Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝપાટણ: ફાયર સેફટી વિનાની 4 પ્રાથમિક શાળાઓને સીલ કરતી રાધનપુર નગરપાલિકા

પાટણ: ફાયર સેફટી વિનાની 4 પ્રાથમિક શાળાઓને સીલ કરતી રાધનપુર નગરપાલિકા

Seal
Share Now

પાટણ (Patan)જિલ્લાના રાધનપુર (Radhanpur)શહેરમાં આવેલી પ્રાથમિક શાળા (Primary School)ઓમાં ફાયર સેફ્ટી (Fire Safety)ની અમલવારીને લઈને નગરપાલિકા (Municipality)દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરમાં ફાયર એનઓસી વગરની ચાર પ્રાથમિક શાળાઓને સીલ (Seal)કરવામાં આવતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ચાર પ્રાથમિક શાળાઓને સીલ (Seal)કરાઇ

રાધનપુર શહેરમાં આવેલી શાળાઓ અને હોસ્પિટલોમાં ફાયર એનઓસી (NOC)બાબતે નગર પાલિકા દ્વારા વારંવાર જાણ કરવામાં આવી હતી, પરંતુ શહેરમાં ફાયર એનઓસી વગરની ચાર પ્રાથમિક શાળાઓને નગર પાલિકા દ્વારા ગઇકાલે સોમવારે મોડી સાંજે સીલ (Seal)કરવામાં આવી હતી.

નગરપાલિકાએ શું કહ્યું?

આ સમગ્ર મામલાને લઇને નગરપાલિકાના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં ચાલતી રીટ પિટિશન અન્વયે તમામ નગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલો (Hospital)અને શાળા (School)ઓમાં ફાયર સેફટી સર્ટીફીકેટ લેવાનું ફરજિયાત છે. જેને લઈને શહેરમાં તેમના હોસ્પિટલો અને શાળાઓને નગર પાલિકા દ્વારા જાણ કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા ફાયર સેફટી સર્ટિફિકેટ (Certificate)વગરની શાળાઓમાં વારંવાર નોટિસ આપવા છતાં પ્રાથમિક શાળાઓમાં ફાયરસેફ્ટી સર્ટીફીકેટ લેવામાં આવ્યું નથી. જેને લઇને ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ-૨૦૧૩ મા કરેલી જોગવાઈ મુજબ કલમ-૨૫ નોટિસના આપાતકાલીન અને કલમ ૨૬(૩) ની જોગવાઈઓ મુજબ જે હોસ્પિટલ અને શાળાઓ દ્વારા ફાયર એન.ઓ.સી મેળવેલુ ન હોય અથવા તો ફાયર સેફટી રાખેલી ન હોય તેવી શાળાઓને તાત્કાલિક સીલ કરવા રિજિયોનલ ફાયર ઓફિસર દ્વારા કાર્યવાહી કરવા નગરપાલિકાને લેખિત જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ​​​​​​​ચાંદખેડા અને ઈસનપુર વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારોની જીત

શાળા સીલ (Seal)કરતા આચાર્યએ શું કહ્યું?

આ સમગ્ર મામલાને લઇને શાળાના આચાર્ય ચિરાગભાઈ ઠકકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગઈકાલે સોમવારે સાંજે પોણા પાંચ વાગ્યે નગર પાલિકા દ્વારા અમને નોટિસ (Notice)આપવામાં આવી હતી જેને લઈને અમે તથા અમારા કેળવણી નિરીક્ષક નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળવા ગયા હતા, પરંતુ ચીફ ઓફિસર દ્વારા અમારી એક પણ રજૂઆત ધ્યાનમાં રાખવામાં આવી નહતી અને શાળા સમય બાદ શાળાને સીલ મારવામાં આવ્યું હોવાનું આચાર્ય (Principal)દ્વારા જણાવવામાં આવ્યું હતું. કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ માંડ માંડ રાબેતા મુજબ થયો હતો, ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગની બેદરકારીને લઇને નગરપાલિકા દ્વારા શાળાઓને સીલ કરવામાં આવતા ચાર શાળાના ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ફરી ટલ્લે ચઢયું હતું.

ફાયર સેફ્ટીના અભાવે શાળા સીલ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment