસ દરમિયાન, તે એક એવા વ્યક્તિને મળ્યા જેની પાસે પાકિસ્તાન (Pakistan)માં તેના પૂર્વજોના ઘરની ચાવીઓ હજુ સુધી હતી.

બે બાઉન્ટ્રી કમીશન બનાવાયા

  ભારત (India)અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ભાગલાની રેખા પાડતા સમયે રેડક્લિફના મનમાં કોઇ પણ જાતની લાગણી નહતી. તેને આ ઘટનાની દુર્ઘટના સાથે કોઇ લેવા દેવા નહતો. આ એક સરકારી કામ હતુ. આ કામ તે જલ્દી પુરુ કરવા માગતા હતા. ભારતના વાયસરોય માઉન્ટબેટન (Mountbatten) સાથે વાતચીત કર્યા બાદ તે તેના કામ પર લાગી ગયા હતા. આ કામને પુરુ કરવામાં બે બાઉન્ટ્રી કમીશન બનાવવામાં આવ્યા હતા. પ્રથમ પંજાબ માટે અને બીજુ બંગાળ માટે. બંને કમીશનની અધ્યક્ષતા રેડક્લિફે કરવાની હતી. આ સિવાય કોંગ્રેસ અને મુસ્લિમ લીગના બે સભ્ય આ કમીશનનો ભાગ હતા.

જનસંખ્યાના ભાગલા કરવાના હતા

ભાગલા જનસંખ્યાની રીતે કરવાના હતા. મુસ્લિમ બહુલ વિસ્તારોને પાકિસ્તાન અને હિંન્દુ બહુલ વિસ્તારોને ભારતમાં સામેલ કરવાના હતા. પરિણામ હતુ હજારો-લાખો લોકોનું વિસ્થાપન કરવુ. 14 ઓગષ્ટના રોજ જ્યારે માઉન્ટબેટન પાકિસ્તાનની આઝાદીના સમારોહમાં સામેલ થઇ રહ્યા હતા. ત્યારે તેના અને રેડક્લિફ સિવાય કોઇને પણ ખબર નહતી કે ભારત-પાકિસ્તાનનો નક્શો કેવો હશે.

બેરિસ્ટર રેડક્લિફ પરત બ્રિટન ફર્યા

હકીકતમાં, સીમારેખા (Boundary) 12 ઓગસ્ટના રોજ જ નક્કી કરવામાં આવી હતી. પરંતુ માઉન્ટબેટન નહોતા ઈચ્છતા કે લોકો આઝાદીની તારીખ અંગે મૂંઝવણમાં મુકાય. એટલે જ ભાગલા માટે જે નકશો બનાવવામાં આવ્યો હતો. તે આ દિવસે એટલે કે 17 ઓગસ્ટના રોજ લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે વિભાજન પછીની પરિસ્થિતિ જોઈને રેડક્લિફ એટલા અસ્વસ્થ હતા કે તેઓ તુરંત જ બ્રિટન પરત ફર્યા. તેણે મહેનતાણા માટે 40 હજાર રૂપિયા પણ લીધા ન હતા અને પાર્ટીશનને લગતા તમામ કાગળો પણ સળગાવી નાખ્યા હતા.

લાહોર પાકિસ્તાનને આપ્યું

1971 માં એક વરિષ્ઠ પત્રકાર રેડક્લિફ ને મળવા લંડન (London) ગયા હતા. તે સમયે તેમની સાથેની વાતચીત દરમિયાન રેડક્લિફે કહ્યું કે, મને સીમા રેખા કંડારવા માટે 10-11 દિવસ મળ્યા. તે સમયે મેં વિમાન દ્વારા માત્ર એક જ વાર મુલાકાત લીધી હતી. મારી પાસે જિલ્લાઓના નકશા પણ નહોતા. મેં જોયું કે હિન્દુઓની સંપત્તિ લાહોર (Lahore)માં વધુ છે. પરંતુ મને એ પણ જાણવા મળ્યું કે પાકિસ્તાનના ભાગમાં કોઈ મોટું શહેર નથી. મેં લાહોરને ભારતમાંથી બહાર કરી અને પાકિસ્તાન (Pakistan)ને આપ્યું. લોકો તેને સાચુ કે ખોટુ કહી શકે છે. પણ આ મારી મજબૂરી હતી. પાકિસ્તાનના લોકો મારાથી નારાજ છે, પરંતુ તેમને ખુશ થવું જોઈએ કે મેં તેમને લાહોર આપ્યું.

બીજું વિભાજન 17 ઓગસ્ટે જ થયું હતું

આ એક સંયોગની વાત છે કે જે રીતે પાકિસ્તાન પહેલા અમેરિકા (America) અને ભારત (India)સોવિયત સંઘનું સાથી હતું. એ જ રીતે, દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાએ પણ અનુક્રમે અમેરિકા અને સોવિયત સંઘના રક્ષણ હેઠળ આગળ વધ્યા. એ પણ એક સંયોગ છે કે ભારત અને દક્ષિણ કોરિયા વિશ્વના સ્થાપિત પ્રજાસત્તાક સાબિત થયા

આ પણ વાંચો : દેશના વધુ 4 ઝીલને આંતરરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો 

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment