Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝસંજય ગાંધીની મૃત્યુ પર રાહુલ ગાંધીએ કર્યો ખુલાસો, કહ્યું તેમને વિમાન ઉડાવવાનો અનુભવ ન્હોતો

સંજય ગાંધીની મૃત્યુ પર રાહુલ ગાંધીએ કર્યો ખુલાસો, કહ્યું તેમને વિમાન ઉડાવવાનો અનુભવ ન્હોતો

rahul gandhi on sanjay gandhi deatyh,sanjay gandhi death
Share Now

ભારતીય રાજકારણના ઇતિહાસમાં એવી કેટલીક ઘટનાઓ બની છે, જેની ચર્ચા સમય સમય પર થતી રહે છે. આમાંથી એક સંજય ગાંધીનું(Sanjay Gandhi) મૃત્યુ છે. સંજય ગાંધીના મૃત્યુ(Sanjay Gandhi’s death) વિશે આજ સુધી ઘણી બધી વાતો કહેવામાં આવી છે.  તેમનું વિમાન ક્રેશ થયું હતું કે અકસ્માત હતો કે પછી કોઈ ષડયંત્ર તેને લઈને ઘણા લોકોએ પુસ્તકો અને અન્ય માધ્યમો દ્વારા જુદી જુદી વાતો કહી છે. 23 જૂન 1980 નો દિવસ જ્યારે એક વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો અને દેશમાં રાજકીય સમીકરણો મોટા પ્રમાણમાં બદલી નાખ્યા હતા. આ વિમાન દુર્ઘટના પર પ્રથમ વખત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) ખુલીને વાત કરી છે.

રાજીવ ગાંધીએ વિમાન ઉડાવવાની ના પાડી

ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત રાજીવ ગાંધી(Rajiv Gandhi) ફોટો પ્રદર્શનમાં બનાવેલા વિડીયોમાં રાહુલ ગાંધીએ તેમના પિતા સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી હતી. આ વિડીયો ધ જોય ઓફ ફ્લાઇટ યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી તે પ્લેન સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ શેર કરતા પણ જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે અંકલ સવારે મારા પિતા સાથે વિમાનમાં બહાર જતા હતા.  બંનેને વિમાન ઉડાવવાનું પસંદ હતું. વિડીયોમાં રાહુલ ગાંધીએ વિમાન દુર્ઘટનામાં તેમના કાકા સંજય ગાંધીના મૃત્યુને પણ યાદ કર્યું અને કહ્યું કે જે દિવસે ભયાનક અકસ્માત થયો તે દિવસે મારા પિતા એટલેકે રાજીવ ગાંધીએ સંજય ગાંધીને વિમાન ઊડાડવાની ના પડી હતી.

શું સંજય ગાંધીને વિમાન ઉડાવવાનો અનુભવ નહોતો?

રાહુલ ગાંધીએ(Rahul Gandhi) કહ્યું કે મારા કાકા જે વિમાન ઉડાવી રહ્યા હતા તે ખૂબ જ ઝડપી હતું. મારા પિતાએ તેમને કહ્યું કે આ પ્લેન ના ઉડાવીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે મારા કાકાને વિમાન ઉડાવવાનો એટલો બધો અનુભવ નહોતો. તેમની પાસે ત્રણ સોથી સાડા ત્રણસો કલાક સુધી વિમાન ઉડાવવાનો અનુભવ હતો. જે અનુભવ મારી પાસે પણ છે. તેમણે તે વિમાન નહોતું ઉડાવવું જોઈતું તેમ છતાં તેમણે ઉડાવ્યું હતું. નવી દિલ્હીના સફદરજંગ એરપોર્ટ નજીક વિમાન હવામાં ક્રેશ થવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

Rahul gandhi on sanjay gandhi death,sanjay gandhi death story

આ પણ વાંચો:મહિલાને વળતર ના ચૂકવતા હાઇકોર્ટે પાંચ IAS અધિકારીઓને ફટકારી જેલની સજા

તે દિવસે શું થયું હતું?

સંજય ગાંધી 21 જૂન 1980 ના રોજ પ્રથમ વખત પિટ્સ ઉડાવી રહ્યા હતા. 22 જૂને પણ તેમણે તેમની પત્ની મેનકા ગાંધી, ઈન્દિરા ગાંધીના ખાસ મદદનીશ આર કે ધવન અને ધીરેન્દ્ર બ્રહ્મચારી સાથે તેમણે ઉદયન ભરી હતી. 23 જૂનના રોજ સંજય ગાંધી દિલ્હી ફ્લાઇંગ ક્લબના પૂર્વ પ્રશિક્ષક સુભાષ સક્સેનાના ઘરે પહોંચ્યા જે સફદરજંગ એરપોર્ટની બાજુમાં રહેતા હતા. સંજય ગાંધીએ કેપ્ટન સક્સેનાને ફ્લાઇટમાં તેમની સાથે આવવાનું કહ્યું. કેપ્ટન સક્સેના ચા પીને વિમાનમાં ગયા ત્યાં સુધીમાં તેમનો પટાવાળો આવે છે અને કહે છે કે સંજય ગાંધી વિમાનમાં બેઠા છે. કેપ્ટન સક્સેનાએ તેના કર્મચારીને ઘરે મોકલીને કહ્યું કે તે 10-15 મિનિટમાં પરત આવશે. કેપ્ટન સક્સેના સંજય ગાંધીની સાથે વિમાનમાં ગયા. આ પ્લેન લગભગ 8 વાગ્યે ટેકઓફ કરે છે.

 

વિમાન નીચે ઉતરે છે અને કાળો ધુમાડો દેખાય છે. કંટ્રોલ ટાવરમાં બેઠેલા લોકો વિમાનને જોઈને લોકો ચોંકી ગયા હતા. શું થયું છે તે કોઈ સમજી શક્યું નહીં. પિટ્સ અશોકા હોટલ પાછળ તરત જ ખોવાઈ જાય છે. સંજય ગાંધીનું વિમાન અશોકા હોટલની પાછળના ઝાડ પર પડ્યું અને વિમાનના ટુકડા થઈ ગયા. આ દુર્ઘટનામાં સંજય ગાંધી અને અન્ય એક પાયલોટે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ભારતીય રાજકારણનો એક અલગ ચહેરો 

23 જૂન, 1980 ના રોજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના(Indira Gandhi) નાના પુત્ર સંજય ગાંધીનું(Sanjay Gandhi) વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તે સમયે સંજય ગાંધીને ઇન્દિરા ગાંધીના રાજકીય ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતા હતા. એવું કહેવામાં આવ્યું છે કે જો સંજય ગાંધીનું મૃત્યુ ન થયું હોત તો રાજીવ ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો ન હોત. આજે પણ લોકો માને છે કે જો સંજય ગાંધીનું વિમાન દુર્ગટનામા મૃત્યુ થયું ના હોત તો ભારતના રાજકારણમાં ચહેરો અલગ હોત. કેટલાક લોકો એમ પણ કહે છે કે ઈન્દિરા ગાંધી ટૂંક સમયમાં સંજય ગાંધીને મંત્રીમંડળમાં સામેલ કરવા જઈ રહ્યા હતા, પરંતુ તે પહેલા સંજય ગાંધીનું નિધન થઈ ગયું હતું. 

રાહુલ ગાંધીની વાત પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી

રાહુલ ગાંધીએ સંજય ગાંધીએ સંજય ગાંધીના(Sanjay Gandhi) મૃત્યુને લઈને કરેલી વાત બાદ હજુ સુધી આ મામલે વરુણ ગાંધી કે મેનકા ગાંધી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. વરુણ ગાંધી હાલમાં ભાજપના સાંસદ છે અને બંને પરિવારો તરફથી એકબીજા પર ક્યારેય કોઈ ટિપ્પણી આવતી નથી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment