Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝરેલવેને થયું અધધ… કરોડનું નુકસાન, જાણો તે પાછળનું કારણ

રેલવેને થયું અધધ… કરોડનું નુકસાન, જાણો તે પાછળનું કારણ

Share Now

ભારતીય રેલવે (Railway)ને કોવિડ (Covid)મહામારી સમયે ભારે માત્રામાં નુકસાન સહન કરવુ પડ્યુ છે. કોરોના કાળમાં રેલવે (Railway)ને 36,000 કરોડનું ભારે ભરખમ નુકસાન થયુ છે. રેલ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે આ દાવો કર્યો છે.

રેલવેને થયું અધધ… કરોડનું નુકસાન

દાનવે મહારાષ્ટ્ર (Maharashtra)ના જાલના રેલ્વે સ્ટેશન (Railway station)પર ગઇકાલે રવિવારે એક અંડરબ્રિજના શિલાન્યાસ સમારોહ દરમિયાન સંબોધન કરી રહ્યા હતા. તેઓએ તે દરમિયાન કહ્યુ કે કોરોના વાયરસ (Corona Virus)મહામારી સમયે રેલવે (Railway)ને 36,000 કરોડ રૂપિયાનું નુકસાન (Loss)થયુ છે.

હજુ પણ તમામ ટ્રેન શરૂ નથી

ઉલ્લેખનિય છે કે ગત્ત વર્ષે માર્ચમાં કોરોનાનો કહેર શરૂ થયા બાદ સૌથી વધુ અસર ટ્રેન (Train)ને પહોંચી છે. લોકડાઉનના પગલે રેલવેને આવક રડી આપનારી માલગાડીઓ માત્ર જરૂરી સામાનની જ અવર જવર કરી શકી છે. હજુ પણ તમામ ટ્રેન શરૂ થઇ નથી.

એક અન્ય પ્રોજેક્ટ પણ અમલમાં આવશે

ખાનગી એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ રાવસાહેબ દાનવે માલગાડીઓ રેલ્વે (Railway)માટે વધુ આવક કરી આપે તેવો કરાર કર્યો છે. તેઓએ એ પણ કહ્યુ કે, મુંબઇ- નાગપુર એક્સપ્રેસવેની સાથે એક બુલેટ ટ્રેન (Train)પ્રોજેક્ટ અમલમાં આવશે, જેનુ વર્તમાનમાં કામ ચાલી રહ્યુ છે.

માલગાડીએ મહત્વની ભૂમીકા ભજવી

દાનવે કહ્યુ કે, પેસેન્જર ટ્રેન હંમેશા નુકસાનીમાં જ ચાલે છે. કારણ કે ટિકિટ (Ticket)માં ભાવ વધારો થતા તેની સીધી અસર મુસાફરોને પડે છે. મહામારીના સમયે રેલવેને 36,000 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. માત્ર માલગાડીઓની આવક થઇ છે. મહામારીના સમયે લોકોને રાહત પહોંચાડવા માટે માલગાડીએ મહત્વની ભૂમીકા ભજવી છે.

બુલેટ ટ્રેન અંગે શું કહ્યું?

બુલેટ ટ્રેનને લઇને દાનવે કહ્યું કે, આ પ્રોજેક્ટ મુંબઇ-નાગપુર એક્સપ્રેસ વે સાથે શરૂ કરવામાં આવશે કારણ કે તે લોકો માટે જરૂરી છે. દાનવે વધુમાં કહ્યુ કે, રેલવેએ ‘વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે નવી મુંબઇને દિલ્હી સાથે જોડશે.     

આ પણ વાંચો: મહારાષ્ટ્ર : બુલઢાણા જિલ્લામાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી, 12 ના મોત

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment