નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે તમામ લાયકાત ધરાવતા નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ (આરપીએફ/આરપીએસએફ કર્મચારીઓને બાદ કરતાં) માટે નાણાકીય વર્ષ 2020-21 માટે 78 દિવસના વેતનને સમકક્ષ કામગીરી સાથે જોડાયેલું બોનસ(Railway Employees Diwali Bonus) મંજૂર કર્યું હતું.
Railway Employees Diwali Bonus
રેલવેના કર્મચારીઓને 78 દિવસના પીએલબીની ચુકવણી માટે સરકારને અંદાજે રૂ. 1984.73 કરોડનો ખર્ચ થશે. આ વેતનની ગણતરી લાયકાત ધરાવતા નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને પીએલબીની ચુકવણી માટે ગણતરી સૂચિત ટોચમર્યાદા દર મહિને રૂ. 7000/-ને આધિન છે. લાયકાત ધરાવતા રેલવે કર્મચારીઓને મહત્તમ ચુકવવાપાત્ર બોનસ(Railway Employees Diwali Bonus) રકમ 78 દિવસ માટે રૂ. 17,951 છે.
આ નિર્ણયથી રેલવેના આશરે 11.56 લાખ નોન-ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે એવી શક્યતા છે. લાયકાત ધરાવતા રેલવે કર્મચારીઓને પીએલબીની ચુકવણી દર વર્ષે દશેરા/પૂજાની રજાના દિવસ અગાઉ થાય છે. મંત્રીમંડળના આ નિર્ણયનો અમલ ચાલુ વર્ષે પણ રજાના દિવસો અગાઉ થશે.
આ પણ વાંચો : મોદી સરકાર રૂ.4445 કરોડના ખર્ચે બનાવશે 7 મેગા ટેક્સટાઈલ પાર્ક, ગુજરાતને મળશે બહોળો લાભ
નાણાંકીય વર્ષ 2010-11થી 2019-20 સુધીના નાણાકીય વર્ષો માટે 78 દિવસના વેતનની પીએલબી ચુકવણી થઈ હતી. નાણાકીય વર્ષ 2020-21 માટે બોનસ(Railway Employees Diwali Bonus) 78 દિવસના વેતનને સમકક્ષ રહેશે, જેની ચુકવણીથી કર્મચારીઓને રેલવેની કામગીરી સુધારવા માટે કામ કરવા માટે પ્રોત્સાહન મળશે એવી અપેક્ષા છે.
રેલવે પર કામગીરી સાથે સંકલિત બોનસ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ (આરપીએફ/આરપીએસએફ અધિકારીઓ)ને આવરી લે છે, જેઓ સંપૂર્ણ દેશમાં પથરાયેલા છે.
ભારતીય રેલવેના ઈતિહાસ પર એક નજર
રેલવે ભારત સરકારનું પ્રથમ વિભાગ હતું, જેણે પીએલબીની વિભાવના સૌપ્રથમ વર્ષ 1978-80માં રજૂ કરી હતી. એ સમયે મુખ્યત્વે રેલવેની સંપૂર્ણ અર્થતંત્રમાં કામગીરીમાં માળખાગત ટેકા તરીકે નોંધપાત્ર ભૂમિકા ધ્યાનમાં લેવામાં આવી હતી. રેલવેની કામગીરીના સંપૂર્ણ સંદર્ભમાં ‘ધ પેમેન્ટ ઓફ બોનસ એક્ટ – 1965’નાં આધારે બોનસની વિભાવના સામે પીએલબીની વિભાવના પ્રસ્તુત કરવામાં આવી હતી. પેમેન્ટ બોનસ એક્ટ રેલવે પર લાગુ થતો ન હોવા છતાં એ સિદ્ધાંતમાં સામેલ બૃહદ સિદ્ધાંતો “પગાર/વેતન ટોચમર્યાદા” નક્કી કરવાના, પગાર/વેતન વગેરેની પરિભાષા નક્કી કરવાના ઉદ્દેશ માટે જાળવવામાં આવ્યાં હતાં. રેલવે માટે પીએલબી યોજના 1979-80થી લાગુ હતી અને બે માન્યતાપ્રાપ્ત સંગઠનો ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન સાથે ચર્ચા કરીને સુધારા કરવામાં આવ્યાં હતાં તથા એને મંત્રીમંડળની મંજૂરી મળી હતી. આ યોજનાની સમીક્ષા દર ત્રણ વર્ષે થાય છે.
આ પણ વાંચો : નવરાત્રીમાં ગરબે રમવા જતા પહેલા જાણી લો આ નિયમો, ગૃહ મંત્રીએ કરી જાહેરાત
પીએલબીની ગણતરી કરવા માટેની પદ્ધતિ
પીએલબી મંત્રીમંડળે વર્ષ 1998-99થી 2013-14 (2002-03થી 2004-05 સિવાય, જ્યારે કેપિટલ વેઇટેજ અને સ્ટાફની ક્ષમતાના સંબંધમાં થોડા ફેરફારો થયા હતા) વર્ષ માટે 9.2000ના રોજ એની બેઠકમાં ફોર્મ્યુલા મુજબ પીએલબીની ચુકવણી કરી છે. આ ફોર્મ્યુલાના ઇનપુટ હતાઃ આઉટપુટ આધારિત, જેમાં આઉટપુટ ઇક્વિટેડ નેટ ટન કિલોમીટરને સમકક્ષ અને કેપિટલ વેઇટેજ દ્વારા સંશોધિત ઇનપુટ નોન-ગેઝેટેડ સ્ટાફની સંખ્યા (આરપીએફ/આરપીએસએફ અધિકારી સિવાય) સાથે સંબંધિત છે.
b) નાણાકીય વર્ષ 2012-13 માટે 78 દિવસ માટે પીએલબીને એ શરત સાથે વિશેષ કેસ તરીકે મંજૂરી આપવામાં આવી હતી કે પીએલબી માટેની ફોર્મ્યુલા છઠ્ઠા સીપીસી અને નાણાં મંત્રાલયની ભલામણોને ધ્યાનમાં રાખીને ફરી નક્કી કરવામાં આવી હતી. પરિણામે રેલવે મંત્રાલયે નવી ફોર્મ્યુલા બનાવવા સમિતિની રચના કરી હતી.
The Union Cabinet today approved the Productivity Linked Bonus (PLB) equivalent to 78 days' wages for the FY 2020-21 for all eligible non-gazetted Railway employees. About 11.56 lakh non-gazetted Railway employees are likely to benefit from the decision.https://t.co/YIIShFzVdN pic.twitter.com/rd2vwuKTIo
— Ministry of Railways (@RailMinIndia) October 6, 2021
સમિતિએ ભલામણ કરી હતી કે, વર્ષ 2000ની ફોર્મ્યુલા અને ઓપરેશન રેશિયો (આરઓ) પર આધારિત નવી ફોર્મ્યુલા એમ બંનેના વેઇટેજનો રેશિયો50 : 50 હોઈ શકે છે. આ ફોર્મ્યુલાએ ફિઝિકલ માપદંડોની દ્રષ્ટિએ અને નાણાકીય માપદંડોની દ્રષ્ટિએ કામગીરીનું સમાન પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કર્યું હતું. સમિતિએ ભલામણ કરેલી ફોર્મ્યુલા 2014-15થી 2019-20 સુધી પીએલબીની ગણતરી માટે ઉપયોગ થઈ છે.
આ પણ વાંચો : ટાટા-મિસ્ત્રી વિવાદમાં નવો વળાંક : SP ગૃપે ટાટા સન્સના શેર ગીરવે મુકવા કાઢ્યાં
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4