Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝરાહુલ ગાંધી આવશે સુરત, માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટે પાઠવ્યું સમન્સ

રાહુલ ગાંધી આવશે સુરત, માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટે પાઠવ્યું સમન્સ

rahul gandhi
Share Now

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે એટલે કે શુક્રવારે સુરત કોર્ટમાં હાજર થશે. એપ્રિલ 2019માં લોકસભા ચૂંટણી સમયે મોદી સરનેમને લઈને રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેને લઈને સુરતના ધારાસભ્ય અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા બનેલ મંત્રી પુરનેશ મોદીએ તેમના પર પર માનહાનિનો કેસ કર્યો હતો. ત્યારે આજે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એએન દવે દ્વારા રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ પહેલા રાહુલ ગાંધી 24 જૂને કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન બે સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આ પહેલા ઓક્ટોબર 2019માં આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કોર્ટમાં પોતાનો ગુનો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું કે તેઓ બપોરે 3 થી 6 વાગ્યા સુધી કોર્ટમાં હાજર રહી શકે છે.

મોદી સરનેમના લોકોને કહ્યા હતા ચોર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2019 ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમ્યાન મોદી સરનેમ ધરાવતા લોકોને ચોર ગણાવ્યા હતા. ત્યારે વિવાદાસ્પદ ટિપ્પણી  કરવા બદલ રાહુલ ગાંધીની સામે ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય અને હાલ ભૂપેન્દ્ર સરકારમાં મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો દાવો કર્યો હતો. આ મામલે ભૂતકાળમાં પણ ઘણી વખત સુનાવણી થઈ છે. પૂર્ણેશ મોદી હાલમાં ગુજરાત સરકારમાં મંત્રી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેઓ માર્ગ અને મકાન, પરિવહન, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન અને યાત્રાળુ વિકાસ વિભાગનો હવાલો સંભાળે છે.

rahul gandhi

આ પણ વાંચો:પીએમ મોદી દુનિયાની સૌથી મોટી પંચાયતમાં ભાગ લેવા પહોંચ્યા

રાહુલ ગાંધીએ શું કહ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી શા માટે છે? નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી બધાની સરનેમ મોદી કેમ છે. આ કેસમાં ગત સુનાવણીમાં કોર્ટે તત્કાલિન રિટર્નિંગ ઓફિસર અને ભાષણ રેકોર્ડ કરનાર ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડરના નિવેદનો નોંધ્યા હતા.

રાહુલ ગાંધીના સ્વાગતની તૈયારીઓ 

રાહુલ ગાંધી આજે માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટમાં હાજર રહેવાના છે ત્યારે સુરતમાં ઠેર ઠેર રાહુલ ગાંધીના સ્વાગતના પોસ્ટર લાગ્યા છે. સુરત એરપોર્ટથી લઈને સુરત સેશન્સ કોર્ટ સુધી રાહુલ ગાંધીના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેવાના છે ત્યારી ગુજરાત કોંગ્રેસ ણા નેતાઓ પણ સુરત ખાતે હાજર રહેશે. 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે એટલે કે શુક્રવારે સુરત કોર્ટમાં હાજર થશે. એપ્રિલ 2019માં લોકસભા ચૂંટણી સમયે મોદી સરનેમને લઈને રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેને લઈને સુરતના ધારાસભ્ય અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા બનેલ મંત્રી પુરનેશ મોદીએ તેમના પર પર માનહાનિનો કેસ કર્યો હતો. ત્યારે આજે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એએન દવે દ્વારા રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ પહેલા રાહુલ ગાંધી 24 જૂને કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન બે સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આ પહેલા ઓક્ટોબર 2019માં આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કોર્ટમાં પોતાનો ગુનો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું કે તેઓ બપોરે 3 થી 6 વાગ્યા સુધી કોર્ટમાં હાજર રહી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment