Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝભારતીય રેલવેના કર્મચારી હશે યુનિફોર્મમાં, રેલવે બોર્ડે કર્યો આ નિર્ણય

ભારતીય રેલવેના કર્મચારી હશે યુનિફોર્મમાં, રેલવે બોર્ડે કર્યો આ નિર્ણય

Railway Employees Uniform: Rail Board Ordered To Wear Office Uniform; Warns of Disciplinary Action
Share Now

અમદાવાદ : માણસની ઓળખ એના નામથી અને કર્મચારીની ઓળખ એના ધાન એટલેકે કપડાંથી. આ જ કહેવતને હવે ભારતીય રેલવે પણ અનુસરવા જઈ રહ્યાં છે. રેલવેએ પણ કર્મચારીઓને યુનિફોર્મ(Railway Employees Uniform)માં જ નોકરીએ આવવા આદેશ કર્યો છે.

Railway Employees Uniform

Railway Employees Uniform

હવે ભારતીય રેલવે(Indian Railways)માં કામ કરતા કર્મચારીઓ કે જેઓ યુનિફોર્મ એલાઉન્સ લે છે પરંતુ યુનિફોર્મ પહેરીને ઓફિસમાં આવતા નથી તેમના પર સકંજો કસવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે આવી ફરિયાદો પર રેલવે બોર્ડે કડક વલણ અપનાવ્યું છે. આ અંગે બોર્ડ દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.

રેલવે બોર્ડના સેક્રેટરી, ERB-5 અભિષેક રાઘવ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જેમને ગણવેશ ભથ્થું આપવામાં આવે છે તેવા તમામ કર્મચારીઓને નિયમિત ધોરણે સ્વચ્છ યુનિફોર્મ(Railway Employees Uniform) પહેરીને ઓફિસ આવવા માટે હુકમનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે કડક આદેશો પણ આપવામાં આવ્યા છે કે જે કર્મચારીઓ તેનું પાલન નહીં કરે તેમનું આ ભથ્થું અટકાવી દેવામાં આવશે. સાથે જ આવા કર્મચારીઓ સામે નિયમ મુજબ શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો  : ભારતમાં યુવા વર્ગ પર વધી રહ્યો છે, દિલની બીમારીનો ખતરો: સર્વેમાં ચોંકાવનારા ખુલાસા

સ્વચ્છ ગણવેશ પહેરીને રોજ ઓફિસ આવો

અન્ડર સેક્રેટરી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કર્મચારી અને તાલીમ વિભાગની પ્રવર્તમાન માર્ગદર્શિકા અનુસાર જે કર્મચારીઓને રેલવે મંત્રાલય(રેલવે બોર્ડ)માં યુનિફોર્મ અલાઉન્સ આપવામાં આવે છે, તેઓ પાસે સ્વચ્છતા જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે કે તો દર્રોજ સ્વચ્છ અને યોગ્ય રીતે યુનિફોર્મ(Railway Employees Uniform) પહેરીને ઓફિસ આવે.

કઈ કેટેગરીના કર્મચારીઓને આ નિયમ લાગુ થશે ?

વારંવારના પરિપત્રો બાદ પણ યુનિફોર્મ ભથ્થું મેળવનાર કર્મચારીઓ યુનિફોર્મ પહેરીને ઓફિસમાં આવતા નથી. રેલવે બોર્ડને પણ આ અંગે વારંવાર ફરિયાદો મળી રહી છે. આ ફરિયાદોને ગંભીરતાથી લેતા બોર્ડે ફરી એક વખત નવો પરિપત્ર બહાર પાડ્યો છે.

પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભૂતકાળમાં પણ આ સંદર્ભમાં અનેક પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે પરંતુ તેનું નિયમિત પાલન કરવામાં આવતું નથી. આ પરિપત્રના કાર્યક્ષેત્રમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને વર્ગ ‘C’ના કેટલાક અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.

Railway Board has issued strict orders for dress code else Warns of Disciplinary Action

પ્રાપ્ત થયેલી ફરિયાદોનો ઉલ્લેખ કરતા રેલવે બોર્ડે કહ્યું છે કે વહીવટીતંત્રના ધ્યાનમાં આવ્યું છે કે ઘણા કર્મચારીઓ નિયમિત સ્વચ્છ અને યોગ્ય ગણવેશ પહેરીને ઓફિસમાં આવતા નથી. સંબંધિત કર્મચારીઓ દ્વારા નિયમિત ધોરણે ગણવેશની ગેરહાજરી તેમના તરફથી ઓફિસ શિષ્ટાચાર પ્રત્યે બેદરકારી દર્શાવે છે.

આ સિવાય નેશનલ રેલ મ્યુઝિયમના ડિરેક્ટર, ચાણક્યપુરી (નવી દિલ્હી)ને પણ મ્યુઝિયમમાં ફરજ બજાવતા કર્મચારીઓના સંદર્ભમાં આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રેલવે બોર્ડના અન્ડર સેક્રેટરી (ઇનોવેશન) સ્ટાફ કાર ડ્રાઇવરો અને બોર્ડની સ્ટાફ કેન્ટીનના કર્મચારીઓ, એસ્ટેટ સુપરવાઇઝર અને બાગાયત નિરીક્ષક હેઠળ કામ કરતા કર્મચારીઓને અન્ડર સેક્રેટરી (સામાન્ય) અને તેમના હેઠળ આવતા મંત્રાલયના તમામ વિભાગ અધિકારીઓ, તમામ કર્મચારીઓને આ આદેશનું પાલન કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

એટલું જ નહીં સામાન્ય વિભાગને આ પરિપત્રની નકલ નોટિસ બોર્ડ પર દર્શાવવાની પણ સૂચના આપવામાં આવી છે. તે જ સમયે રેલવે બોર્ડ નોન-કારકુની કર્મચારી યુનિયન, પ્રમુખને પણ આ બાબતે યુનિયનના સભ્યને જાણ કરવા અને આદેશોનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો  :  Panjshir: પંજશીરમાં નોર્ધન એલાયન્સ અને તલિબાન વચ્ચે યુદ્ધના ભણકારા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment