Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝરાયગઢ વરસાદના કહેરમાં ઘેરાણું : 85 લોકો દટાયા

રાયગઢ વરસાદના કહેરમાં ઘેરાણું : 85 લોકો દટાયા

Raigadh
Share Now

અત્યારે મૌસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે. ત્યારે વરસાદ પણ ઉભું રહેવાનું નામ લેતો નથી. ગુજરાત સહીત આસપાસના બધા રાજ્યોમાં ખુબ જ વરસાદ થઇ રહ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો ડુબ્યા, કેટલાક લોકોના ઘર તણાય ગયા, ઘરમાં પાણી ઘુસ્યું. અને સરકાર પણ લોકોની મદદે આવી છે. અને લોકોને બને એટલી જરૂરિયાતો પુરી કરી રહી છે. ત્યારે લોકોને હાશકારો મળી રહ્યો છે. અને એન.ડી.આર .એફની ટીમ પણ મદદ કરી રહી છે. ત્યારે રાયગઢમાં એક ઘટના બની છે. જોઈએ આપણા અહેવાલમાં..

રાયગઢમાં ભૂસ્ખલન બાદ દટાયા હતા 85 લોકો:અત્યાર સુધીમાં 53 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, અન્ય 35 લોકો જીવતા હોવાની ગ્રામજનોને આશા નહીં, એવામાં રેસ્ક્યૂ ઓપરેશન અટકાવવાના પોકાર

  • આ દુર્ઘટનામાં 85 જેટલા લોકો કાટમાળમાં દટાયા હતા
  • NDRF, SDRF અને TDRFની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું

Raygadh

મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લામાં મહાડ તાલુકાનાં તલીયે ગામમાં 22 જુલાઈની સાંજે 5 વાગે થયેલ ભૂસ્ખલનના 45 ઘર જમીનદોસ્ત થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ગામના લગભગ 85 જેટલા લોકો દટાઈ ગયા હતા, જેમાંથી 53 લોકોના મૃતદેહ સોમવારે સવાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે. 23 જેટલા લોકો હજી પણ દટાયા છે. તેમાં અનેક બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. કાટમાળ હટાવ્યા બાદNDRF, SDRF અને TDRFની ટીમો સતત બચાવ કાર્ય કરી રહી છે.

NDRF મુજબ, રવિવારે અહીંથી 11 મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. તલીયે ગામના સરપંચ સંપત ચાડેકરે કહ્યું કે હવે કાટમાળમાં દટાયેલાં બાકીના અન્ય લોકોની જીવિત હોવાની આશા ન બરાબર છે. જે મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે તે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. તેણે જોઈને પણ પરિવારજા લોકો વિચલિત થઈ રહ્યા છે. માટે ગામના લોકોએ રવિવારે મિટિંગમાં નક્કી કર્યું હતું કે હવે કાટમાળમાં દટાયેલાં 32 લોકોના મૃતદેહ નહીં કાઢવા દેવામાં આવે. દુર્ઘટના વાળી જગ્યાએ ક તેમના સાંકેતિક અંતિમ સંસ્કાર કરી દેવામાં આવશે.

સહાયને લઈને લેખિતમાં આશ્વાસન માંગે છે ગ્રામજનો

સંપત ચાડેકરે વધુમાં જણાવ્યુ હતું કે ગ્રામજનોનું માનવું છે કે જો મૃતદેહોને બહાર કાઢવામાં આવશે તો તેમણે સહાય નહીં મળે. એવામાં તંત્ર અમને લેખિતમાં આપે કે મૃતદેહ નહીં મળવા બાબતે પણ પરિવારના લોકોને સહાય આપવામાં આવશે.

આ પણ જુઓ : ‘કોરોના કેર ટેકર શિબિર

જિલ્લા તંત્ર માટે સરળ નથી ગ્રામજનોની વાતને માનવી

ગ્રામજનોની આ માંગ બાબતે જીલાધિકારી નિધિ ચૌધરીએ જણાવ્યુ હતું કે, આ જિલ્લા તંત્ર માટે સરળ નિર્ણય નથી. સ્થાનિક લોકો ઈચ્છે છે કે અમે ઓપરેશન કરી અટકાવી દઈએ અને કાટમાળમાં દટાયેલાં લોકોને મરુત જાહેર કરી દઈએ. પરંતુ જિલ્લા ડિઝાસ્ટરની ટિમ છેલ્લા મૃતદેહ મળે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રખવા માંગે છે. એવું ઘણી વખત બન્યું છે કે કાટમાળમાં ઘણા દિવસો બાદ પણ કોઈ વ્યક્તિ જીવતી મળે છે.

નિધિ ચૌધરીએ વધુમાં અજનવ્યું હતું કે, મેં તેમણે સમજાવવાના પ્રયાસ કર્યા કે તેઓ આ ઓપરેશનને ચાલવા દે, પરંતુ તેઓ ઈચ્છે છે કે અમે તેણે અટકાવી દઈએ. અમે તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નથી માંગતા.

લેખિતમાં સંમતિ બાદ જ તંત્ર અટકવાશે રેસ્ક્યૂ ઓપરેશન

રવિવારની સાંજે સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, NDRF, SDRF અને TDRFની ટીમો સાથે તલીયે ગામના કેટલાક લોકોએ વાતચીત કરી હતી. લગભગ બે કલાકની મિટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતીઓ કે ગુમ થયેલ લોકોના પરિવારજનોની સત્તાવાર રીતે લેખિતમાં સંમતિ મળ્યા બાદ જ ઓપરેશનને બંધ કરવામાં આવશે. જ્યાં સુધી લેખિતમાં સંમતિ નથી મળતી તંત્ર ત્યાં સુધી પ્રયાસો ચાલુ રાખશે. સંમતિ પત્ર મળ્યા બાદ જ તંત્ર દરેકના મૃત થયાનું સર્ટિફિકેટ જાહેર કરશે.

Raigadh

જો એક પણ સભ્યએ વાંધો ઉઠાવ્યો તો ઓપરેશન ચાલુ રહેશે: જિલ્લા મેજિસ્ટ્રેટ

આ બાબતે સ્થાનિક ધારાસભ્ય ગોગાવલેએ જણાવ્યું હતું કે સોમવારે બીજી બેઠક યોજાશે અને સબંધીઓના સંમતિ પત્રો વહિવટી તંત્રને સોંપવામાં આવશે. જિલ્લા કલેકટરે કહ્યું, ‘જો પરિવારનો એક પણ સભ્ય વાંધો ઉઠાવશે તો ઓપરેશન ચાલુ જ રહેશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment