દિલ્હીમાં દુષ્કર્મના બનાવો સતત થતા રહે છે. વધુ એક બનાવ સામે આવ્યો જેમાં ૯ વર્ષની બાળકી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ. જેને લઇ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે લોકો. પરંતુ રાજકીય પાર્ટીઓ પરિવારોને મળવા આજે આવ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે સવારે 9 વર્ષની મૃતક પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરી, જેની બળાત્કાર કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી છે. હવે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ કરી કોંગ્રેસ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. પાત્રાએ કહ્યુ કે, બળાત્કારની ઘટનાઓ પર રાજનીતિ ન થવી જોઈએ.
His (Rahul Gandhi) tweet violates sec 23 of POCSO Act & sec 74 of Juvenile Justice Care & Protection of Children Act that prohibits revealing the minor's identity. He revealed identity of child's family & is using the issue for his political agenda: Sambit Patra, BJP Spokesperson pic.twitter.com/89wdIVi64r
— ANI (@ANI) August 4, 2021
ભાજપના પ્રવક્તાએ કહ્યુ- અમે આજે ભાજપ તરફથી રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોને નિવેદન કરીશું કે રાહુલ ગાંધી દ્વારા જે રીતે પોસ્કો એક્ટની કલમ 23 અને જુવેનાઇલ જસ્ટિસ કેયર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટની કલમ 74નું ઉલ્લંઘન કર્યુ છે, તેના પર એનસીપીસીઆર ધ્યાન આપે અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારે.
દલિતની પુત્રી હિન્દુસ્તાનની પુત્રી છે અને તેને ન્યાય મળવો જોઈએ
સંબિત પાત્રાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા કહ્યુ- દલિતની પુત્રી હિન્દુસ્તાનની પુત્રી છે અને તેને ન્યાય મળવો જોઈએ પરંતુ શું રાજસ્થાનમાં રહેતી દલિતની પુત્રી હિન્દુસ્તાનની નથી. દલિતની પુત્રી છત્તીસગઢની શું તે હિન્દુસ્તાનની પુત્રી નથી. પંજાબની પુત્રીની સાથે જધન્ય અપરાધ થાય છે શું તે હિન્દુસ્તાનની પુત્રી નથી.
આ પણ વાંચો : ૯ વર્ષની માસુમ પર ગેંગ રેપ : રાહુલ ગાંધીએ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત
સંબિત પાત્રએ રાહુલ ગાંધી પર ઉઠાવ્યા સવાલો
સંબિત પાત્રાએ કેટલાક આંકડા ગણાવતા કહ્યુ- રાજસ્થાનમાં છેલ્લા છ મહિનામાં બળાત્કારના કેસમાં 30 ટકાનો વધારો થયો. કોરોના કાળમાં રેટની ઘટનાઓમાં 38 ટકાનો વધારો થયો. આ ઘટના પર ક્યારેય રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યુ, શું રાહુલ ગાંધી ક્યારેય તેના ઘરે ગયા? નહીં. રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી તે લોકો માટે એકવાર પણ અવાજ ઉઠાવ્યો નથી. આવી જ ઘટનાઓ પંજાબમાં થઈ છે.
મહત્વનું છે કે દિલ્હી પોલીસે 9 વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરવા અને પરિવારની સાંજે દિલ્હી છાવનીની પાસે એક ગામના સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરી છે. એક પુજારી સહિત ચાર આરોપીઓએ કથિત રીતે બાળકીના મૃતદેહને તેના માતા-પિતાની સહમતિ વગર કે પોલીસને જાણ કર્યા વગર તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
દિલ્હીની ૯ વર્ષની માસુમની હદુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી એક તરફ સ્થાનિકો ન્યાયની માંગણી કરી રહ્યા છે અને બીજી તરફ રાજકીય પક્ષો કરી રહ્યા છે રાજનીતિ. શું આ ૯ વર્ષની માસુમને આવી રીતે ન્યાય મળશે ખરા ? શા માટે દેશમાં મહિલાઓ હજી સુરક્ષિત નથી એ એક મોટો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt