છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો કૃષિકાયદાનો વિરોધ કરી રહ્યા છે અને કૃષિ કાયદા રદ કરવા માંગ કરી રહ્યા છે. એક બાજુ ખેડૂતો દિલ્હીના ” જંતર મંતર” પર ખેડૂત સંસદ કરી રહ્યા છે તો બીજી તરફ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને એમાં પણ ખેડૂતોના કૃષિ કાયદાને લઇ હંગામો થઇ રહ્યો છે. સંસદ ની બહાર અકાલી દળ અને બહુજન સમાજવાદી પાર્ટી ખેડૂતોના કાયદાને લઇ વિરોધ કરી રહ્યા છે. એવામાં આજે રાહુલ ગાંધી ખેડૂતોને સમર્થન આપવા ટ્રેક્ટર લઇ સંસદ પહોંચ્યા હતા. અને સરકાર સામે કૃષિ કાયદા રદ કરવા માંગ કરી. વધુમાં કહ્યું હતું કે સરકારે ખેડૂતોનો અવાજ સાંભળવો જોઈએ. સરકાર ખેડૂતોનો હક છીનવી રહી છે. તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ નવા કાયદા વિેશે કહ્યું કે આ કાળા કાયદા છે અને સરકારે તેને પાછા ખેંચવા જ પડશે. સમગ્ર દેશ જાણે છે કે આ કાયદા દેશના 2થી 3 ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાના છે. રાહુલગાંધીનીં ટ્રેક્ટર માર્ચ પર ગરમાયુ રાજકારણ.
Delhi: Congress leader Rahul Gandhi drives a tractor to reach Parliament, in protest against the three farm laws pic.twitter.com/JJHbX5uS5L
— ANI (@ANI) July 26, 2021
મનોજ તિવારીના રાહુલ ગાંધીની ટ્રેક્ટર માર્ચ પર પ્રહાર
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ આજે ખેડૂતોના સમર્થનમાં ટ્રેક્ટર ચલાવ્યું હતું. તેઓ ટ્રેક્ટર ચલાવીને જ સંસદ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ ખેડૂતોનો સંદેશ લઈને જઈ રહ્યા છે. ત્યારે મનોજ તિવારીએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીને હાલ એક્ટિંગમાં વધુ મન લાગી રહ્યું છે. અમને લાગે છે કે એક દિવસ શિવના મંદિર જશે તો શિવ ભક્ત થઇ જશે અને એક દિવસ જનોઈ પહેરી લેશે તો બ્રાહ્મણભક્ત બની જશે …એક દિવસ કિસાનોના ટ્રેક્ટર પર બેસસે તો કિસાન હિતેછુ બની જશે પરંતુ એવું ના થાય…વાસ્તવમાં રાહુલ ગાંધીને સત્યના ધરતાલનો પરિચય નથી. msp થી કિસાનો ખુશ જ છે.
આ પણ વાંચો : કૃષિ કાયદા વિરોધ કરશે હવે “મહિલા સંસદ”
રાહુલ ગાંધી કિસાનોના મુદ્દાને હાયજેક કરી રહ્યા – મુખ્તાર અબ્બાસ નકવીએ
મુખ્તાર અબ્બાસ નકવીએ પણ રાહુલો ગાંધી પર નિશાન સાધ્યું….કહ્યું રાહુલ ગાંધી કિસાનોના મુદ્દાને હાયજેક કરી રહ્યા છે. એક દિવસ ટ્રેક્ટર પર બેસી અને સાથ આપવો અને કિસાનોના હિત માટે કરવું અલગ છે…સંસદ સુધી ટ્રેક્ટર લઇ આવવું એ તો માત્ર રાહુલ ગાંધીનો રાજકીય ફાયદો હોઈ શકે….અને એટલે એ અસફળ થશે. તો બીજા કોંગ્રેસ નેતાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે છેલ્લા થી ૭ મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર જવાબ નથી અને કાયદા રદ પણ નથી કરતી. ખેડૂતોની વાત સરકાર નથી સાંભળતા.
