Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / July 6.
Homeન્યૂઝગુજરાતનું અપમાન કરવાનું બંધ કરે કોંગ્રેસ, રઘુ શર્માના નિવેદનથી ગુજરાતીઓની લાગણી દુભાણી

ગુજરાતનું અપમાન કરવાનું બંધ કરે કોંગ્રેસ, રઘુ શર્માના નિવેદનથી ગુજરાતીઓની લાગણી દુભાણી

Radhu Sharma
Share Now

(Radhu Sharma)રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો. રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બન્યા એનો એક મહિનો પણ નથી થયો. ગુજરાત વિશે જાણ્યા વગર જ અલગાવવાદી વેણ ગુજરાતના લોકો માટે બોલ્યા.

રઘુ શર્માએ ગુજરાતીઓનું કર્યુ અપમાન

રાજસ્થાનના આરોગ્યમંત્રી ગુજરાત પર ખરાબ નિવેદનો કરી રહ્યા છે. ગુજરાતની જનતાનું અપમાન કરી રહ્યા છે. અમદાવાદના પ્રવાસે આવેલા રઘુ શર્માએ ગુજરાતની દિલદારીને જાણ્યા વિના જ નિવેદન આપ્યું કે, ગુજરાતમાં પરપ્રાંતિયો અસુરક્ષિત છે. તેમણે કહ્યું કે, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી આવતા લોકો ગુજરાતમાં અસુરક્ષિત છે. અહીંયા જ ગુજરાતનું અપમાન કરતા ન રોકાયા વધુમાં કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે ગુજરાતમાં ભયમુક્તિ વાતાવરણ નથી.

Radhu sharma

રઘુ શર્માના નિવેદન પર ઉત્તર ભારત રાજપૂત સમાજના આગેવાન અમિત રાજપૂતે આકરા પ્રહાર સાથે કહ્યું કે, “ગુજરાતમાં દરેક રાજ્યના લોકો વસે છે. સુરતમાં જ 27 રાજ્યોના લોકો વસે છે, અને શાંતિપૂર્ણ કામ કરે છે. રઘુ શર્માને કહેવા માંગુ છુ કે, ગુજરાતમાં તમામ લોકો સુરક્ષિત છે.”

એક મહિના પણ પ્રભારી બન્યાને થયો નથી એવા કોંગ્રેસ પ્રભારી ગુજરાતની આ વાતો તો જાણતા જ નથી. ગુજરાતના લોકોનું અપમાનકર્તા રઘુ શર્મા ગુજરાતની શાંતિ જોઈ નથી શકતા. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં શાંતિથી બધા જ રાજ્યના લોકો રહે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ,બિહાર, ઉત્તર પ્રદેશ સહીત દક્ષિણ ભારતના અનેક લોકો ગુજરાતમાં વસવાટ કરે છે અને આજીવિકા કમાઈ છે.

સમગ્ર ભારતના લોકો ગુજરાતમાં શાંતિથી વસે છે. બીજા રાજ્યના લોકો ગુજરાતમાં વ્યાપાર કરે છે,  રાજ્યના બાળકો તથા યુવોઓને અધ્યયન કરાવે છે. (Radhu Sharma) રઘુ શર્મા પહેલા એક વખત ગુજરાત ફરી તો લો. પહેલા સુરત જઈને જોઈ આવો રઘુ શર્મા ત્યાં કેવી રીતે બિહાર,રાજસ્થાન, છત્તીસગઢના લોકો કામ કરે છે. જે વર્ષોથી શાંતિપૂર્ણ રીતે,ભાઈચારા સાથે ગુજરાતના લોકો સાથે કામ કરી રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસ પ્રભારીએ અમદાવાદ અને સુરતની ટેક્સટાઈલ મિલોના વ્યાપાર સાથે ફરીને જોવું જોઈએ કે, આ મિલોમાં રાજસ્થાનના લોકો કેટલાં સૌહાર્દથી કામ કરે છે. રઘુ શર્માએ એકવાર અમદાવાદના છઠ પૂજાના વિશેષ ઘાટ પર જોઈ આવવું જોઈએ જેથી એમને ખબર પડે કે, કેવી રીતે બિહારના લોકો અહીંયા શાંતિથી અને ખુબ જ સારી રીતે પૂજા કરે છે. ગુજરાતમાં છઠપુજા, ગણગૌર, પોંગલ, વૈશાખી, નવરાત્રી સાથે એક સૌહાર્દની ભાવનાથી અહિંયા તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં અન્ય રાજ્યોના લોકો મુખ્ય ભાગ ભજવે છે. ગુજરાત એક એવું રાજ્ય જ્યાં પૂરા ભારતના લોકો માન-સન્માનથી રહે છે. ગુજરાતના લોકોના રાજસ્થાન,બિહાર, ઉત્તરપ્રદેશ કે અન્ય રાજ્યોના લોકો પાડોશી હોય છે. જે એક સાથે મળીને સુખ-દુઃખના સાથી બને છે.

ગુજરાતની શાંતિ અને સમૃદ્ધિ કોંગ્રેસથી બરદાસ્ત નથી થતી.  ગુજરાત કોંગ્રેસ પ્રભારી શું તમારે ગુજરાતમાં વૈમનસ્ય ફેલાવવા સિવાય અન્ય કોઈ કામ નથી. કોંગ્રેસને ગુજરાતની શાંતિને ખત્મ કરવી છે? ગુજરાતમાં શાંતિથી ગુજરાતીઓ અને અન્ય રાજ્યોના લોકો રહે છે એટલે તમારા પેટમાં દુઃખે છે. ગુજરાતી અને પરપ્રાંતિયો વચ્ચે તમે મતભેદ અને મનભેદ ઉભો કરાવીને મોટી દિવાલ ઉભી કરવા માંગો છો.

(Radhu Sharma) રઘુ શર્માને પ્રશ્ન છે કે, તમે આદર્શ,પ્રેમ,લાગણી, સારા સંબંધ અને ગુજરાતીઓના સંસ્કાર ખત્મ કરવા માંગો છો. જો રાજનીતિ કરવી હોય તો મુદ્દાને આધારીત રાજનીતિ કરો. કોંગ્રેસે હિમ્મત રાખીને સારા અને સાચા મુદ્દા પર રાજનીતિ કરવી જોઈએ. આવી અલગાવવાદી વિચારધારાની રાજનીતિ ન કરો. આ રીતે ગુજરાત અને તેના સન્માનભર્યા ગુજરાતીઓનું અપમાન કરવાથી તમને કોઈ લાભ નહીં થાય. ગુજરાતમાં પાયમાલ થયેલી કોંગ્રેસ કોઈ મુદ્દા ન મળતા ગુજરાતના લોકો અને અન્ય રાજ્યોના લોકો વચ્ચે દરાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ ગુજરાતીઓ અને પરપ્રાંતિયો વચ્ચે ગંદી રાજનીતિ કરે છે.

આ પણ વાંચો : અમિત શાહે સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આયોજિત શિબિરનું કર્યું ઉદ્ઘાટન

રઘુ શર્માને સી.આર. પાટીલ દ્વારા આકરો જવાબ

CR Patil: Modi's trusted aide CR Patil appointed new Gujarat BJP chief | Ahmedabad News - Times of India

રઘુ શર્માના નિવેદન મામલે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સીઆર.પાટીલ સાહેબે વળતો જવાબ આપતા જણાવ્યું કે રઘુભાઈ શર્માએ ગુજરાતના લોકોનું અપમાન કર્યુ. તેમણે ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ. આખા ગુજરાતમાં સમગ્ર દેશના જુદા જુદા રાજયોના લોકો વસે છે. પરપ્રાંતિયોને ગુજરાતમાં રોટલો અને ઓટલો મળે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment