Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝસતત બીજા મહીને રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

સતત બીજા મહીને રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

rahul gandhi, jammu kashm ir, news in gujarati,gujarati news
Share Now

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ  અને સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે માતા વૈષ્ણો દેવીના દર્શન કરશે. રાહુલ ત્યાં સાંજે યોજાનારી વિશેષ આરતીમાં પણ ભાગ લેશે. પાર્ટી સૂત્રોએ આ માહિતી આપી છે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધી ગુરુવારે બપોરે જમ્મુ પહોંચશે. ત્યાંથી રાહુલ કટરા જશે અને કટરાથી તે પદયાત્રા કરીને વૈષ્ણવ દેવી મંદિર પહોંચશે. તેમણે કહ્યું કે તેઓ સાંજે વૈષ્ણો દેવી મંદિરમાં યોજાનારી વિશેષ આરતીમાં ભાગ લેશે અને પછી ત્યાં એક ‘ભવનમાં’ રાત રોકાશે.

રાહુલ ગાંધીનો કોઈ રાજકીય કાર્યક્રમ નથી 

જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (જેકેપીસીસી) ના પ્રમુખ ગુલામ અહમદ મીરને રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીર આવી રહ્યા છે તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ગુરુવારે રાહુલ ગાંધીનો કોઈ રાજકીય કાર્યક્રમ નથી અને તેઓ માતા વૈષ્ણવ દેવીના દર્શન કરશે. તેમણે કહ્યું કે તેઓ વૈષ્ણોદેવીથી પરત ફર્યા બાદ શુક્રવારે જમ્મુમાં કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કરશે. રાહુલ ગાંધી થોડા દિવસ પહેલા શ્રીનગરની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે શક્તિપીઠ ક્ષીર ભવાની મંદિરમાં દર્શન કર્યા હતા. બે વર્ષ પહેલા રાજ્યમાં કલમ 370 અને 35A હટાવ્યા બાદ રાહુલની આ બીજી જમ્મુ -કાશ્મીર મુલાકાત છે. અગાઉ રાહુલ 9-10 ઓગસ્ટના રોજ આવ્યા હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેટલાક રાજકીય કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો.

rahulgandhi, shrinagar,jammu kashmir, vaishnav devi mandir

આ પણ વાંચો:બિહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સદાનંદ સિંહનું નિધન, તમામ પક્ષના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

રાહુલ ગાંધી લદ્દાખ પણ જશે

એક જાણીતી ન્યૂઝ એજન્સી અનુસાર, મીરે કહ્યું છે કે, ‘અમે રાહુલ ગાંધીને છેલ્લા ત્રણ વર્ષથી કહી રહ્યા છીએ. તે પણ આવવા માંગતા હતા. પરંતુ રાજકીય પરિસ્થિતિ એવી હતી કે તે આવી શક્યા નહીં. હવે પરિસ્થિતિ થોડી સુધરતા તેમણે ગયા મહિને શ્રીનગરની મુલાકાત લીધી હતી અને 9, 10 સપ્ટેમ્બરે જમ્મુની મુલાકાત લેશે. સૌથી પહેલા તે માતા વૈષ્ણો દેવીને નમન કરશે.

પદયાત્રા કરીને મંદિરે જશે 

તેમણે કહ્યું કે ‘ઘણા નેતાઓ મંદિરમાં જાય છે, પરંતુ તેઓ હેલિકોપ્ટર અને ઘોડાનો ઉપયોગ કરે છે. રાહુલ ગાંધીએ મન બનાવી લીધું છે કે તેઓ કટરાથી મંદિર સુધી ચાલતા જશે અને મંદિરમાં પૂજા કરશે અને આરતીમાં ભાગ લેશે. બીજા દિવસે તે ફરી ચાલતા જ નીચે ઉતરશે. તેમને માતા વૃષ્ણો દેવીમાં વિશેષ શ્રદ્ધા છે, તેથી અમે તેમની મુલાકાતના પહેલા દિવસે કોઈ રાજકીય કાર્યક્રમ નક્કી કર્યો નથી.  જમ્મુમાં પાર્ટીના કાર્યક્રમ બાદ ગાંધી પાર્ટીના કેટલાક સ્થાનિક નેતાઓ સાથે પણ વાતચીત કરશે.

તમામ જિલ્લાઓની મુલાકાતનું આયોજન 

મીરે વધુમાં જણાવ્યું કે જમ્મુની આ મુલાકાત બાદ રાહુલ ગાંધી લદ્દાખ જવાનું વિચારી રહ્યા છે. તેમણે કહ્યું, “પરિસ્થિતિ સારી થયા પછી, તેમણે તમામ જિલ્લાઓની મુલાકાત લેવાની અને લોકોની સમસ્યાઓને જમીન પર લાવવાનો પ્રયાસ કરવાનું પણ આયોજન કર્યું છે.”

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment