Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝરાહુલ ગાંધી ટ્રેક્ટર લઈને પહોચ્યા સંસદ ભવન, કહ્યું ખેડૂતોનો સંદેશ લઈને આવ્યો છું

રાહુલ ગાંધી ટ્રેક્ટર લઈને પહોચ્યા સંસદ ભવન, કહ્યું ખેડૂતોનો સંદેશ લઈને આવ્યો છું

rahul gandhi, gujarati news, khedut andolan
Share Now

ખેડુત  આંદોલનના સમર્થનમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી સરકારને સંસદથી રસ્તા સુધી ઘેરી લેવાનો સતત પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી પોતે ખેડૂતોના સમર્થનમાં છે તેવું બતાવવાની કોઈ તક ગુમાવી રહી નથી. ત્યારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા હતા. ત્યારે દિલ્હી પોલીસે કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપસિંહ સુરજેવાલા અને અન્ય નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. પેન્ટ શર્ટ પહેરીને રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઘણા નેતાઓ ટ્રેક્ટર પર બેઠા હતા. કોંગ્રેસના નેતાઓના હાથમાં ખેડૂત આંદોલનને સમર્થન આપતા અને કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ કરતા પ્લેકાર્ડ પણ હતા. 

ખેડૂતોને આતંકવાદી કહી રહ્યા છે

રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર એમ કહી રહી છે કે ખેડુતો ખુશ છે. અને ધરણા પર બેઠેલા ખેડુતોને આતંકવાદીઓ કેહવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશના ખેડૂતોના હક છીનવાઇ રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ખેડૂતોનો સંદેશ લઈને આવ્યો છું. સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. અને એટલેજ સરકાર સંસદમાં આ મુદ્દાઓ પર ચર્ચા થવા દેતી  નથી. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે કોઈ પણ હિસાબે આ ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવા જ પડશે. 

rahul gandhi, gujarati news, khedut andolan

PC-HINDUSTAN TIMES

આ પણ વાંચો:અમેરિકી વિદેશ મંત્રી ભારતની મુલાકાતે, આ મુદ્દે કરવામાં આવશે ચર્ચા

ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટેના કાયદા

રાહુલ ગાંધીએ કહ્યું કે, આખો દેશ જાણે છે કે આ કૃષિ કાયદાઓનો લાભ ફક્ત બે-ત્રણ ઉદ્યોગપતિઓને જ મળવાનો છે. તમને જણાવી દઈએ કે, હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જ્યાં વિપક્ષ સતત કૃષિ કાયદા, મોંઘવારી અને પેગાસુસ જાસૂસીના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચોમાસા સત્રના પહેલા અઠવાડિયામાં વિપક્ષ દ્વારા સતત હંગામો થતાં કામ થઈ શક્યું નહીં.

શિરોમણિ અકાલી દળ અને બસપાએ પણ કર્યો  વિરોધ 

રાહુલ ગાંધી ઉપરાંત શિરોમણિ અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટીના સાંસદોએ પણ નવા ત્રણ કૃષિ કાયદાના  વિરોધમાં સંસદ ગૃહની બહાર દેખાવો કર્યા હતા.આ દરમિયાન, પેગાસસ રીપોર્ટને લઈને વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે રાજ્યસભા બપોર 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. તેમજ હોબાળોને પગલે લોકસભા ગૃહની કાર્યવાહી પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ અગાઉ લોકસભા અને રાજ્યસભામાં કારગીલ વિજય દીવસ નિમિત્તે કારગિલ યુદ્ધના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર વેઇટ લિફ્ટટર મીરાબાઈ ચાનુનું બંને ગૃહોમાં સન્માન કરવામાં આવ્યું હતું.

તમને જણાવી  દઈએ કે, ખેડુત  આંદોલનના સમર્થનમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી સરકારને સંસદથી રસ્તા સુધી ઘેરી લેવાનો સતત પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી પોતે ખેડૂતોના સમર્થનમાં છે તેવું બતાવવાની કોઈ તક ગુમાવી રહી નથી. ત્યારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ટ્રેક્ટર ચલાવીને વિજય ચોક પહોંચ્યા હતા. ત્યારે દિલ્હી પોલીસે કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપસિંહ સુરજેવાલા અને અન્ય નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. પેન્ટ શર્ટ પહેરીને રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઘણા નેતાઓ ટ્રેક્ટર પર બેઠા હતા. કોંગ્રેસના નેતાઓના હાથમાં ખેડૂત આંદોલનને સમર્થન આપતા અને કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ કરતા પ્લેકાર્ડ પણ હતા. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment