મુસાફરો માટે સારા સમાચાર. દેશભરમાં કોરોના મહામારી (Coronavirus) ના કેસમાં ઘટાડો આવ્યા બાદ સરકારે દેશભરમાં સામાન્ય ટ્રેન સેવા (Train Service) ને સંપૂર્ણપણે શરૂ કરવાની જાહેરાત કરી છે. એટલે કે કોરોના આવ્યો તે પહેલાં દેશમાં ચાલી રહેલી 1700 એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેન ફરીથી શરૂ થઇ જશે. તેના માટે સરકારે CRIS ને સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરવા માટે કહ્યું છે.
સ્પેશિયલ ટ્રેનોનો દૌર થતો ખતમ
રેલ મંત્રાલય (Ministry of Railways) ના અનુસાર કોરોના મહામારી (Coronavirus) ને જોતાં જે ટ્રેનોને કોવિડ સ્પેશિયલ, એક્સપ્રેસ સ્પેશિયલ અથવા હોલિડે સ્પેશિયલના રૂપમાં ચલાવવામાં આવી રહી છે. તેમની સેવા હવે રેગ્યુલર ટ્રેનો જેવી હશે. એટલે કે તમામ ટ્રેનો પોતાના જૂના રેગ્યુલર નંબર અને ટાઇમિંગની સાથે પાટા પર દોડશે. આ સાથે જ કોરોના પહેલાવાળા ટ્રેન ભાડા ફરીથી લાગૂ થઇ જશે. મંત્રાલયના આદેશ બાદ ગત દોઢ વર્ષથી બંધ પડેલી 1700 સુપરફાસ્ટ (Mail Express) અને એક્સપ્રેસ ટ્રેનો (Express Train) ફરીથી સંચાલનમાં આવશે. જોકે આ ટ્રેનોમાં મુસાફરી કરનાર લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટેસિંગ જેવા કોરોના પ્રોટોકોલનું પાલન કરતા રહેવું પડશે.
ભાડાનો તફાવત લેવામાં આવશે નહી
મંત્રાલય (Ministry of Railways) સ્પષ્ટ કર્યું કે જે લોકો પોતાની ટિકિટો એડવાન્સમાં બુક કરાવી ચૂક્યા હતા. તેનાથી કોઇ વધારાનું ભાડું લેવામાં આવશે નહી અને ના તો કોઇ પૈસા પરત લેવામાં આવશે. એટલે કે પહેલાંથી જ ટિકિટ બુક કરાવનાર લોકો પાસે ના તો ભાડાનો તફાવત લેવામાં આવશે અને ના તો તેમને કોઇ રિફંડ આપવામાં અવશે. આવા મુસાફરો પોતાની પહેલાંની ટિકિટના આધારે જ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
આ પણ વાંચો : જાણો શા માટે ટૂંકા કપડા પહેરવા છતાં પણ છોકરીઓને નથી લાગતી ઠંડી?
ગત વર્ષે માર્ચમાં બંધ થઇ હતી ટ્રેન સેવા
તમને જણાવી દઇએ કે ગત વર્ષે કોરોના મહામારી શરૂ થયા બાદ રેલવે (Indian Railways) દેશભરમાં 25 માર્ચ 2020 થી યાત્રી ટ્રેન સેવા બંધ કરવામાં આવી હતી. પછી પ્રભાવિત લોકોને તેમના ઘરે પહોંચાડવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી. આ ટ્રેનોને નવા નંબર, નવા ટાઇમિંગ અને નવા ભાડા સાથે દેશમાં વિભિન્ન ભાગમાં દોડાવવામાં આવી. જોકે ટ્રેનોની ફીકવન્સી ઓછી થતાં લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી હતી. કેન્દ્ર સરકારે ગત વર્ષે કોરોનાના કેસ વધતાં માર્ચમાં લોકડાઉન ઘોષિત કર્યુ હતું. આ અગાઉ જ ટ્રેનોનું સંચાલન રોકી દેવાયું હતું. તેની અસર લગભગ 1700 એક્સપ્રેસ ટ્રેન પડી હતી.ત્યારપછી રેલવેએ ધીમે-ધીમે ટ્રેન સંચાલન શરૂ કર્યુ હતું પરંતુ તમામ ટ્રેન સંપૂર્ણ રિઝર્વ્ડની સાથે સ્પેશિયલના ટેગ સાથે દોડતી હતી. આ ટ્રેનમાં લગભગ 30 ટકા વધારાનું ભાડું લેવામાં આવતું હતું, જેનો બોજ સામાન્ય મુસાફરોનાં ખિસ્સા પર પડી રહ્યો હતો.ત્યારબાદ સરકારે સ્થિતિનું નિરિક્ષણ કરી સામાન્ય ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત કરી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4