Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝમોંઘવારીના વિકાસ મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર

મોંઘવારીના વિકાસ મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર

RAHUL GANDHI
Share Now

છેલ્લા ઘણા દિવસોથી મોંઘવારીનો માર લોકો સહન કરી રહ્યા છે…પેટ્રોલ, ડીઝલ અને તેલના ભાવ ભડકે બાળી રહ્યા છે અને લોકોનું તેલ નીકળી રહ્યું છે ત્યારે સતત કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે.. કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મોંઘવારીને કારણે પેટ્રોલના બ હવે ૧૦૦ ની આસપાસ પહોંચી ગયા અને લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે… રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ટ્વીટર પર ટ્વીટ કરીને મોદી સરકાર પર પ્રહાર કરતા હોય છે. ત્યારે વધુંમાં ફરી વખત તેમણે પેટ્રોલ ડિઝલના વધતા ભાવને લઈને મોદી સરકારને ટાર્ગેટ કર્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે વડાપ્રધાનની બસ મિત્રોની જવાબદારી છે. જેના કારણે તેઓ ફરી વખત ચર્ચામાં આવ્યા છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ 100 રૂપિયાને પાર

આપને જણાવી દઈએ કે મોટા ભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પહોચી ગયો છે. તો ગણા બધા રાજ્યોમાં ડિઝલનો ભાવ પણ 100 રૂપિયાની આસપાસ પહોચી ગયો છે. જેથી રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા, જેમા તેમણે કહ્યું કે મોંઘવારીનો વિકાસ યથાવત છે. અચ્છે દિન દેશ માટે ભારે પડી રહ્યા છે.

આ પણ વાંચો : ગીત વાગતું રહ્યું અને અતુલભાઈ સંઘવીને Live દરમિયાન આવી ગયો એેટેક

વધતા ભાવને લઈને સરકાર પર કર્યા પ્રહાર

ટ્વીટર પર તેમણે જે ટ્વીટ કર્યુ છે, તેમા તેમણે #PNG અને #CNGpricehikનો ઉપયોગ કર્યો છે. નોંધપાત્ર બાબત છે કે પેટ્રોલ ડિઝલના વધતા ભાવને લઈને સામાન્ય માણસો ભારે હાંલાકીનો સામનો કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા ભાવમાં ઘટાડો કરવામાં નથી આવી રહ્યો જેના કારણે હવે વિપક્ષ દ્વારા સરકાર પર પેટ્રોલના ભાવને લઈને નિશાન સાંધવામાં આવી રહ્યું છે.

CNG અને PNGના ભાવમાં પણ વધારો

ગઈકાલે પણ પેટ્રોલના ભાવામાં 35 પૈસા અને ડિઝલના ભાવમાં 9 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે પેટ્રોલનો ભાવ 16 રૂપિયા 85 પૈસા તો ડીઝલનો ભાવ 15 રૂપિયા 75 પૈસા વધ્યો છે. જેના કારણે લોકોનું બજેટ ખોરવાયું છે. ત્યારે વધુંમાં સરકાર દ્વારા સીએનજી અને પીએનજીના ભાવ પણ વધારવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી મોદી સરકારને ટાર્ગેટ કરી રહ્યા છે. અગાઉ પણ તેમણે મન કી બાત મુદ્દે વડાપ્રધાનને કહ્યું હતું કે પહેલા લોકો સુધી વેક્સિન પહોચાડો બાદમાં મન કી બાત કરજો. ત્યારે ફરી વખત તેમણે પેટ્રોલના વધતા ભાવને લઈને મોદી સરકારને ટાર્ગેટ કરી છે. જો કે મોદી સરકાર પર વિપક્ષ વારંવાર પહારો કરવા બહાના શોધતું હોઈ છે એની પહેલા પણ વેક્સીનને લઇ આકરા પહારો કર્યા હતા ..મહામારીમાં પણ વિપક્ષ આફતના સમયમાં અવસર ગોતી રાજનીતિ કરવાનું છોડતા નથી અને ફરી અત્યારે ટ્વિટર પર પ્રહારો કરી સરકારને ઘેરવાના પ્રયાસો કરે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment