કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ યોજીનએ લખીમપુર ખેરીમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાને લઈને ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો પર હુમલા કરી રહી છે. તેમણે કહ્યું કે ખેડૂતો જીપ નીચે કચડાઈ રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રીના પુત્ર પર ભાજપે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. બીજી તરફ દેશભરના ખેડૂતો પર એક પછી એક હુમલા થઈ રહ્યા છે.
ભારતના ખેડૂતો પર હુમલો થઈ રહ્યો છે
રાહુલ ગાંધીએ કહ્યું કે, “છેલ્લા કેટલાય સમયથી ભારતના ખેડૂતો પર હુમલા થઈ રહ્યા છે. ખેડૂતો જીપ નીચે કચડાઈ રહ્યા છે. ખેડૂતોની હત્યા થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર સામે આરોપ છે ત્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જે ખેડૂતોનું છે તે તેમની પાસેથી છીનવી લેવામાં આવી રહ્યું છે, આ બધાને દેખાઈ રહ્યું છે અને તેથી જ દેશના ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે.
આ પણ વાંચો:નવરાત્રીને લઈને સરકારની ગાઈડલાઇન, કોરોના વેક્સિનના બંને ડોઝ ફરજિયાત
PM ગઈ કાલે લખનૌમાં હતા પણ લખીમપુર ગયા ન હતા: રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે, “પીએમ ગઈ કાલે લખનઉમાં હતા પરંતુ લખીમપુર ગયા ન હતા. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા હતા કે, લખીમપુર ખેડૂત હત્યાકાંડમાં માર્યા ગયેલા ખેડૂતોનું પોસ્ટમોર્ટમ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. આજે અમે બે CM સાથે લખનઉ જવાનો પ્રયત્ન કરીશું. અને ત્યારબાદ અમે લખીમપુર જવાનો પણ પ્રયત્ન કરીશું. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોને મારીને ખોટું કરી રહી છે. અમે સરકારનેએક પત્ર લખ્યો છે. અને અમે ત્રણ લોકો લખીમપૂર જઈ રહ્યા છીએ. 144ની કલમમાં પાંચ લોકોને રોકી શકાય છે પરંતુ અમે ત્રણ લોકો જ જઈ રહ્યા છીએ.
હત્યારાઓ જેલની બહાર બહાર ફરે છે
પ્રિયંકા ગાંધીની ધરપકડ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રિયંકાને ધરપકડ હેઠળ રાખવામાં આવી છે. તેનો કોઈ વાંધો નથી. પરંતુ જેઓ ખેડૂતોની હત્યા કરે છે તેઓ જેલની બહાર છે. અને જે ખેડૂતોની સાથે છે તેમને જેલની અંદર રાખવામાં આવ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓને ત્યાંજતાં રોકવામાં આવી રહી છે. પરંતુ વિપક્ષનું કામ દબાણ ઉભું કરવાનું છે. અને અમે આ દબાણ ઊભું કરીશું. અગાઉ પણ જ્યારે અમે હાથરસ ગયા ત્યારે પણ સરકારે વિપક્ષના દબાણ હેઠળ કામ કરવું પડ્યું હતું.
મીડિયા પોતાનું કામ નથી કરી રહી
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ભાજપ અને આરએસએસએ દેશને પોતાના કાબુમાં લઈ લીધો છે. તેમણે કહ્યું કે, દેશમાં પહેલા લોકશાહી હતી. અને હવે સરમુખત્યારશાહી ચાલી રહી છે. મીડિયા પોતાનું કામ સરખી રીતે નથી કરી રહી અને એટલે જ અમારે તે કામ કરવું પડે છે.પ્રિયંકા ગાંધી સાથે યુપી પોલીસની ઝપાઝપીના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું,” તે ઝઘડાની વાત નથી. તમે અમને મારી નાખો, તેને દફનાવો, અમને કોઈ વાંધો નથી. આ અમારી અને અમારા પરિવારની ટ્રેનિંગ છે. અમે લોકોના અધિકારો માટે હમેશા લડતા રહીશું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4