Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝગુજરાત કોંગ્રેસના 15 જેટલા નેતાઓએ રાહુલ ગાંધી સાથે કરી બેઠક

ગુજરાત કોંગ્રેસના 15 જેટલા નેતાઓએ રાહુલ ગાંધી સાથે કરી બેઠક

GUJARAT CONGRESS, RAHUL GANDHI
Share Now

ગુજરાતમાં આગામી વર્ષ 2022 મા વિધાનસભાનની ચૂંટણી યોજાવાની છે.  ત્યારે ગુજરાત કોંગ્રેસમા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષનું પદ લઈને છેલ્લા ઘણા સમયથી ખાલી પડ્યું છે. તેવામાં ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપાશે તેના પર  સાઓની નજર  રહેલી છે. ત્યારે આ ખાલી પડેલ પદને લઈને ગુજરાત કોંગ્રેસના 15  જેટલા નેતાઓ દિલ્હીમાં રાહુલ ગાંધી  સાથે  બેઠક કરવા માટે પહોંચ્યા છે. પાર્ટી હાઈકમાન્ડ ગુજરાત વિધાનસભાની  ચૂંટનીમમાં કઇ કાચું કાપવા માંગતી નથી. માટે અત્યારથી જ વિઓધાનસભ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી કરી હતી બેઠક 

ગુજરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતાં અમિત ચાવડાએ પ્રદેશ અધ્યક્ષ પદેથી અને પરેશ ધાનાણીએ વિરોધ પક્ષના નેતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાની બીમારીના કારણે નિધન થયું હતું. ત્યારે આ સંજોગોમાં પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક  કરી છે. ત્યારે થોડા  સમય પહેલા જ રઘુ શર્માએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી હતી. અને નવા પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા અંગે ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં દરેક નેતાના અલગ મત આવતા આ મામલો પાર્ટી હાઇકમાન્ડ સુધી પહોંચ્યો હતો. ત્યારે આજે સવારથી કોંગ્રેસના 15 જેટલા નેતાઓઈ દિલ્હી રાહુલ ગાંધી સાથે બેઠક કરવા માટે પહોંચ્યા છે. 

આ પણ વાંચો:પીએમ મોદીએ રાષ્ટ્રને કર્યું સંબોધન, કહ્યું 100 કરોડ વેક્સિન દેશની ક્ષમતાનું પ્રતિબિંબ

યુવા ચહેરાની શોધમાં કોંગ્રેસ

આગામી વર્ષ 2022 માં ગજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election) યોજવાની છે. ત્યારે ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવી તેનએ લઈને કોંગ્રેસે બેઠકો શરૂ કરી છે. અને તમામ કોંગ્રેસી નેતાઓનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતાના ખાલી પડેલ પદની જવાબદારી માટે પાર્ટી હાઇકમાન્ડ યુવા ચહેરાની શોધમાં છે. ગુજરાતમાં થોડા સમય પહેલા જ યોજાયેલ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. તેમજ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ખરાબ રીતે હાર થઈ હતી. ત્યારે પાર્ટી વિધાનસભાની ચૂંટણીને સહેજ ઢીલાશ મૂકવા માંગતી નથી. ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓના ચાલી રહેલ આંતરિક જૂથવાદને જોતાં પાર્ટી હાઇકમાન્ડ યુવા ચહેરાની શોધમાં છે.

હાર્દિક અને જીગ્નેશ મેવાણીને મળી શકે છે મોટી જવાબદારી

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસને ટૂંક જ સમયમાં કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. થોડા દિવસો પહેલા, કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે અહીં કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે પાર્ટી સાથે જોડાયેલા મોટા નેતાઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ આજે રાહુલ ગાંધીએ દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના 15 જેટલા નેતાઓ સાથે ચર્ચા કરી હતી. કોણનગરેસ પાર્ટીનું હાઈકમાન્ડ ગુજરાતમાં યુવા ચહેરાઓને તક આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી હાઈકમાન્ડ ગુજરાતમા હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીને મોટી જવાબદારી આપી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી વર્ષ 2022 મા વિધાનસભાનની ચુનંતની યોજાવાની છે.  ત્યારે ગુજરાત કોંગ્રેસમા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષનું પદ લઈને છેલ્લા ઘણા સમયથી ખાલી પડ્યું છે. તેવામાં ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપાશે તેના પર  સાઓની નજર  રહેલી છે. ત્યારે આ ખાલી પડેલ પદને લઈને ગુજરાત કોંગ્રેસના 15  જેટલા નેતાઓ દિલ્હીમાં રાહુલ ગાંધી  સાથે  બેઠક કરવા માટે પહોંચ્યા છે. પાર્ટી હાઈકમાન્ડ ગુજરાત વિધાનસભાની  ચૂંટનીમમાં કઇ કાચું કાપવા માંગતી નથી. માટે અત્યારથી જ વિઓધાનસભ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment