Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝરાહુલ ગાંધી કેરળના ત્રણ દિવસીય પ્રવાસે, તેમના સંસદીય ક્ષેત્રમાં કરશે આ કામ

રાહુલ ગાંધી કેરળના ત્રણ દિવસીય પ્રવાસે, તેમના સંસદીય ક્ષેત્રમાં કરશે આ કામ

rahul gandhi,keral news,top ten news,big news,news in gujarati
Share Now

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી આજથી કેરળના ત્રણ દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તે પોતાના સંસદીય ક્ષેત્ર  વાયનાડ જશે અને ત્યાંનાં લોકોને મળશે. રાહુલ ગાંધી આજે મનાંથાવડીમાં ગાંધી પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે. આ કાર્યક્રમ બાદ તેઓ પીવાના પાણીના બે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. આમાંનો એક પ્રોજેક્ટ પદીનજરથારાની કુવલ્થોડ કોલોનીમાં છે જ્યારે બીજો પોંકુઝીની કટ્ટનિકા કોલોનીમાં છે.

ખેડૂતોનું કરશે સન્માન 

રાહુલ ગાંધી કેરળના ત્રણ દિવસીય પ્રવાસે છે. ત્યારે તેઓ અલગ અલગ કામોના ઉદ્ગતન કરવાના છે. ત્તેઓ પાણીના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ  નુલપ્પુઝામાં ફેમિલી હેલ્થ સેન્ટરમાં ડેન્ટલ યુનિટનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય 17 ઓગસ્ટ એટલે કે મંગળવારે કોંગ્રેસના નેતાઓ કાલપેટ્ટાના જિલ્લા કલેક્ટરને મળશે. અને સમગ્ર પરિસ્થિતિ વિષે જાણકારી મેળવશે. આ કાર્યક્રમ બાદ તેઓ કરસેરી પંચાયત કિસાન દિવસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ કરસેરી બેંક ઓડિટોરિયમ ખાતે ખેડૂતોનું સન્માન કરશે. આ સભાગૃહ ઉત્તર કરસેના તિરુવમ્બડીમાં સ્થિત છે.

rahul gandhi,keral news,top ten news,big news,news in gujarati

આ પણ વાંચો:મિશન 2022 અંતર્ગત ભાજપ કરશે જન સંવાદ કાર્યક્રમ

રાહુલ ગાંધી તેમના કાર્યક્રમ દરમિયાન મલપ્પુરમના વંદૂરમાં ગાંધી ભવન સ્નેહારામ વૃદ્ધાશ્રમના રહેવાસીઓ સાથે ભોજન કરશે. આ સિવાય તેઓ કોંગ્રેસના ઘણા કાર્યકરોને પણ મળશે અને તેમનો ઉત્સાહ વધારશે. આ સિવાય રાહુલ ગાંધી રાજ્યમાં હાજર કાર્યકરોને સંબોધિત કરશે. તેમની મુલાકાત ઘણી રીતે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીએ જમ્મુ -કાશ્મીરની લીધી હતી મુલાકાત 

અગાઉ, રાહુલ ગાંધી તાજેતરમાં જ જમ્મુ -કાશ્મીરની મુલાકાત લઈ ચૂક્યા છે. આ પ્રવાસ દરમિયાન તેમણે શ્રીનગરમાં ખીર ભવાની માતાની મુલાકાત લીધી હતી. આ પછી, રાહુલ ગાંધીએ તળાવના કિનારે આવેલી હઝરતબલ દરગાહની પણ મુલાકાત લીધી. તે જ સમયે, શ્રીનગરના એમએ રોડમાં નવનિર્મિત કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ રાહુલ ગાંધીએ કેન્દ્રની વર્તમાન મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું કેન્દ્ર સરકારની નીતિઓ સામે લડતો રહીશ.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી આજથી કેરળના ત્રણ દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તે પોતાના સંસદીય ક્ષેત્ર  વાયનાડ જશે અને ત્યાંનાં લોકોને મળશે. રાહુલ ગાંધી આજે મનાંથાવડીમાં ગાંધી પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે. આ કાર્યક્રમ બાદ તેઓ પીવાના પાણીના બે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. આમાંનો એક પ્રોજેક્ટ પદીનજરથારાની કુવલ્થોડ કોલોનીમાં છે જ્યારે બીજો પોંકુઝીની કટ્ટનિકા કોલોનીમાં છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment