Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeસ્પોર્ટ્સનડાલ કેમ નહિ રમે ઓલમ્પિક્સ અને વિમ્બલડન ?

નડાલ કેમ નહિ રમે ઓલમ્પિક્સ અને વિમ્બલડન ?

Rafael Nadal
Share Now

સ્પેનિશ ટેનિશ સ્ટાર નડાલે (Rafael Nadal)ટોક્યો ઓલમ્પિક અને વિમ્બલડનમાં નહિ રમવાનો નિર્ણય લીધો છે. તેણે સોશ્યિલ મીડિયા મારફતે આ માહિતી આપી હતી. નડાલ 20 વાર ગ્રાન્ડ સ્લેમ જીતી ચુક્યો છે. હાલમાં તેણે ફ્રેન્ચ ઓપનમાં ભાગ લીધો હતો. અને બે સપ્તાહ પછી વિમ્બલડનનું આયોજન થવાનું છે તેથી તેણે આરામ લેવા આ નિર્ણય લીધો છે.તેણે જણાવ્યું કે મારી શરીરની સ્થિતિ જોયા બાદ ડૉક્ટર અને મારી ટીમ સાથે ચર્ચા કરી આ નિર્ણય લીધો છે. તેણે આ નિર્ણય કોચ, ફિટનેસ ટીમ સાથે સલાહ લઇને આ નિર્ણય લીધો હતો. તેણે જણાવ્યું કે આ નિર્ણય મારા માટે ઘણો કઠિન રહ્યો હતો. ફ્રેન્ચ ઓપનમાં તેણે સારો દેખાવ કર્યો હતો જેમાં સેમી ફાઇનલ યોકવિચ સામે રમી હતી અને તે ઘણો થાકી ગયો હતો. ફ્રેન્ચ ઓપનમાં તે 105 મેચ જીતી ચુક્યો છે.

 

વિમ્બલડન ઓપનની શરૂઆત 28 જૂનથી 11 જુલાઈ સુધી યોજાવાની છે. અને ટોક્યો ઓલમ્પિક્સ 23 જુલાઈથી 8 ઓગસ્ટ વચ્ચે યોજાવાની છે. તેથી નડાલએ આરામ માટે સમય ન મળતા આ બંને ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું છે. ક્લે કોર્ટ પછી તરત જ ગ્રાસ કોર્ટ રમાતી વિમ્બલડન માટે માનસિક અને શરીરિક રીતે ફિટ નથી તેમ નડાલનું કહેવું છે. આ પેહલા વિમ્બલડનમાં તે બે વાર વિજેતા બન્યો છે. નડાલ અને ફેડરર બંને 20-20 વખત ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યો છે. સાથે સાથે નડાલે બે વાર ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ પણ જીત્યું છે. 2010માં બેઇજિંગ ઓલમ્પિક્સના સિંગલ્સમાં પ્રથમ વાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે બાદ 2016માં રિયો ઓલમ્પિક્સમાં પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું. તેના આ નિર્ણયથી તેના ચાહકોએ નિરાશા વ્યક્ત કરી હતી.

Rafael Nadal

PC- TEITTER

સેમી ફાઇનલમાં હાર

ફ્રેન્ચ ઓપનમાં રાફેલ નડાલને (Rafael Nadal)સેમી ફાઇનલમાં હારનો સામનો કરવો પડયો હતો. આ સેમી ફાઇનલ નંબર વન ટેનિશ સ્ટાર યોકવિચ અને નડાલ વચ્ચે યોજાઈ હતી . આ સેમી ફાઇનલ હાઈક્લાસ એપિક માનવામાં આવે છે. બંને ટેનિશ સ્ટાર માનવામાં આવે છે. અને આ સેમી ફાઇનલ એટલી જ રોચક રહી હતી. યોકવિચ સામે સેમી ફાઇનલમાં 3-6 , 6-3, 7-6, 6-2થી નડાલને હારનો સામનો કરવો પડયો હતો. નડાલ કુલ 20 સ્લેમ જીતી ચૂક્યો છે. તેમાં 13 ફ્રેન્ચ ઓપન, 4 યુએસ ઓપન, 2 વિમ્બલડન ઓપન અને 1 ઓસ્ટ્રેલિયા ઓપન પોતાના નામે કરી ચુક્યો છે.

ડોમિનિક થિએમ

સુપરસ્ટાર રાફેલ નડાલ પછી યુએસ ઓપન ચેમ્પિયન ડોમિનિક થિએમએ ટોક્યો ઓલિમ્પિકમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. થિમે કહ્યું કે તે વિમ્બલ્ડન પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને ત્યારબાદ ન્યૂયોર્કમાં તેના એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલનો બચાવ કરશે. તેને જણાવ્યું મારી પાસે શેર કરવા માટે દુઃખદ સમાચાર છે. મારી ટીમ સાથે વાત કર્યા પછી અને પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યા પછી મેં ટોક્યો ઓલમ્પિક્સમાં ભાગ ન લેવાનો ખૂબ જ મુશ્કેલ નિર્ણય લીધો છે. થિએમ ફ્રેન્ચ ઓપનમાં પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઇ ગયો હતો. તેથી તે જણાવે છે કે તે હાલ ટોક્યો ઓલમ્પિક્સ માટે તૈયાર નથી.

આ પણ વાંચો:ફાઇનલ માટે ભારતીય ટીમ કેટલી તૈયાર ?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment