Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝરાહુલ ગાંધી પહોચ્યા કાશ્મીર, કહ્યું મારી નસોમાં થોડી હજુ પણ થોડી કાશ્મીરિયત છે

રાહુલ ગાંધી પહોચ્યા કાશ્મીર, કહ્યું મારી નસોમાં થોડી હજુ પણ થોડી કાશ્મીરિયત છે

rahul gandhi,news in gujarati,jammu kashmir
Share Now

કોંગ્રેસના પૂર્વ અધય્ક્ષ અને સંસદ સભ્ય રાહુલ ગાંધી(Rahul Gandhi) જમ્મુ કાશ્મીરની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી  આર્ટીકલ ૩૭૦ અને 35A નાબુદ થયા બાદ રાહુલ ગાંધી પ્રથમ વખત જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. આજે તેમણે પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ સિવાય તેમણે શક્તિપીઠ ક્ષીર ભવાની મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ પણ લીધા હતા. ત્યારબાદ તેમણે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર  પર નિશાન સાધ્યું હતું. અને કહ્યું કે મારી નસોમાં હજુ થોડી કાશ્મીરિયત છે.

ભાજપે તમામ સારા કામોનો નાશ કર્યો

રાહુલ ગાંધીએ(Rahul Gandhi) કહ્યું, અમારો પરિવાર હાલ દિલ્હીમાં(Delhi) રહે છે. તે પહેલા અલ્હાબાદમાં અને તે પહેલા કાશ્મીરમાં રહેતો હતો. હું પણ કાશ્મીરિયતમાં માનું છું. કશ્મીરિયત થોડો ભાગ મારી નસોમાં પણ છે. અમે કાશ્મીરને પ્રેમ અને લગાવથી અલગ રીતે ઉકેલવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપે તમામ સારા કામોનો નાશ કર્યો છે. અમે જાણીએ છીએ કે જમ્મુ -કાશ્મીરના લોકો ખુબ દુ:ખી છે . મને પ્રેમ અને સમજણનો સંબંધ જોઈએ છે.rahul gandhi,news in gujarati,jammu kashmir

આ પણ વાંચો:પેગાસસ જાસૂસી કેસ: સુપ્રીમ કોર્ટે સોમવાર સુધી સુનાવણી સ્થગિત કરી

હું વારંવાર આવીશ

રાહુલ ગાંધીએ(Rahul Gandhi) વધુમાં કહ્યું કે, તેઓ કાશ્મીરની વારંવાર મુલાકાત લેવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું, ‘હું તમારી સાથે ઉભો રહીશ અને તમને રાજ્યનો દરજ્જો મળે એ માટે લડતો રહીશ. હું જમ્મુ અને લદ્દાખની પણ મુલાકાત લેવાનો  છું. આ તો હજુ શરૂઆત છે. મને બે વર્ષ પહેલા એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. પરંતુ હવે હું વારંવાર અહી આવતો રહીશ અને તમારી સાથે મુલાકાત કરતો રહીશ.

અમને બોલવાની તક નથી મળી રહી

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સંસદમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમને કેટલાક ગંભીર મુદ્દાઓ વિષે બોલવા દેવામાં આવતા નથી. અમને સંસદમાં બોલવાની મંજૂરી નથી. અમે સંસદમાં પેગાસસ, બેરોજગારી, કાશ્મીર અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ ઉઠાવવા માંગતા હતા. પરંતુ અમને આ મુદ્દે પરવાનગી આપવામાં ન આવી. રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સાથે મંચ શેર કર્યો હતો. આઝાદે 5 ઓગસ્ટના પગલા માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ’16, 500 લોકોને જેલમાં નાખવામાં આવ્યા હતા. અને પૂર્વ મુખ્યમંત્રીઓને પણ છોડવામાં આવ્યા ન હતા.

આપણને જમીન અધિકારો મહારાજા હરિસિંહે આપ્યા 

આઝાદે આગળ કહ્યું, ‘ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જમ્મુ -કાશ્મીર કરતા નાના છે પણ રાજ્યો છે. આપણને જમીન અધિકારો મહારાજા હરિસિંહે આપ્યા અને સુનિશ્ચિત કર્યા હતા. દેશમાં હાલ બેરોજગારી ચરમસીમા પર છે અને ઉદ્યોગો પડી ભાંગ્યા છે. વર્તમાન સંસદ સત્રમાં હવે ફક્ત ત્રણ દિવસ બાકી છે. ત્યારે જો કેન્દ્ર  સરકાર ધારે તો જમ્મુ કાશ્મીર ને ફરીથી રાજ્યનો દરજ્જો આપી શકે છે. અને આ કરવા માટે કેન્દ્ર સરકારને સંસદમાં બીલ પાસ કરવા માટે માત્ર પાંચ મીનીટનો જ સમય લાગશે.

ઉલ્લેખનીય છે કે,કોંગ્રેસના પૂર્વ અધ્ય્ક્ષ અને સંસદ સભ્ય રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી  આર્ટીકલ ૩૭૦ અને 35A નાબુદ થયા બાદ રાહુલ ગાંધી પ્રથમ વખત જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. આજે તેમણે પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ સિવાય તેમણે શક્તિપીઠ ક્ષીર ભવાની મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ પણ લીધા હતા. ત્યારબાદ તેમણે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર  પર નિશાન સાધ્યું હતું. અને કહ્યું કે મારી નસોમાં હજુ થોડી કાશ્મીરિયત છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment