વેણુ નદીમાં ખનીજ ચોરી બેફામ
ગુજરાતભરમાં દિન-પ્રતિદિન ખનીજ ચોરીની ઘટના વધી રહી છે. ત્યારે ત્યારે સ્થાનિક નદીઓમાંથી થતી રેતીચોરી મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ચોમાસામાં ખેડૂતો માટે મહત્વની સીઝન કહેવાય તેમાં નદીઓમાંથી રેતીની ચોરી થતા નદીઓના તળ નીચા આવે છે જેથી ખેતરોના પાણી પણ નદીમાં ઉતરી જાય છે જેથી અંતે તો ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે. ઉપલેટા પંથકની સૌથી મોટી ગણાતી નદી વેણુ નદીના પટમાંથી મોટાપાયે ખનીજ ચોરી ચાલી રહી છે.
વરજાંગજાળીયા ગામના લોકોએ કર્યું હલ્લાબોલ
વેણુ નદીના કાંઠે વસતુ વરજાંગજાળીયા ગામના લોકોએ ખનીજ ચોરી અટકાવવા અનેક વખત રજુઆતો કરી હતી. ખાણ-ખનીજ વિભાગ, ધોરાજી પ્રાંત અધિકારી અને ઉપલેટા મામલતદારને પણ અનેક રજુઆતો કરવા છતાં કોઈ જવાબ મળતો નથી. ત્યારે વરજાંગજાળીયા ગામના લોકોએ વેણુ નદીમાં રેતી ચોરી ચાલતી હતી ત્યારે જનતા રેઇડ કરી હતી.
જુઓ વિડીયો : રેતચોરી અટકાવવા હલ્લાબોલ
લોકોએ હિટાચી મશીનના કાચ ફોડ્યા
ખેડૂતોએ ઘણા વખતથી ભભૂકેલો રોષ ઠાલવવા હલ્લાબોલ કર્યું હતું. તો રેતી ચોરીમાં વપરાતા હિટાચી મશીન ત્યાં જ છોડી ખનીજમાફિયાઓ ફરાર થઇ ગયા હતા. ગ્રામલોકોએ જણાવ્યું હતું કે, અહી દરરોજ બેફામ રેતી ચોરી ચાલે છે. અને ગઈકાલે જયારે સવારથી રેતીચોરી ચાલી રહી હતી ત્યારે ખેડૂતોને કોઈ સંતોષકારક જવાબ નહિ મળતા ખનીજમાફિયાઓ પર હલ્લાબોલ કર્યું હતું. બપોરે ૨ વાગ્યે ખેડૂતો પહોચ્યા ત્યાં સુધી ખનીજ ચોરી ચાલુ જ હતી. ગ્રામજનો અને ખનીજમાફિયાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હશે તેવું માનવામાં આવી રહ્યું છે. તો રોષે ભરાયેલા લોકોએ હિટાચી મશીનના કાચ તોડી નાખ્યા હતા.
‘આ અમારું કામ નથી’ : મામલતદારની છટકબારી
વેણુ નદીમાં થઇ રહેલી ગેરકાયદેસર રેતી ચોરી મામલે ઉપલેટાના વડા કહેવાતા મામલતદારને રજૂઆત કરાઈ હતી તેમ છતાં કોઈ પગલા નહિ લેવાતા રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય ચેરમેન ભારતીબેન બાબરિયા દ્વારા મામલતદાર સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ત્યારે “આ કામ અમારું નથી અને આ વિષય અમારો નથી” તેમ કહી તોછડાઈ ભરી વાત કરી હતી. આ ટેલીફોનીક વાતચીતનો ઓડિયો પણ પુરાવા તરીકે સામે આવ્યો છે.
ખનીજમાફિયાઓ અને તંત્ર વિરુધ સુત્રોચ્ચાર
આ ઓડિયો સંભાળતા સ્પસ્ટ જણાઈ રહ્યું છે કે, મામલતદાર ગેરકાયદે ચોરી મામલે કોઈ જ કામગીરી કરવા તૈયાર નથી. પંથકમાં કોઈ ખેડૂતોના એકાદ ટ્રેક્ટર આ રીતે પકડાય ત્યારે તો મામલતદાર તેના કાફલા સાથે આવી જાય છે અને અત્યારે આટલી મોટી ખનીજ ચોરી ચાલી રહી છે ત્યારે ઉપર રજૂઆત કરવાના બદલે ખનીજમાફિયાઓને બચાવતા હોય તે રીત વાત કરી રહ્યા છે. તો બીજી તરફ ઉપલેટા પોલીસ પણ ગ્રામજનો એકઠા થતા ટોળું વિખેરવા વેણુ નદીમાં આવી પહોચી હતી અને લોકોને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો. તંત્ર જ બેજવાબદાર હોય ત્યાં પ્રજાનું કોણ ? કોઈ સરખો જવાબ ન આપતું હોવાથી સ્થાનીકોમાં ફરી રોષ છવાયો હતો અને પોલીસ ગયા બાદ ફરીથી નદીના પટમાં આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને મીડિયાના માધ્યમથી જવાબદાર તંત્ર સુધી પોતાની વ્યથાની વાત પહોચાડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ તંત્ર અને ખનીજમાફિયાઓ વિરુધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4