કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબ અને અન્ય કેટલાક સ્થળોએ ટોળા દ્વારા કથિત લિંચિંગની તાજેતરની ઘટનાઓને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બની તે પહેલા ‘લિંચિંગ’ શબ્દ સાંભળવામાં આવ્યો ન હતો. વધુમાં રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો.
પીએમ મોદીને કહ્યું થેંક્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરતાં ટ્વિટ કરી હતી અને લખ્યું કે, 2014 પહેલા ‘લિંચિંગ’ શબ્દ પણ સાંભળવામાં આવતો ન હતો. થેન્ક યુ મોદી જી
2014 से पहले ‘लिंचिंग’ शब्द सुनने में भी नहीं आता था।
Before 2014, the word ‘lynching’ was practically unheard of. #ThankYouModiJi
— Rahul Gandhi (@RahulGandhi) December 21, 2021
આ પણ વાંચો:Amazon Prime, Netflix અને Disney+ Hotstar માટે ના કરો ખર્ચ, આ રીતે મળશે ફ્રિ સબ્સ્ક્રિપ્શન
શું છે આ ‘લિંચિંગ’નો મામલો
રવિવારે, પંજાબના કપૂરથલાના નિઝામપુર ગામમાં ગુરુદ્વારામાં શીખ ધર્મના ‘નિશાન સાહિબ’ (ધ્વજ)નો કથિત અનાદર કરવા બદલ ટોળા દ્વારા એક અજાણ્યા વ્યક્તિને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. આ પહેલા શનિવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં કથિત અપવિત્રને લઈને ટોળા દ્વારા અન્ય એક વ્યક્તિને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, પંજાબમાં કોંગ્રેસની સરકાર છે.
એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોંઘવારી, પેગાસસ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ પર લખ્યું કે, “આ કેવા પ્રકારની સરકાર છે જે સંસદ ગૃહને કેવી રીતે સંભાળવું તે જાણતી નથી? મોંઘવારી, લખીમપુર હિંસા, MSP, લદ્દાખ, પેગાસસ, સસ્પેન્ડેડ સાંસદો જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાનું બંધ કરી શકતા નથી… !”
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબ અને અન્ય કેટલાક સ્થળોએ ટોળા દ્વારા કથિત લિંચિંગની તાજેતરની ઘટનાઓને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બની તે પહેલા ‘લિંચિંગ’ શબ્દ સાંભળવામાં આવ્યો ન હતો. વધુમાં રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4