બૉલીવુડના ભાઈજાન સલમાન ખાનની મચ અવેટેડ ફિલ્મ Radhe:Your most wanted bhaiનું નવું ગીત આજે રિલીઝ થઈ ચૂક્યું છે. ઇલેક્ટ્રોફાઇન્ગ બિટ્સ અને જબરજસ્ત ડાન્સ મૂવ્સવાળા આ ગીતને દર્શકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
આ ગીતમાં સલમાન ખાનની સાથે ક્યૂટ જેક્લીન ફર્નાન્ડીસ પણ જોવા મળી રહી છે. જેકલીન ફર્નાન્ડીસ આ ગીતમાં જબરજસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેમાં તેઓ ટ્રેડિશનલ આઉટફિટ પહેરીને પોતાની અદાઓથી દર્શકોના મન મોહી રહી છે. તેમાં પણ ભાઈજાનનો સ્વેગ મળીને આ ગીત એકદમ સુપરહિટ બનવા તરફ જઇ રહ્યું છે. રિલીઝ થયાના માત્ર ૭૫ મિનિટની અંદર આ ગીતને 450,000 કરતાં પણ વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. આ ગીતમાં ફરી એક વખત સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડીસની કેમેસ્ટ્રી દર્શકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ગીતમાં રણદીપ હુડાએ પણ પોતાના ડાન્સનો જલવો ખૂબ જ સારી રીતે બતાવ્યો છે.
સલમાનની એનર્જી ખૂબ વધારે હોય છે: જેક્લીન
ગીતોના શૂટિંગની વાત કરતી વખતે જેક્લીન ફર્નાન્ડીસએ પોતાના અનુભવ શેર કર્યા હતા. જેમાં જેકલીને કહ્યું હતું કે : “જ્યારે પણ હું સલમાન ખાન સાથે કામ કરું છું એ સૌથી સારું હોય છે. સલમાનની એનર્જી ખૂબ જ વધારે હોય છે. રાધેનું ‘દિલ દે દિયા’ મારા સૌથી મનપસંદ ગીતોમાંથી એક છે. આ અમારા ગયા ડાન્સ નંબર કરતાં તદ્દન અલગ છે. આના સિવાય ડાન્સિંગ લેજેન્ડ પ્રભુદેવા સર દ્વારા કેમેરાના લેન્સ પાછળથી અમને ડાયરેક્ટ કરતા જોવું એ ખરેખર અવિશ્વસનીય અનુભવ હતો. અમે આની શૂટિંગ વખતે ખુબ જ એન્જોય કર્યું. હું આ જ કરવા માગતી હતી અને આ હુ દર્શકોને બતાવવા માટે રાહ નથી જોઇ શકતી.”
જેક્લીન જ એકમાત્ર પસંદગી હતી: પ્રભુદેવા
ગીતને અને ફિલ્મને ડાયરેક્ટ કરવાવાળા ડાન્સિંગ લેજેન્ડ પ્રભુદેવાએ પણ જેકલીન અને સલમાન ખાન સાથેના પોતાના અનુભવ શેર કર્યા. તેમણે કહ્યું કે “સ્ક્રીન પર જેકલીનનું ગ્લેમર અને વ્યક્તિત્વ બધા કરતા અલગ છે અને આ બધા જાણે છે. આ ગીત માટે જેકલીન એ અમારી એકમાત્ર પસંદ હતી. અમને ખબર હતી કે તે ખૂબ જ અભૂતપૂર્વ કામ કરશે અને આ ગીતના આઉટપુટથી અમે ચોક્કસથી એક્સાઇટેડ છીએ. તેઓએ કોરિયોગ્રાફી સાથે પૂરો ન્યાય કર્યો છે અને અમને આશા છે કે બધાને આ ગીત પસંદ આવશે.”
આ પણ વાંચો: બોલિવુડ પર કોરોનાનું ગ્રહણ : બિગ બજેટ ફિલ્મો પર બ્રેક
શબ્બીર અહેમદે લખેલા આ ગીતમાં હિમેશ રેશમિયાએ સંગીત આપ્યું છે. હિમેશ પહેલા પણ સલમાન ખાન અને જેકલીન જોડે ‘જુમ્મે કી રાત હૈ’ જેવા સુપરહિટ ગીતો આપી ચૂક્યા છે. કમાલ ખાન અને પાયલ દેવના સ્વરોએ આ ગીતમાં નવી જાન ઉમેરી દીધી છે.
સલમાન ખાનનો સ્વેગ, જેકલીનનો જબરદસ્ત ડાન્સ અને સાથે જ રણદીપ હુડાની અદાકારી આ ગીતને ચોક્કસથી સુપરડુપર હિટ બનાવે છે.
ફિલ્મી દુનિયાની માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App
Android: http://bit.ly/3ajxBk4