ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે(PRASHANT KISHOR) મંગળવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(RAHUL GANDHI) સાથે તેમના નિવાસસ્થાન દિલ્હી ખાતે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. આગામી વર્ષ 2022 માં દેશના સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની છે. ત્યારે રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોરની આજે થયેલી બેઠકથી રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે.
Poll strategist Prashant Kishor meets Congress leader Rahul Gandhi at his residence in Delhi.
(File photos) pic.twitter.com/SrMYH3jGlY
— ANI (@ANI) July 13, 2021
દેશના 7 રાજ્યોમાં યોજાવાની છે વિધાનસભા ચૂંટણી
દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ ભાજપ(BJP) અથવા ભાજપ સમર્થિત સરકારો સત્તા સ્થાને બિરાજમાન છે. ત્યારે દેશમાં આગામી વર્ષ 2022 માં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આમ 2022 માં 7 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની છે. ત્યારે લોકસભાની 2024ની ચૂંટણીમાં ભાજપને રોકવા માટે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રોકવું ખુબજ જરૂરી છે. ઘણા સમયથી પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે રાહુલ ગાંધી સાથે પ્રશાંત કિશોરની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
PC- INDIATODAY
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહ્યા છે આંતરિક ડખા
પંજાબમાં હાલ કોંગ્રેસની સરકાર છે. અને પંજાબ કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં આંતરિક ડખાઓ ચાલી રહ્યા છે. તેમજ સિદ્ધુ પણ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહની સામે પડ્યા હતા. અને પ્રજાના મુદ્દાઓને લઈને કેપ્ટન અમરિન્દરસિંહનો વિરોધ કર્યો હતો. આ બધા વચ્ચે પંજાબમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિહે પ્રશાંત કિશોરને થોડા સમય પહેલાજ પોતાના મુખ્ય સલાહકાર બનાવ્યા છે. ત્યારે રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોરની આજની બેઠક આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને અતિમહત્વની બની જાય છે.
શરદ પવાર સાથે પણ કરી હતી બેઠક
તમને જણાવી દઈએ કે, પ્રશાંત કિશોર(PRASHANT KISHOR) એક મહિના પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર સાથે પણ બેઠક કરી હતી. અને એક જ મહિનામાં ત્રણ વખત બંધ બારણે બેઠકો કરવામાં આવી હતી. અને ત્યારબાદ શરદ પવારે તેમના નિવાસસ્થાને વિપક્ષી દળોની એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં આગામી વર્ષ 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી વિષે ચર્ચા કરવામાં આવી હતી.
PC-ICHOWK
આ પણ વાંચો:રાજકીય ગરમાગરમી વચ્ચે PM મોદી આવશે ગુજરાત
પશ્ચિમ બંગાળમાં મમતા દીદી માટે વ્યૂહરચના તૈયાર કરી હતી
થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રશાંત કિશોર TMCના રાષ્ટ્રીય અધ્યક્ષ મમતા દીદીના મુખ્ય સલાહકાર તરીકે હતા. અને પ્રશાંત કિશોર TMC માટે રણનીતિ બનાવી હતી. અને તેને પગલેજ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં TMCની જીત થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે પોતાની પૂરેપૂરી તાકાત મમતા દીદીને સત્તા પરથી હટાવવા માટે લગાવી દીધી હતી. છતાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોર(PRASHANT KISHOR) એક ચૂંટણી વ્યૂહરચનાકાર છે. અને તેઓ રાજકીય પાર્ટીઓ માટે રાંનીતિઓ બનાવતા હોય છે. જેમાંથી ઘણી બધી જગ્યાએ સફળતા પણ મળી છે. તેનું તાજું ઉદાહર જોઈએ તો પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ નજર સમક્ષ જ છે. ત્યારે આગામી વર્ષ 2022 માં દેશના 7 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. અને તેમાંથી મોટાભાગના રાજ્યોમાં ભાજપની સરકાર છે. ત્યારે આજે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને પ્રશાંત કિશોર અને રાહુલ ગાંધીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ પહેલા થયેલી આ બેઠક અતિમહત્વની બની જાય છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4