રાહુલ ગાંધીની અટકાયત
આ બાજુ ચોમાસુ સત્ર વચ્ચે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ કૃષિ કયદાના વિરોધમાં ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પરિસરના ગેટ સુધી પહોંચ્યા. ત્યારબાદ પોલીસે પાર્ટીના કેટલાક નેતાઓની અટકાયત કરી. રાહુલ એવા સમયે કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પરિસર પહોંચ્યા કે જ્યારે ખેડૂતો જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાહુલ ગાંધી જે ટ્રેક્ટર ચલાવી રહ્યા હતાં તેના પર તેમની સાથે રાજ્યસભાના સભ્ય દીપેન્દ્ર હૂડા, પ્રતાપ સિંહ બાજવા અને પાર્ટીના કેટલાક અન્ય સાંસદો પણ બેઠા હતા. આ ટ્રેક્ટરની આગળ એક બેનર પણ લાગ્યું હતું જેના પર કિસાન વિરોધી ત્રણ કાળા કાયદા પાછા લો લખેલું હતું. કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધીની સાથે હાલના પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા, પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પ્રણવ ઝા, ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી અને અન્ય કેટલાક નેતાઓની પોલીસે અટકાયત કરી.
રાકેશ ટિકૈતે કહ્યું હવે યુપીમાં કરશુ આંદોલન
india today
રાકેશ ટિકેતે કહ્યું કે યુપી હમેંશા આંદોલનનો પ્રદેશ રહ્યો છે. મગના ખેડૂતોએ 3 હજાર સસ્તો પાક વેચ્યો. બટાકાના ખેડૂતો બર્બાદ થયા છે. શેરડી પકવતા ખેડૂતોને 12 હજાર કરોડની ચુકવણી બાકી છે. યુપીમાં ખેડૂતોને સૌથી મોંઘા ભાવે વીજળી મળે છે.ટિકેતે કહ્યું કે 5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં મોટી પંચાયત કરીને આંદોલનની શરુઆત કરીશું. સંયુક્ત મોરચાએ 8 મહિના આંદોલન કર્યા બાદ નિર્ણય લીધો છે કે યુપીની સાથે આખા દેશમાં આ આંદોલન વિસ્તારવામાં આવશે. ટિકેતે કહ્યું કે જ્યાં સુધી આ કાયદા પાછા ખેંચી નહીં લેવામાં આવે ત્યાં સુધી ખેડૂત આંદોલન પાછું નહીં ખેંચાય. લખનઉને પણ દિલ્હી બનાવી દઈશું. લખનઉની ચારેબાજુના દિલ્હી જેવા હાલ થશે.
કૃષિ કાયદાને લઇ પહેલા અને અત્યારે સતત સરકાર સામે પ્રહારો થતા રહે છે અને સાથે જ ખેડૂતો કૃષિકાયદા રદ કરવાની માંગ સાથે છેલ્લા ૯ મહિનાથી અડગ છે અને સામે સરકાર પણ અનેક વાટાઘાટો કરે છે પરંતુ રદ કરવા નતી માંગતી અને એટલે જ રાજકીય પક્ષો રાજકીય રોટલા શેકવા કિસાન આંદોલનમાં પહોંચી વિરોધ સાથે કરે છે પરંતુ જોવું એ રહ્યું કે શું ખેડૂતોની સંસદ માત્ર વિરોધ જ કરશે કે સરકાર કાયદા રદ કરશે ખરા તે જોવું રહ્યું. હવે તો દિલ્હીમાં તો જંતર પર કિસાન સંસદ કરે છે અને વિરોધ કરે છે તો સંસદ મોન્સૂન સત્રમાં પણ સ્થિગીત કાર્યવાહી ખેડૂતોના મુદ્દે થઇ છે તો જોવું એ રહ્યું કે હવે કિસાનો અને સરકાર કૃષિ કાયદાને લઇ કોઈ વચ્ચેનો રસ્તો શોધે છે કે પછી ખેડૂતો પહેલાની જેમ આંદોલન હિંસક બનાવશે .
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt