Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝયુવા નેતાઓની નવી ટીમ તૈયાર કરી રહ્યા છે રાહુલ ગાંધી, કન્હૈયા કુમાર જોડાઈ શકે છે કોંગ્રેસમાં

યુવા નેતાઓની નવી ટીમ તૈયાર કરી રહ્યા છે રાહુલ ગાંધી, કન્હૈયા કુમાર જોડાઈ શકે છે કોંગ્રેસમાં

kanhaiya kumar, rahul gandhi, kanhaiya kumar congress
Share Now

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના(JNU) પૂર્વ પ્રમુખ અને હાલમાં CPI નેતા કન્હૈયા કુમાર(Kanhaiya Kumar) કોંગ્રેસના(Congress) સંપર્કમાં છે. કન્હૈયા કુમાર આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે.  તેઓ મંગળવારે રાહુલ ગાંધીને(Rahul Gandhi) મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી અને કન્હૈયા કુમાર બંને અવારનવાર મળતા રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે કન્હૈયા સિવાય ગુજરાતના યુવાન અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી(Jignesh Mewani) સહિત અન્ય ઘણા ભાજપ વિરોધી યુવા ચહેરાઓ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. હાર્દિક પટેલ(Hardik Patel)પહેલાથી જ કોંગ્રેસમાં છે.

કોંગ્રેસમાં કન્હૈયાની ભૂમિકા શું હશે?

કન્હૈયા કુમારના(Kanhaiya Kumar) કોંગ્રેસમાં જોડાવવા અંગે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. કોંગ્રેસ દેશભરમાં મોદી સરકાર(Modi Governemnt) વિરુદ્ધ આંદોલન શરૂ કરવાની રણનીતિ બનાવી રહી છે. આંદોલન સાથે ઓળખાતા યુવા નેતાઓ આ અભિયાન સાથે જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી 2024 માં મોદીને ઘેરવા માટે યુવા નેતાઓની ટીમ બનાવી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ જેવા નેતાઓ, જે જૂની ટીમ રાહુલના મહત્વના સભ્યો હતા. હાલ તેઓ કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં જોડાયા છે. રણદીપ સુરજેવાલા, મિલિંદ દેવડા જેવા નેતાઓ હવે વરિષ્ઠોની શ્રેણીમાં આવી ગયા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને પુનર્જીવિત કરવા માટે રાહુલ ગાંધી ભાજપ વિરોધી વિચારધારાના યુવા નેતાઓની નવી ટીમ તૈયાર કરી રહ્યા છે.

rahul gandhi, kanhaiya kumar, kanhaiya kumar congress

આ પણ વાંચો:UP માં આમ આદમી પાર્ટીએ 100 સંભવિત ઉમેદવારોની યાદી કરી જાહેર

કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રીય ભૂમિકા જોવા મળશે કન્હૈયા 

સૂત્રોના જણાવ્યા અનુસાર કન્હૈયા કુમાર(Kanhaiya Kumar) કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રીય ભૂમિકામાં જોવા મળશે. યુવાનોમાં લોકપ્રિય કન્હૈયાના રૂપમાં બિહારમાં કોંગ્રેસને મોટો ચહેરો મળશે. એ જાણવું જરૂરી છે કે બિહારમાં કોંગ્રેસના સાથી રાષ્ટ્રીય જનતા દળનું વલણ કન્હૈયા પ્રત્યે નકારાત્મક રહ્યું છે. આવી સ્થિતિમાં આરજેડી પર ગુસ્સો કરીને બિહારમાં કન્હૈયાને ચહેરો બનાવવો કોંગ્રેસ માટે સરળ રહેશે નહીં. 2016 માં જેએનયુમાં રાષ્ટ્ર વિરોધી નારા લગાવવાના કેસમાં આરોપી કન્હૈયા વિશે એક અભિપ્રાય પણ છે કે તે કોંગ્રેસને તેના ફાયદાને બદલે નુકશાન કરાવી શકે છે.

ગિરિરાજ સિંહ  સામે લડ્યા હતા લોકસભા ચૂંટણીમાં

હાલમાં કન્હૈયા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) ની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય છે. ગત લોકસભા ચૂંટણીમાં કન્હૈયાએ બિહારની બેગુસરાય બેઠક પરથી ભાજપના મજબૂત નેતા ગિરિરાજ સિંહને પડકાર્યા હતા. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. રાષ્ટ્રીય જનતા દળે કન્હૈયા સામે ઉમેદવાર ઉતાર્યો હતો. જોકે વિધાનસભા ચૂંટણીમાં આરજેડી-કોંગ્રેસ ગઠબંધનમાં ડાબેરી પક્ષો પણ સામેલ હતા. પરંતુ કન્હૈયાએ ચૂંટણી લડી ન હતી.

બિહાર માં કન્હૈયા સતત સક્રિય 

લોકસભા ચૂંટણીમાં હાર બાદ કન્હૈયા બિહારમાં સતત સક્રિય છે. તેમણે નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ મોટી સભાઓ યોજી હતી. કોરોના મહામારીના સમયે, તેમણે પડદા પાછળ રહીને તેમના જિલ્લા બેગુસરાયના લોકોને મદદ કરતા રહ્યા હતા. કન્હૈયાએ બિહારની ચૂંટણીમાં પ્રચાર કર્યો પણ પોતાની જાતને ખૂબ મર્યાદિત રાખી હતી. ચૂંટણી બાદ કન્હૈયા પોતાની પાર્ટીમાં વિવાદોમાં પણ ફસાઈ ગયા હતા. જોકે, કન્હૈયા એ પણ જાણે છે કે CPI નેતા તરીકે તેઓ ચર્ચામાં રહેશે પરંતુ રાજકીય સફળતા મુશ્કેલ છે. સ્વાભાવિક છે કે કન્હૈયા પણ વિકલ્પ શોધી રહ્યો છે.

કન્હૈયા મુસ્લિમોમાં પણ ખૂબ જ લોકપ્રિય

બિહારમાં સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ તેજસ્વી યાદવ, ચિરાગ પાસવાન જેવા યુવા પેઢીના નેતાઓ સામે ભાવિ નેતૃત્વ શોધી રહી છે. પોતાના ભાષણની શૈલીથી દેશભરમાં પ્રખ્યાત કન્હૈયા બિહારના યુવાનોમાં ખૂબ પ્રખ્યાત છે. કન્હૈયા ભૂમિહાર જાતિનો છે જેનો ઝોક ભાજપ તરફ રહે છે. કન્હૈયાના માધ્યમથી કોંગ્રેસ આ જાતિ તેમજ આગળના સમાજને સંદેશ આપી શકે છે. લઘુમતી સમાજ એટલે કે મુસ્લિમોમાં પણ કન્હૈયાને ખૂબ પસંદ કરવામાં આવે છે.

કોંગ્રેસમાં જોડાવા બાબતે 

માત્ર કોંગ્રેસ તરફથી જ નહીં, પણ કન્હૈયાની છાવણીમાંથી પણ કન્હૈયાના કોંગ્રેસમાં જોડાવા અંગે સકારાત્મક સંકેતો છે. જો કે, આ સમગ્ર બાબતમાં  ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર કે અન્ય કોઈ કોંગ્રેસી નેતાની ભૂમિકા નથી. બિહાર કોંગ્રેસના નવા અધ્યક્ષ અને નવી સમિતિની જાહેરાતમાં વિલંબ સાથે લોકો કોંગ્રેસમાં કન્હૈયાના પ્રવેશને પણ જોડી રહ્યા છે, પરંતુ પક્ષના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ આવી અટકળો ખોટી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment