Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝRahul Vaidya પર ભડક્યા કિર્તીદાન ગઢવી, કહ્યું- ‘ગરબે કી રાત’ ગીત ડિલીટ કરવામાં આવે

Rahul Vaidya પર ભડક્યા કિર્તીદાન ગઢવી, કહ્યું- ‘ગરબે કી રાત’ ગીત ડિલીટ કરવામાં આવે

Rahul Vaidya
Share Now

રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 11’ અને ‘બિગ બોસ 14’માં જોવા મળેલો સિંગર રાહુલ વૈધ અવાર નવાર ચર્ચામાં રહે છે. નવરાત્રીની શરૂઆતમાં રાહુલ વૈદ્ય (Rahul Vaidya) એ એક નવુ નવરાત્રીનું ગીત રિલીઝ કર્યુ હતુ. આ ગીતનું નામ ‘ગરબે કી રાત’ છે. ગીતમાં રાહુલે ગરબાની વાત તો કરી જ છે, સાથે જ તેણે ગુજરાતમાં પૂજાતા માતાજી ‘શ્રી મોગલ મા’ ની પણ વાત કરી છે. જોકે, આ વાત માતાજીના ભક્તોને પણ ગળે ઉતરી નહીં.

Rahul Vaidya ને મારી નાંખવાની મળી ધમકી

ગીતમાં મોગલ માતાજીની વાત કરવામાં આવી જે ભક્તોને પસંદ પડી નહીં. ભક્તોએ રાહુલ વૈદ્ય અને તેના નવા ગીતને હટાવવા માટે વિરોધ શરુ કર્યો છે. રાહલને ઘણા બધા મેસેજ અને ધમકી ભર્યા કોલ આવી રહ્યાં છે, જેમાં લોકો તેમના માતાજીનું નામ હટાવવા માટે કહી રહ્યાં છે. કેટલાક અલગ-અલગ મ્યૂઝિક પ્લેટફોર્મ પર આ ગીતને અટકાવવાની માંગણી કરી રહ્યાં છે.

Rahul  એ તેના પક્ષે આપ્યુ નિવેદન

રાહુલ વૈદ્ય (Rahul Vaidya)ના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, ‘હા આ સત્ય છે. મેસેજ અને કોલની સંખ્યા રાતથી વધી ગઈ છે. મેસેજમાં લોકો રાહુલ વૈદ્યને મારી નાંખવાની ધમકી આપી રહ્યાં છે. તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની વાત કરી રહ્યાં છે. અમે મોગલ માનું નામ સમ્માન સાથે જ લીધુ હતુ. અમારો કોઈ ઈરાદો નહોતો કોઈને દુઃખી કરવાનો. પરંતુ લોકોના એક વર્ગને ગીતમાં મોગલ માતાજીનુ નામ લેવામાં આવ્યુ તે ગમ્યુ નહીં. અમે આ વાતને સમજીએ છીએ અને તેમનું સમ્માન પણ કરી છીએ. અમે તેને સુધારવાનું કામ કરી રહ્યાં છે.’

વધુમાં તેણે જણાવ્યુ છે કે, ‘અમે દરેકને વિનંતી કરી રહ્યાં છીએ કે, થોડો સમય આપો, કારણકે જે પ્લેટફોર્મ પર સોન્ગ રિલીઝ કર્યુ છે તેમાં સુધારો કરીને એડઝસ્ટ કરવામાં થોડાક દિવસનો સમય લાગશે. અમે પ્રત્યેકની ભાવનાઓનું સમ્માન કરીએ છીએ. જેમણે તેમની ચિંતા જાહેર કરી છે તેમની માટે અમે સુધારો કરવાનું કામ કરી રહ્યાં છે.’

આ પણ વાંચોઃ- Vijayadashami નિમિતે જાણો આ રાજ્યોમાં થાય છે રામની નહીં પણ રાવણની પૂજા

કિર્તીદાન ગઢવીએ નારાજગી વ્યક્ત કરી

આ ગીતમાં માતાજીનુ નામ લેતા ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ જોઈને ગુજરાતના લોકગાયકોએ પણ આપત્તિ જાહેર કરી છે.’ગરબે કી રાત’ ગીતના કારણે કિર્તીદાન ગઢવીએ રોષે ભરાયા છે તે સાથે જ તેમણે તેમની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એટલું પણ કહ્યું કે, વહેલા તે પહેલાના ધોરણે ગીતને પ્રત્યેક પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગણી કરી છે. તે સાથે જ લાગણી દુભાતા કહ્યુ છે કે, ગીતના શબ્દોમાં ફેરબદલી કરવાનો આગ્રહ કર્યો છે.

નોંધનિય છે કે, જ્યાં એક તરફ ગરબાની વાત થાય છે, માતાજીના નામની વાત થાય છે ત્યાં બીજીતરફ માતાજીના નામની સાથે અશ્લીલ દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા છે. તે જોઈને પણ મોગલ માતાજીના ભક્તો, લોકગાયકો, ગઢવી સમાજ અને ગુજરાતી સમાજના પ્રત્યેક લોકોની લાગણી દુભાઈ છે.

આથી સૌ કોઈ આગ્રહ કર્યો છે કે, આ ગીતને હટાવવામાં આવે અથવા તો તેના શબ્દોમાં ફેરબદલી કરવામાં આવે. નારાજગી વ્યક્ત કરતા જણાવ્યુ છે કે, આ રીતે માતાજીના નામ પર અશ્લિલતા ચલાવી લેવામાં આવશે નહીં. હાલ કિર્તીદાન ગઢવી અમેરિકાની મુલાકાતે છે તેમને આ વાતની જાણ થતા વીડિયો જાહેર કરીને વિરોધ નોંધાવ્યો છે.

બિગ બોસમાં કર્યુ હતુ આ ગીતનું પ્રમોશન

‘ગરબે કી રાત’ ગીતને સિંગર રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીએ ગીત બનાવ્યુ છે. આ ગીત 8 ઓક્ટોબરે રિલીઝ થયુ હતુ. આ મ્યૂઝિક વીડિયોમાં નિયા શર્મા અને રાહુલ વૈદ્ય સાથે જોવા મળ્યા છે. ગીતના પ્રમોશન માટે નિયા અને રાહુલ વૈદ્ય ‘બિગ બોસ 15’ના પ્રથમ વીકેન્ડ વાર એપિસોડમાં જોવા મળ્યો હતો. તે દરમિયાન તેમણે બિગ બોસના સભ્યોએ ગરબા પણ કર્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment