Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / July 6.
Homeન્યૂઝRafale Scam: ’65 કરોડ કમિશન’ પાછળ કોણ? કોંગ્રેસ-ભાજપના એકબીજા પર આક્ષેપો

Rafale Scam: ’65 કરોડ કમિશન’ પાછળ કોણ? કોંગ્રેસ-ભાજપના એકબીજા પર આક્ષેપો

Rafale Scam
Share Now

ફ્રાન્સ સાથે થયેલ રાફેલ ડીલને લઈને ફરી એકવાર હંગામો થયો છે. ફ્રેન્ચ પ્રકાશન મીડિયાપાર્ટે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે ડસોલ્ટ એવિએશને આ ડીલ માટે સુશેન ગુપ્તા નામના વચેટિયાને 7.5 મિલિયન યુરો એટલે કે રૂ. 65 કરોડ ચૂકવ્યા હતા. હવે આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે.

રાફેલ ડીલને લઈને આ ખુલાસા પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સરકારને ઘેરી છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેને સૌથી મોટું સંરક્ષણ કૌભાંડ ગણાવ્યું. આ પછી બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કમિશનખોરી કરી છે.

સૌથી મોટું સંરક્ષણ કૌભાંડ

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે, રાફેલ કૌભાંડ 60 થી 80 કરોડના કમિશનનું નથી, પરંતુ તે સૌથી મોટું સંરક્ષણ કૌભાંડ છે અને સ્વતંત્ર તપાસ જ તેને જાહેર કરી શકે છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું તે સાચું નથી કે 26 માર્ચ, 2019ના રોજ EDએ દરોડામાં વચેટિયાઓ પાસેથી સંરક્ષણ મંત્રાલયના ગોપનીય દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ રાષ્ટ્રીય સુરક્ષા, રાજદ્રોહ અને અધિકૃત રહસ્ય અધિનિયમના ઉલ્લંઘનને જોખમમાં મૂકે છે. તેમણે આરોપ લગાવ્યો કે નવા ખુલાસાઓ રાફેલ ભ્રષ્ટાચારને દફનાવવા માટે મોદી સરકાર, CBI અને ED વચ્ચેની સાંઠગાંઠ દર્શાવે છે.

ભ્રષ્ટ કેન્દ્ર સરકાર સામે આવી જ રીતે લડતા રહો: રાહુલ ગાંધી 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને સરકારને ઘેરી છે. રાહુલે લખ્યું કે જ્યારે સત્ય તમારી સાથે છે તો ચિંતા કરવાની શું વાત છે. કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરતાં તેમણે કહ્યું કે ભ્રષ્ટ કેન્દ્ર સરકાર સામે આવી જ રીતે લડતા રહો. સાથે જ પ્રિયંકા ગાંધીએ લખ્યું કે ભાજપે કાળું નાણું સાફ કરવાનો વાયદો આપીને દેશને લાઇનમાં ઉભો કર્યો છે, પરંતુ ભાજપના શાસનમાં કાળા કામો છુપાવવા જેવા કામોની લાઇન લાગી છે.

આ પણ વાંચો:મુખ્ય આરોપી આશિષ મિશ્રાની રાઈફલથી ફાયરિંગ થયું હોવાનો ખુલાસો

પાત્રાએ કહ્યું- કોંગ્રેસે ભ્રષ્ટાચારનો રેકોર્ડ તોડ્યો

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું. પાત્રાએ કહ્યું કે 2007 થી 2012 ની વચ્ચે દસોલ્ટ એવિએશને કથિત રીતે એક વચેટિયાને 65 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. તે સમયે કોંગ્રેસની સરકાર હતી. રાહુલ ગાંધીએ ઈટલીમાંથી જવાબ આપવો જોઈએ. સાથે જ એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીએ જવાબ આપવો જોઈએ કે તમે અને તમારી પાર્ટીએ આટલા વર્ષો સુધી રાફેલ પર ભ્રમ ફેલાવવાનો આટલો પ્રયાસ કેમ કર્યો, જ્યારે આ કૌભાંડ તેમની સરકારમાં થયું હતું. પાત્રાએ કહ્યું કે 2007 થી 2012 વચ્ચે રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયો હતો. કોંગ્રેસે ભારતમાં કમિશનનો રેકોર્ડ તોડ્યો છે. રાહુલ ગાંધી રાફેલ ડીલ પર જુઠ્ઠાણું ફેલાવે છે.

તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર કમિશનનો આરોપ લગાવ્યો હતો. સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે જો INC એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું નામ બદલીને આઈ નીડ કમિશન(I Need Commission) કહેવામાં આવે તો તેમાં કોઈ અતિશયોક્તિ નહીં હોય. તે કમિશન વિના કંઈ કરતું નથી. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા વાડ્રા, રોબર્ટ વાડ્રા બધા કમિશન લે છે. તેમણે કહ્યું કે જીપ કૌભાંડ, બોફોર્સ કૌભાંડ, ટેટ્રા ટ્રક કૌભાંડ, અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ, જ્યાં કમિશન ત્યાં કોંગ્રેસ છે. યુપીએ સરકાર દરમિયાન દરેક ડીલની અંદર ડીલ થતી હતી અને હજુ પણ ડીલ થઈ પણ  શક્તિ નહતી. 65 કરોડ લીધા પછી પણ વાટાઘાટ થઈ શકી નહીં કારણ કે પરિવાર તેનાથી સંતુષ્ટ ન હતો. મોદીજીનો આભાર, અમે સરકાર-દર-સરકાર ડીલ કરી અને રાફેલ આવ્યું.

તેમણે કહ્યું કે કોણ કહે છે કે ભ્રષ્ટાચારની ખબર નથી. ભ્રષ્ટાચારનું સરનામું 10 જનપથ છે. ભાજપ આવ્યું ત્યારથી ભ્રષ્ટાચાર બેઘર થયો છે અને ગાંધી પરિવાર લાચાર બની ગયો છે અને આ લાચારી આપણે ઘણી વખત જોઈ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment