Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / January 16.
Homeન્યૂઝરાહુલ ગાંધીએ આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોની યાદી કરી જાહેર, સરકારને વળતર આપવા કરી માંગ

રાહુલ ગાંધીએ આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોની યાદી કરી જાહેર, સરકારને વળતર આપવા કરી માંગ

Rahul-Gandhi-On-NO-Record
Share Now

કૃષિ આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને વળતરની માંગ પર રાજકારણ ગરમાયું છે. એક તરફ ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરી છે કે, ખેડૂતોના આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોનો કોઈ રેકોર્ડ સરકાર પાસે નથી. જેને લઈને હવે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

નો રેકોર્ડના નિવેદન પર રાહુલનો પલટવાર

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે થોડા દિવસ પહેલા સંસદમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું કેન્દ્ર સરકાર ખેડૂતોને વળતર આપવા જઈ રહી છે, હા કે ના, જવાબ મળ્યો કે સરકાર પાસે ખેડૂતોનો કોઈ રેકોર્ડ નથી. . તેઓ નથી જાણતા કે આ 700 ખેડૂતો કોણ છે. રેકોર્ડ જ નથી તો શેનુંવળતર? પરંતુ આ ખોટું છે.

આ પણ વાંચો:પીએમ મોદીએ ઇન્ફિનિટી ફોરમનું કર્યું ઉદ્ઘાટન, બેંક શાખાની જરૂરિયાત થશે ખતમ

રાહુલ ગાંધીએ કહ્યું કે પંજાબ સરકાર પાસે 403 નામ છે, અમે તેમને પાંચ લાખ રૂપિયાનું વળતર આપ્યું છે. અમે 152 લોકોને નોકરી આપી છે, બાકીના લોકોને અમે નોકરી આપવાના છીએ. 700માંથી 500 અહીં છે, અમે સરકારને પાંચસો લોકોની યાદી આપી છે. જે બાકી છે તે સાર્વજનિક રેકોર્ડમાંથી મારી સાથે છે. પહેલા સરકારે ખરાઈ કરવી જોઈએ અને પછી તેમને વળતર આપવું જોઈએ. યાદીમાં ફોન નંબર અને સરનામા પણ છે. જો સરકાર 25-30 લાખ રૂપિયા આપવા માંગતી હોય તો તે મોટી વાત નથી. માનવતાની રીતે ખેડૂતોને વળતર આપવું જોઈએ.

સરકાર ઈચ્છે તો અમારી પાસેથી રેકોર્ડ લઈ લેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે સરકાર પાસે રેકોર્ડ છે. પરંતુ જો તેઓ હજુ પણ ઇચ્છતા હોય તો અમારી યાદી લો અને તેમને વળતર આપો. તેઓ બે-ત્રણ ઉદ્યોગપતિઓ માટે કંઈ પણ કરે છે, પરંતુ જ્યારે ખેડૂતો અને મજૂરોની વાત આવે છે ત્યારે તેઓ ચૂપ થઈ જાય છે. અમે ખેડૂતોની માંગને સમર્થન આપીએ છીએ. ન્યૂનતમ વળતર આપવું જોઈએ. ખુદ વડાપ્રધાને માફી માંગી છે. આખરે તેમણે કઈ વાતની માફી માંગી? તેમના ખોટા કાયદાને કારણે 700 લોકો માર્યા ગયા.

આ સરકારમાં માનવતા નથીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, તેઓ વિચારે છે કે જો આપણે સત્તામાં હોઈએ તો અમારે કોઈનું સાંભળવાની જરૂર નથી. તેમનામાં માનવતા નથી. જો વડા પ્રધાને તેમના પરિવાર અને બાળકો વિશે વિચાર્યું હોત, તો તેમણે એક મિનિટમાં વળતર જારી કર્યું હોત, પરંતુ તેમને ફક્ત તેમની છબી અને પદની ચિંતા છે. અમારે જે કરવું હતું તે અમે કર્યું પણ મને લાગે છે કે તે ઓછું છે. તે અમારી જવાબદારી નથી, છતાં અમે આપી છે, તેથી કેન્દ્ર સરકારે પણ માનવતાના ધોરણે આ કરવું જોઈએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment