Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝરાહુલ ગાંધીની બ્રેકફાસ્ટ પોલિટીક્સ, સાયકલ લઈને પહોંચ્યા સંસદ

રાહુલ ગાંધીની બ્રેકફાસ્ટ પોલિટીક્સ, સાયકલ લઈને પહોંચ્યા સંસદ

rahul gandhi,loksabha,gujarati news,news in gujarati
Share Now

સંસદનું હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આ ચોમાસું સત્રમાં પેગાસસ જાસૂસી કેસને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે ચર્ચા કરવા માંગે છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આજે સવારે વિપક્ષી દળોના સાંસદો સાથે બ્રેકફાસ્ટ કર્યું હતું. અને સરકારને ઘેરવા માટે રણનીતિ બનાવી હતી. તેમજ તમામ વિપક્ષી પાર્ટીઓએ પોતાની એકતા બતાવતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓ સાયકલ યાત્રા કરીને સંસદ પહોંચ્યા હતા.

સાયકલ પર સવાર થઈને પહોંચ્યા સંસદ 

વિપક્ષની એકતાને મજબૂત કરવા માટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે સવારે 17 વિપક્ષી પાર્ટીઓના નેતાઓને નાસ્તા માટે બોલાવ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તમામ વિપક્ષી પાર્ટીઓએ એકબીજા સાથે ચર્ચા કરીને એકજુટ થવું જોઈએ. તેમજ પેટ્રોલ અને ડીઝલના મુદ્દે આપણે બધાએ અવાજ ઉઠાવવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, આપણે અહીંથી સંસદ સુધી સાઈકલ માર્ચ કરી શકીએ છીએ. અને ત્યારબાદ રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના નેતા સાયકલ પર સવાર થઈને સંસદ ભવન પહોંચ્યા હતા. 

આ પણ વાંચો:ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી આવતી કાલે સાંભળશે ચાર્જ

રાહુલ ગાંધીની બેઠકમાં કોણ-કોણ આવ્યું?

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજ સવારે વિપક્ષી નેતાઓ સાથે દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ(TMC), આરજેડી(RJD), શિવસેના, સમાજવાદી પાર્ટી સહિત અન્ય ઘણા પક્ષોના નેતાઓ પહોંચ્યા છે. આ બેઠકમાં સંસદના ચોમાસુ સત્રના બાકી રહેલા સમયમાં સરકાર પર કેવી રીતે હુમલો કરવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

rahul gandhi,loksabha,gujarati news,news in gujarati

આમ આદમી પાર્ટી અને બસપાના સાંસદ રહ્યા ગાયબ 

રાહુલ ગાંધીએ બોલાવેલ વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ગાયબ રહી હતી. તેમની પાર્ટીના કોઈ પણ નેતા રાહુલ ગાંધીની બેઠકમાં પહોંચ્યા ન હતા. રાહુલ ગાંધીની બેઠકમાં એનસીપી(NCP), SS,આરજેડી (RJD), સમાજવાદી પાર્ટી (SP), CPIM, CPI, IUML, RSP, KCM, JMM, NC, TMC, LJDના નેતા હાજર રહ્યા હતા. વિપક્ષી પાર્ટીઓની આ બેઠકમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સરકાર આપની વાત સાંભળી રહી નથી, ત્યારે આપણે બધાએ ભેગા મળીને સડક થી સંસદ સુધી લડવું પડશે. સંસદમાં જેમ કોરોના પર ચર્ચા થઈ છે, તેવી જ રીતે પેગાસસ મુદ્દા પર પણ ચર્ચા થવી જોઈએ.

યુપી વિધાનસભા અને 2024ની ચૂંટણી પર છે નજર

નોંધનીય છે કે તાજેતરમાં જ 2024 ની તૈયારીના ભાગ રૂપે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હીની મુલાકાત લીધી હતી. નિષ્ણાતો દ્વારા એવું માનવામાં આવે છે કે મમતા બેનર્જી પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે. મમતાના દિલ્હીમાં આગમન બાદ રાહુલ ગાંધીએ ફરી એક વખત કમાન સંભાળી છે. અને પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

તાજેતરમાં જ રાહુલ ગાંધીએ વિપક્ષની ઘણી બેઠકોમાં ભાગ લીધો હતો. તેમજ વિપક્ષી પાર્ટીઓનું નેતૃત્વ કર્યું અને મીડિયા કર્મીઓ સાથે વાત પણ કરી હતી. ત્યારે આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીઓ સાથે બેઠક કરીને સાયકલ પર સવાર થઈને સંસદ પહોંચ્યા હતા. અને વિપક્ષી એકતા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. 

પેગાસસ પર વિપક્ષને નીતિશનું સમર્થન

પેગાસસ જાસૂસી કૌભાંડના મુદ્દે સરકાર સંપૂર્ણ રીતે ઘેરાયેલી છે.અને વિપક્ષ સતત આ મુદ્દે હોબાળો કરી રહ્યું છે. જેને લઈને સંસદ પણ ચાલી શકતી નથી. સરકાર પેગાસસ મુદ્દાથી પોતાને બચાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. ત્યારે ભાજપના જ સહયોગી એવા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નિવેદનથી ભાજપની ચિંતામાં મુકાયું છે. નીતિશ કુમારે કહ્યું છે કે પેગાસસ જાસૂસી કેસની તપાસ થવી જોઈએ. તમને જણાવી દઈએ કે અગાઉ નીતીશ અને તેજસ્વી યાદવ જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે સાથે જોવા મળ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment